જાણો આ ક્રિકેટરને એવુ તો શું થયુ હતુ કે જાતે ગોળી મારીને કરી લીધી હતી આત્મહત્યા?

જાણો એવા ક્રિકેટરનો અદભૂત રેકોર્ડ, જેણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે

image source

ઓસ્ટ્રેલિયામાં જન્મેલા આ ઓલરાઉન્ડરે 41 વર્ષની વયે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. જો કે આજે પણ ટ્રોટની રોમાંચક સિદ્ધિઓ તમને આશ્ચર્ય ચકિત કરી શકે છે.

– આલ્બર્ટ ટ્રોટની કારકિર્દીના મોટા કારનામાં

– બોલ અને બેટ બંને વડે એમણે કર્યું છે અદભુત પ્રદર્શન

વર્તમાન સમયમાં આલ્બર્ટ ટ્રોટનું નામ ભલે તમને સાવ અજાણ્યું લાગતું હોય, પણ આ ક્રિકેટરના નામ પર તમને ચોંકાવનારા કેટલાય રેકોર્ડ જોવા મળી જશે. આશ્ચર્યની વાત તો એ છે કે, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા આ ઓલરાઉન્ડર ક્રિકેટરે 41 વર્ષની વયે પોતાને જ ગોળી મારીને હત્યા (આત્મહત્યા) કરી દીધી હતી. છેલ્લા દિવસોમાં તેઓ બીમાર પણ હતા. તેમ છતાં એમનું નામ આજે પણ ક્રિકેટ જગતમાં જાણીતું છે, એમના નામે આજે પણ કેટલાક વિશ્વ રેકોર્ડ યથાવત છે.

image source

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેંડ બંને માટે ટેસ્ટ ક્રિકેટમાં યોગદાન :

એક પ્રકારે જાદુગર સમાન ગણાતા ક્રિકેટર આલ્બર્ટ ટ્રોટનું ટેસ્ટ ક્રિકેટ કેરિયર માત્ર પાંચ જ મેચનું છે. આ નાનકડી કારકિર્દીમાં પણ એમણે એક નહિ પણ બે દેશ માટે પોતાનું યોગદાન આપ્યું છે. આલ્બર્ટ ટ્રોટ ઓસ્ટ્રેલીયા માટે ૩ ટેસ્ટ મેચ અને ઇંગ્લેન્ડ માટે ૨ ટેસ્ટ મેચ રમ્યા છે. ટ્રોટે વર્ષ 1895માં ઇંગ્લેન્ડ સામે પોતાની કારકિર્દીની પ્રથમ ક્રિકેટ રમી હતી.

ડેબ્યુ ટેસ્ટ મેચમાં એક જ ઈનિંગમાં ૮ વિકેટ લેનાર પહેલા બોલર

image source

કોઈ પણ મેચમાં એક, બે, ત્રણ અથવા વધુમાં વધુ ચાર વિકેટ વિશે તમે સાંભળ્યું હશે. પણ આલ્બર્ટ ટ્રોટ એવા ખેલાડી છે જેમણે પોતાની ડેબ્યું ટેસ્ટ મેચમાં માત્ર એક જ ઈનિંગમાં ૮ વિકેટ ખેરવી લીધી હતી. જો કે ત્યારબાદ એવા ૮ અન્ય બોલર પણ થયા છે જેમણે ડેબ્યુ ટેસ્ટમાં એક ઈનિંગમાં ૮ વિકેટ લીધી છે. પણ તેમ છતા, ઓછા રન આપીને ૮ વિકેટ લેનાર તરીકેનો રેકોર્ડ આજે પણ જમણા હાથે બોલિંગ કરનાર ધીમા બોલર ટ્રોટના નામ પર બોલે છે. આ લીસ્ટમાં એ તમે જોઈ શકો છો…

ટોપ -3: ડેબ્યુ ટેસ્ટ – એક ઇનિંગમાં ઓછા રન આપીને 8 વિકેટ લેનાર

image source

1. આલ્બર્ટ ટ્રોટ (ઓસ્ટ્રેલિયા): 27 ઓવર, 10 મેડન્સ, 43 રન, 8 વિકેટ, 1895 (ઇંગ્લેન્ડ સામે – એડિલેડ)

2. બોબ મેસી (ઓસ્ટ્રેલિયા): 27.2 ઓવર, 9 મેડન્સ, 53 રન, 8 વિકેટ, 1972 (ઈંગ્લેન્ડ સામે – લોર્ડ્સ)

3. નરેન્દ્ર હિરવાણી (ભારત): 18.3 ઓવર, 3 મેડન્સ, 61 રન, 8 વિકેટ, 1988 (વેસ્ટ ઇન્ડીઝ સામે – ચેન્નાઈ)

આલ્બર્ટ ટ્રોટ : ઓસ્ટ્રેલીયા છોડીને ઇંગ્લેન્ડ શા માટે…

image source

કહેવાય છે કે ટ્રોટ યોગ્યતા હોવા છતાં ટીમમાં પોતાની અવગણના ન સહી શક્યા અને એમણે ઈગ્લેન્ડમાં જોડાઈ જવાનું નક્કી કર્યું. ઓસ્ટ્રેલિયા તરફથી આલ્બર્ટ ટ્રોટે ત્રણ ટેસ્ટમાં 102.50ની સરેરાશથી રન કર્યા હતા. તેમ છતાં ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ એમની રમતને મહત્વ આપ્યું ન હતું અને 1896ના પ્રવાસ માટે એમને પસંદ પણ કર્યો ન હતા. તેમ છતાં ટ્રોટ હિંમત હાર્યા નહીં અને તે પોતાના જ ખર્ચે ઇંગ્લેન્ડ પહોચી ગયા. જ્યાં તેમને કાઉન્ટી ક્રિકેટમાં મિડલસેક્સ તરફથી રમવાનો અવસર મળી ગયો. આ પછી જ 1899માં ટ્રોટે ઇંગ્લેન્ડ તરફથી દક્ષિણ આફ્રિકામાં 2 ટેસ્ટ મેચ રમી.

એક માત્ર ક્રિકેટર જેણે લોર્ડ્સના મેદાનમાં સૌથી મોટી સિક્સર લગાવી હતી.

image source

1899માં, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ પર આવી ત્યારે ટ્રોટે મોટો વિસ્ફોટ કર્યો હતો. હકીકતમાં, 31 જુલાઇના દિવસે એમસીસી અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલ મેચમાં ટ્રોટે ઓસ્ટ્રેલીયાના મોન્ટી નોબલના બોલ પર એવો છગ્ગો ફટકાર્યો હતો કે ઇતિહાસ રચાઈ ગયો. આજે પણ ટ્રોટ લોર્ડસના પેવેલિયનની ઉપરથી 120 મીટર લાંબો છક્કો લગાવનાર એકમાત્ર ખેલાડી છે.

બેવડી હેટ્રિકનો રેકોર્ડ : ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની એક જ પારીમાં

1892–1910 દરમિયાન ટ્રોટે પ્રથમ વર્ગની 375 મેચ રમી હતી. આ દરમિયાન વિક્ટોરિયા અને મિડલસેક્સ તેની ટીમો હતી. એમણે 21.09ની સરેરાશથી 1674 વિકેટ લીધી હતી. મિડલસેક્સે 1907માં ટ્રોટનો બેનિફિટ મેચ કર્યો, લોર્ડ્સમાં સમરસેટ સામે ટ્રોટનું ચમત્કારિક પ્રદર્શન આજે પણ આશ્ચર્યજનક ગણવામાં આવે છે. હકીકતમાં, ટ્રોટ એ પ્રથમ વર્ગની એક જ ઇનિંગમાં બે વાર હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો.

image source

– મેચના ત્રીજા દિવસે સમરસેટને જીતવા માટે 264 રનની જરૂર હતી. અપેક્ષા એવી રાખવામાં આવી હતી કે આ બેનિફિટ મેચના અંતિમ દિવસે બપોર પછી દર્શકો એકઠા થશે. પરંતુ તે મેચ ટ્રોટની એક પછી એક એમ બે હેટ્રિકના કારણે બહુ ઝડપથી સમાપ્ત થઈ ગઈ. ટ્રોટ માટે પૈસા એકઠા કરી શકાયા નહીં. એટલે કે, ટ્રોટે પોતાનું જ નુકશાન કરી નાંખ્યુ હતું.

– થયું એવું કે સમરસેટની ટીમે લક્ષ્યને પૂર્ણ કરવા 77/2 રન બનાવ્યા હતા. ટ્રોટે હેટ્રિક લીધી અને તેનો સ્કોર 77/6 રહી ગયો હતો. આ પછી સ્કોર 97/7 રન હતો, ત્યારે ફરી એક વાર ટ્રોટે હેટ્રિક લીધી અને આખી ટીમને ઓલઆઉટ કરી દીધી. ટ્રોટનું બોલિંગ વિશ્લેષણ એ વખતે 8-2-20-7 રહ્યું હતું.

રસપ્રદ તથ્યો

image source

આલ્બર્ટ ટ્રોટ પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના દાવમાં બે હેટ્રિક લેવાનું કામ જોગિન્દર રાવે કર્યું. 1963-64 માં ઉત્તરી પંજાબ સામેની અમૃતસરમાં એમણે પોતાની બીજી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સેના વતી રમતા જોગીન્દરે દિલ્હીમાં જમ્મુ-કશ્મીરની વિરુદ્ધ ડેબ્યુમાં પણ હેટ્રિક લીધી હતી.

માંદગી પછી તેઓ હતાશામાં સરી ગયા અને આત્મહત્યા કરી

ટ્રોટ પહેલાથી જ ટેસ્ટ રમવા માટેની રેસમાંથી બહાર નીકળી ગયો હતો. 1910માં એમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી પણ પોતાને દૂર રાખ્યા અને અમ્પાયરિંગમાં હાથ અજમાવ્યો. આ દરમિયાન તેઓ ડ્રોપ્સી (જલોદર – પેટમાં પાણી ભરવું) નામના રોગનો ભોગ બન્યા. બીમારીના કારણે તેમણે ધીરે ધીરે વધુને વધુ દારૂ પીવા લાગ્યા. આ પછી તેઓ સતત હતાશામાં રહેતા હતા. છેલ્લે 30 જુલાઈ 1914ના રોજ ટ્રોટે પિસ્તોલથી પોતાને જ ગોળી મારી દીધી.

Source : AajTak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.