81 વર્ષની વયે આ ક્રિકેટરને મળ્યો ટેસ્ટ ક્રિકેટરનો દરજ્જો, વાંચો શું છે આખી બાબત…

સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ પણ ખીલાડીને પોતાના દ્વારા રમાતી પ્રથમ ટેસ્ટ મેચ સાથે જ એમને ટેસ્ટ ક્રિકેટર તરીકેનો દરજ્જો આપોઆપ જ મળી જતો હોય છે. જો કે હાલમાં તો કોઈ પણ ક્રિકેટરની પ્રથમ ટેસ્ટ મેચમાં જ એને ટેસ્ટ કેપ આપીને એનું ટેસ્ટ ક્રિકેટર તરીકે સન્માન કરવામાં આવે છે. પણ ઈંગ્લેન્ડમાં એક એવા ક્રિકેટર પણ છે, જેમને ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા હોવા છતાં આજ દિન સુધી ટેસ્ટ ક્રિકેટર તરીકેનો દરજ્જો મળ્યો ન હતો. આજે જયારે એમની ઉમર ૮૧ વર્ષની છે, ત્યારે પ્રથમ ટેસ્ટ રમ્યાના લગભગ ૫૦ વર્ષ પછી આજે એમને ટેસ્ટ ક્રિકેટર તરીકેનો દરજ્જો ફરીથી આપવામાં આવ્યો છે.

image source

ICC દ્વારા મેચને સત્તાવાર માન્યતા આપવાનો ઇનકાર

આજે આપણે વાત કરી રહ્યા છીએ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખિલાડી રહી ચુકેલા એલન જોન્સની. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૭૦માં ઇંગ્લેન્ડ અને રેસ્ટ ઓફ વર્લ્ડ ઈલેવન વચ્ચે એક ટેસ્ટ સીરીઝ રમાઈ હતી. આ ક્રિકેટને ત્યારે પણ સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી. પરિણામે

image source

એલન જોન્સ પણ ટેસ્ટ ક્રિકેટર બની ગયા હતા, પણ રેસ્ટ ઓફ વર્લ્ડ ઇલેવનમાં કેટલાક સાઉથ આફ્રિકાના ખેલાડી આ રમતમાં રમ્યા હતા. જો કે એ સમયગાળામાં સાઉથ આફ્રિકા સામે પ્રતિબંધ હોવાથી પાછળથી આઈસીસીએ એ મેચને સત્તાવાર માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

1972માં ટેસ્ટ ક્રિકેટરનો દરજ્જો છીનવાઈ ગયો

image source

આપને જણાવી દઈએ કે જે મેચમાં એલન જોન્સ રમ્યા હતા એ મેચને ત્યારે સાઉથ આફ્રિકા સામે પ્રતિબંધ હોવાથી આઇસીસીએ મેચને સત્તાવાર માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો. પરિણામે વર્ષ 1972માં એલન જોન્સ પાસેથી ટેસ્ટ ક્રિકેટર તરીકેનો દરજ્જો પણ છીનવાઈ ગયો હતો. જો કે હવે ફરીથી એ મેચને આઇસીસીએ સત્તાવાર માન્યતા આપી દીધી છે. આ માન્યતા સાથે જ એમણે એલન જોન્સને પણ ટેસ્ટ ક્રિકેટર તરીકે ગણ્યા છે.

એલન જોન્સને ૫૦ વર્ષ સન્માન પાછું અપાયું

image source

આપને જણાવી દઈએ કે આઈસીસીના આ નિર્ણયથી જે એલન જોન્સ 48 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટર ગણાતા ન હતા એમને પણ હવે ટેસ્ટ ક્રિકેટર તરીકેનો દરજ્જો પાછો મળ્યો છે. જો કે કોરોના વાયરસને કારણે લોકડાઉન હોવાથી જોન્સને કેપ એનાયત કરવાનો કાર્યક્રમ વીડિયો લિંક દ્વારા યોજવામાં આવ્યો હતો.

image source

આમ હવે એલન જોન્સ પણ ટેસ્ટ ક્રિકેટર બની ગયા છે. આ સમયે એલન જોન્સે કેપ મેળવ્યા પછી એમણે કેપ પહેરીને એક કોમેન્ટ કરી હતી કે કેપ તો બરાબર ફિટ બેસે છે, પણ હવે તો હું હેલમેટની રાહ જોઈ રહ્યો છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.