એકથી વધારે ખાતાધારકો માટે છે આ નિયમ, જાણો શું કરવાથી થશે ફાયદો

બેંકમાં ખાતુ ખોલાવવું આજના સમયની જરૂરિયાત છે. બેંક ખાતા વગર તમે નાણાની લેવડદેવડ કરી શકતા નથી. કેન્દ્ર સરકારે જનધન યોજના ખોલીને કરોડો લોકોના ખાતા ખોલાવ્યા અને જ્યાં બેંક નહોતી ત્યાં પણ બેંકની સુવિધા આપી. અનેક લોકો એક જ ખાતા રાખે છે પરંતુ એવા પણ લોકો છે, જેમના એકથી વધુ બેંક એકાઉન્ટ હોય છે. જો તમારા કેસમાં પણ આવું છે તો તમે તરત જ આ કામ કરી લો તે જરૂરી છે. બિનજરૂરી ખાતા બંધ કરી દેશો તો તમે બિનજરૂરી બેંકના ચાર્જમાંથી પણ બચી જશો. તો જાણો તમારે શું કરવાનું રહેશે.

આટલા ચાર્જ સાથે કરાવી શકાય છે એકાઉન્ટ ક્લોઝ

image source

ખાતું ખોલવાના 14 દિવસની અંદર ખાતું બંધ કરવા માટે બેંકો કોઈપણ પ્રકારનો ચાર્જ લેતી નથી. જો તમે ખાતું ખોલ્યાના 14 દિવસ પછી અને તે એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં બંધ કરો છો, તો તમારે એકાઉન્ટ બંધ ચાર્જ ચૂકવવો પડી શકે છે. સામાન્ય રીતે એક વર્ષ કરતા વધુ જૂનું ખાતું બંધ થવા પર બેંક કોઈ ચાર્જ વસુલતી નથી.

તમારે શું પાછું આપવાનું રહેશે

બેંક તમને બેંકના ન વપરાયેલ ચેકબુક અને ડેબિટ કાર્ડ ફોર્મની સાથે જમા કરવા માટે કહેશે.

એવું કોઈ ખાતું હોય, જેનો તમે ઉપયોગ ના કરતા હોવ

image source

જો તમારે ઘણાં ખાતા હોવ અને એમાંથી એક ખાતાનો ઉપયોગ ના કરતા હોવ તો આ ખાતું બંધ કરી દેવું. આથી બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની જંજટમાંથી બચી જવાશે. જ્યારે બેંક એકાઉન્ટ બંધ કરાવો તો તેની સાથે જોડાયેલા ઈન્સ્યોરન્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડને પણ બંધ કરાવી દેવા.

સેલરી એકાઉન્ટ

image source

સેલરી એકાઉન્ટ દરેક એમ્પ્લોઈ માટે જરૂરી છે. જોકે, તમારા સેલરી એકાઉન્ટમાં ત્રણ મહિનાથી વધુ સેલરી જમા ના થાય તો તે સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ થાય છે. સેવિંગ તથા સેલરી એકાઉન્ટના અલગ નિયમ છે. સેલરી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ હોતું નથી પરંતુ સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે, નહીંતર દંડની રકમ ભરવી પડશે.

તમારા ખાતામાં રૂપિયા છે તો તેનું શું થશે

image source

ખાતામાં પડેલા પૈસા રોકડમાં ફક્ત 20,000 રૂપિયા સુધી ચૂકવી શકાય છે. તમારી પાસે આ પૈસા તમારા અન્ય બેંક એકાઉન્ટમાં સ્થાનાંતરિત કરવાનો પણ વિકલ્પ છે.

લોન લેતા સમયે નિષ્ક્રિય ખાતાને કારણે મુશ્કેલી પડે છે

જો તમે હોમ લેવા ઈચ્છો છો તો તમારે સિબિલ સ્કોર બતાવવો પડે છે અને જો તમારું એક પણ એકાઉન્ટ નિષ્ક્રિય હોય તો તમારે તેની માહિતી આપવી પડે છે. જો તેમાં બેલેન્સ ના હોય તો લોન લેવા પર અસર પડે છે.

બિનજરૂરી ખાતા કેવી રીતે બંધ કરવા

image source

બેંક જઈને એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ભરીને ડી લિકિંગ ફોર્મ પણ ભરવું પડે છે. બેંક એકાઉન્ટ જોઈન્ટ હોય તો બંને ખાતેધારકોના સિગ્નેચરની જરૂર પડે છે. તમારી પાસે તે બેંક એકાઉન્ટની ચેક બુક હોય તો તે જમા કરાવવી પડે છે.