અજમાનું પાણી પીવાથી આટલી બધી બીમારીઓ થાય છે દૂર, જાણો તમે પણ આ અઢળક ફાયદાઓ વિશે

અજમાની તાસીર ગરમ છે.જેથી તેનું પાણી પીવાથી શરીરમાં હૂંફ આવે છે,જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે.અત્યારના સમયમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે.આનું મુખ્ય કારણ અનિયમિત દિનચર્યાઓ અને અવ્યવસ્થિત વનશૈલી છે.

image source

જે લોકો શારીરિક વ્યાયામ કરતા નથી અને આહારમાં વધુ ચરબીયુક્ત ખોરાક લે છે તેમના સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ પ્રભાવિત થવા લાગે છે.ઘણી વખત હૃદયમાં બ્લોક સિવાય શરીરના અન્ય ભાગોમાં પણ નાના બ્લોક થવા લાગે છે,જેના કારણે હાઈ બ્લડ પ્રેશર વધવાનું શરૂ થાય છે.ત્યારબાદ આ સમસ્યાથી બચવા માટે લોકો દવાઓ પીવાનું શરુ કરે છે અને આ હાઈ બ્લડ પ્રેશરની દવાનું સેવન એકવાર કર્યા પછી તેને નિયમિત ખાવી જ પડે,નહીંતર આ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

પરંતુ દવાઓ સિવાય કેટલાક ઘરેલું ઉપાયો અને કસરત દ્વારા પણ આપણે આ સમસ્યા દૂર કરી શકીએ છીએ.કેટલાક ઘરેલુ ઉપાયમાં એક ઘરેલુ ઉપાય છે અજમાનું પાણી.આ પાણી હૃદયના દર્દીઓ માટે દવા તરીકે કામ કરે છે,તે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને કોલેસ્ટરોલની સમસ્યા પણ ઘટાડે છે.તો ચાલો આજે અમે તમને જણાવીએ અજમાનું પાણી બનાવવાની રીત અને તેના સેવનથી થતા ફાયદાઓ.

આ રીતે અજમાનું પાણી તૈયાર કરો

image source

સૌ પ્રથમ એક કપ શુધ્ધ અજમા લો.ત્યારબાદ તેને આખી રાત પાણીમાં પલાળી રાખો.સવારે આ પાણીને અજમા સાથે 20 મિનિટ સુધી
સારી રીતે ઉકાળો.પાણીનો રંગ થોડા સમયમાં બદલાશે.જો તમને આ પાણીનો સ્વાદ વધારવો છે,તો તમે તેમાં થોડો લીંબુ ઉમેરી શકો
છો.ત્યારબાદ દરરોજ સવારે આ પાણી પીવો.આ પાણીથી શરીરને અનેક રીતે ફાયદો થઈ શકે છે.

પાચનમાં અસરકારક

image source

બધા જાણે જ છે કે અજમાની તાસીર ગરમ છે,પરંતુ અજમાનું પાણી પીવાથી તમને પાચનમાં ઘણા ફાયદાઓ થઈ શકે છે.જે લોકોને
અપચો,ગેસ,કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ હોય તેમના માટે અજમાનું પાણી રામબાણ દવાની જેમ કામ કરે છે.અજમાનું
પાણી નાના અને મોટા આંતરડાને યોગ્ય રીતે સાફ કરવામાં પણ મદદ કરે છે.

હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક

image source

હાઈ બ્લડ પ્રેશર અથવા હ્રદય રોગ મોટાભાગના લોકોમાં કોલેસ્ટ્રોલ વધવાથી થાય છે અને શરીરમાં કોલેસ્ટરોલ અનિયમિત જીવનશૈલી
અને ચરબીયુક્ત આહારને કારણે વધે છે.જ્યારે શરીરમાં કોલેસ્ટરોલ વધે છે,ત્યારે લોહી ઘાટું થવા લાગે છે અને આ હૃદય અને લોહી
ફરતા સ્નાયુઓ પર દબાણ વધારે છે.એક સંશોધન પરથી જાણવામાં આવ્યું છે કે અજમાનું પાણી આ સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક
હોઈ શકે છે.તેની ગરમ અસરને કારણે સ્નાયુઓમાં ગરમી વધે છે,જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને તમારી હાઈ બ્લડ પ્રેશર તથા
હૃદયની સમસ્યા આવતી પણ અટકાવે છે.

અજમાના પાણીની ચા પણ ફાયદાકારક છે

image source

લગભગ અજમાના પાણીની ચા વિશે તમે પેહલી વાર સાંભળ્યું હશે,અજમાના પાણીની ચા પીવાથી હૃદયની તંદુરસ્તી સારી રહે છે.ચા
બનાવવા માટે અજમાના પાણીમાં થોડી ગ્રીન ટી અને લીંબુ નાખો,પછી તેને ઉકાળો અને તેનું સેવન કરો,તે જાડાપણું ઘટાડવામાં મદદ
કરી શકે છે.અજમામાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હોય છે,તેથી તે હૃદયના દર્દીઓ માટે વધારે ફાયદાકારક છે.

image source

અજમામાં ઘણાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે,જે હૃદય અને મગજ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને મગજમાં મહત્વપૂર્ણ પોષક તત્વો પૂરો પાડે છે.અજમાની ચામાં મગજમાં ગાંઠો થવાથી રોકવાની ક્ષમતા હોય છે.આ સિવાય તેમાં ફાઈબર પણ જોવા મળે છે,જે હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે.