80 વર્ષની ઉંમરના કુલી મુજીબુલ્લાએ મફતમાં મજૂરોનો સામાન ઉચકયો

પોતાના જ લોકોના મેણા ટોણાને અવગણીને પોતાની બચતના પૈસાથી મંદિર- મસ્જિદને સેનેટાઈઝ કરી રહી છે ઉઝ્મા, 80 વર્ષની ઉંમરના કુલી મુજીબુલ્લાએ મફતમાં મજૂરોનો સામાન ઉચકયો

કોરોના સંકટમાં જ્યાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે એવામાં જરૂરિયાત વાળા લોકોની મદદ માટે ઘણા ચહેરાઓ પણ સામે આવતા જોવા મળ્યા છે.અને આનંદની વાત એ છે કે આ લોકોએ જાતિ-ધર્મને બાજુમાં મુકીને કોમી એકતાનો દાખલો પૂરો પાડ્યો છે. લખનઉની સઈદ ઉઝ્મા પરવીન અને કુલી મુજીબુલ્લાની કહાની પણ કંઈક આવી જ છે.

IMAGE SOURCE

શરીરની એકલવાયી કાથી ધરાવતી ઉજ્મા રોજ પીઠ પર 20 લીટર વાળું સેનેટયુઝર સ્પ્રેયર લગાવીને જૂના લખનઉની એવી ગલીઓમાં નીકળી પડી છે જ્યાં નગર નિગમની ટીમ પણ જવા રાજી નથી. ઉઝ્માએ આ કામ કરવામાં ન તો ધર્મનો ભેદભાવ રાખ્યો ના કોઈજાતનાઊંચ નીચનો ભેદ ભાવ રાખ્યો હતો.

44 દિવસમાં ઉજ્માએ લખનઉના 20 મંદિર, 8-10 મસ્જિદ, પાંચ ગુરુદ્વારા સહિત આવા 20 વિસ્તારને સેનેટાઈઝ કરવાનું કામ કર્યું છે. અને આ કામ કરતી વખતે તેને પોતાના ઘરના લોકોએ જ મેણા ટોણા માર્યા હતા પરંતુ તેને તમામ વાતોની પરવાહ કર્યા વિના બસ પોતાના કામ પર જ ધ્યાન આપ્યું હતું.

આ પહેલા પણ ઉઝ્મા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ અંગે સમાચારોમાં ચર્ચામાં રહી હતી. તેને ઘંટાઘરમાં ‘ઝાંસીની રાની’ પણ કહેવામાં આવી હતી. બીજી બાજુ ચારબાગ રેલવે સ્ટેશન પર કુલી મુજીબુલ્લાએ મજૂરોનો એક પણ પૈસો લીધા વગર સામાન ઉપાડી રહ્યા હતા.

IMAGE SOURCE

કહાની ઉઝમાંની-

ઉઝમાંએ જૂના લખનઉની ગલીઓને સેનેટાઈઝ કરવા માટે 4 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.

ઉઝ્માએ જણાવ્યું હતું કે, લખનઉમાં ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં સરકારી વ્યવસ્થા પહોંચાડવામાં મુશ્કેલી પડે એમ છે. કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં મને લાગ્યું કે મારાથી જે થઈ શકે એવું હોય એ મારે કરવું જોઈએ. અને એટલા માટે મેં આ કામ કરવાનું શરૂ કર્યું.

ઉઝમાએ આગળ જણાવ્યું કે “હું દિવસમાં લગભગ બેથી ચાર કલાકનો સમય આ કામ માટે ફાળવું છું. મેં પહેલા જ દિવસે ફૈજુલ્લાંગજમાં આવેલા સીતા-રામ મંદિરને સેનેટાઈઝ કરીને મારા કામની શરૂઆત કરી હતી. આ કામ કરતી વખતે લોકોએ ઘણા મેણા ટોણા માર્યા કે એક સ્ત્રી આ કામ નહીં કરી શકે, બે ત્રણ દિવસ પછી બધું પતી જશે. પરંતુ હવે એમાંના જ અમુક લોકોના ફોન આવે છે કે મારી કોઈ મદદ જોઈએ તો મને કહેજો”

IMAGE SOURCE

ઉઝ્મા સેનેતાઇઝિંગનું આ કામ છેલ્લી 26 એપ્રિલથી કરી રહી છે. અત્યાર સુધી તેને લખનઉના 20થી વધારે વિસ્તારને સેનેટાઈઝ કર્યા છે. જ્યાં નગર નિગમની ટીમ નથી પહોંચી શકી ત્યાં જઈને ઉઝમાએ આ કામ હાથ ધર્યું છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ફૈજુલ્લાગંજ, બાલાગંજ, કેમ્પલ રોડ, જામા મસ્જિદ, ખદરા, સહાદતગંજ, મંસૂર નગર, વિસ્તારમાં જાતે જઈને સેનેટાઈઝ કરે છે.

ઉઝમાએ કેમિકલ અને સ્પ્રેયર મશીન જાતે ખરીદ્યુ છે

ઉઝ્માએ જણાવ્યું કે, “જુદા જુદા વિસ્તારોને સેનેટાઈઝ કરવા માટે સ્પ્રેયર મશીનથી માંડી કેમિકલ બધું જ મેં પોતાના ખર્ચે ખરીદ્યુ છે. અને એ માટે મેં મારા બાળકોના ગલ્લા પણ તોડી નાખ્યા હતા. પરિવારના સભ્યોએ પણ એ માટે મને થોડી મદદ કરી હતી.”

IMAGE SOURCE

ઉઝમાએ આગળ જણાવ્યું કે “લોકડાઉનના પહેલા દિવસથી અત્યાર સુધીમાં મારે ચાર લાખથી વધારે પૈસા સેનેટાઇઝિંગની કામગીરી પાછળ ખર્ચાઈ ચુક્યા છે. પણ જ્યારે લોકોએ મારા કામ વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું તો એ લોકો મને આર્થિક મદદ કરવા લાગ્યા. હું જ્યારે પણ કોઈ જગ્યા એ સેનેટાઈઝ કરવા માટે જાઉ છું તો એવું ક્યારે નથી વિચારતી કે અહીંયા કયા ધર્મના લોકો રહેતા હશે. મારા મનમાં માત્ર ને માત્ર મારા દેશની તસવીર છપાયેલી હોય છે. અને મારા દેશને સુરક્ષિત રાખવો એ મારી ફરજ છે.”

પતિ ટ્રાવેલનો બિઝનેસ કરે છે, બે બાળકોની માતા છે ઉઝ્મા

સઆદતગંજમાં રહેતી ઉઝ્મા પરવીન પોતે ગ્રેજ્યુએટ છે. તેનો પતિ સૈફુલ હુસૈન પહેલાં સાઉદીમાં રહેતો હતો પરંતુ હવે લખનઉમાં રહીને ટ્રાવેલ એજન્સીનું કામ કરે છે. તેમના બે બાળકો છે , જેના નામ છે વલીઉલ્લાહ અને વીર અબ્દુલ હમીદ. હમીદ અત્યારે કેજીમાં ભણે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે નાગરિકતા સંશોધન કાયદા વિશે લખનઉના ઘંટાઘર મેદાનમાં ધરણાં શરૂ થયા તેમાં પણ ઉઝ્મા સામેલ થઈ હતી.

IMAGE SOURCE

કહાની કુલી મુજીબુલ્લાની.

દેશમાં લોકડાઉન શરૂ થયું એ પહેલાં જ ટ્રેનો બંધ થઈ ગઈ હતી. અને તેના કારણે રેલવે સ્ટેશન પર બધા જ કુલી બેરોજગાર થઈ ગયા છે. અને એમાં ચારબાગ રેલવે સ્ટેશન પર 16 નંબરનો બિલ્લો લગાવીને કામ કરનાર 80 વર્ષના મજીબુલ્લા પણ સામેલ છે. પરંતુ જ્યારે 3 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની શરૂઆત થઈ તો મજીબુલ્લા મજૂરોની મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે આખા દિવસ સુધી મજૂરોનો સામાન ફ્રીમાં ઉઠાવી આપ્યો હતો. આ કામ માટે તેમણે જાતિ-ધર્મનો કોઈ ભેદભાવ ન કર્યો.

પ્રિયંકા ગાંધીએ કર્યા આ કામના વખાણ

IMAGE SOURCE

કુલી મજીબુલ્લા જણાવે છે કે, “હું 50 વર્ષથી ચારબાદ સ્ટેશન પર કુલીનું કામ કરી રહ્યો છું . પહેલાં પણ હું કોઈ ગરીબ અથવા જરૂરિયાતવાળું હોય તો તેનો સામાન ફ્રીમાં ઉઠાવી આપતો હતો. પરંતુ કોરોનાના આ સંકટ સમયમાં સૌથી વધારે તકલીફ મજૂરોને પડી છે. તેમની પાસે એટલા પૈસા નથી હોતા કે તેઓ મને આપી શકે. તેથી એમની તો જેટલી મદદ કરી શકાય એટલી ઓછી છે. અને એટલે જ મેં તેમનો સામાન ફ્રીમાં ઉપાડી આપ્યો.” મજીબુલ્લા પાંચેય ટાઈમ નિયમિત રીતે નમાઝ કરે છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચિઠ્ઠી લખીને તેમના કામના વખાણ કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.