29 વર્ષથી એક ટાપુ પર એકલો રહે છે આ શખ્સ, કારણ છે ચોંકાવનારું…

દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે, જે એકલા રહેવાના નામ પર ઘબરાવા લાગે છે, તો કેટલાકને ભીડથી પણ ડર લાગે છે. કેટલાક લોકો પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકોને પોતાની પ્રાઈવસીમાં દખલ કરે તે ગમતું નથી અને તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. એકલા એટલે કે તમે ઘરમાં તો એકલા જ રહો છો, પરંતુ જરા વિચારો કે તમને ઘોર જંગલમાં કે પહાડોની વચ્ચે એકલા છોડી દેવામાં આવે તો શું થાય. ડરને કારણે તમારી તબિયત બગડવા લાગશે.

આ દુનિયામાં એક વ્યક્તિ એવી છે, જેને એકલું રહેવું બહુ જ પસંદ છે, તે છેલ્લા કેટલાય વર્ષોથી વિરાન ટાપુ પર એકલો જ રહે છે. દુનિયાની તમામ તકલીફો, ચહલપહલથી દૂર થઈને આ વ્યક્તિ એકલો રહે છે અને તે પોતાની એકલતાથી જ ખુશ છે. થોડા સમય પહેલા જ આ વ્યક્તિની તસવીરો દુનિયા સામે આવી છે. તો આજે તેના વિશે જાણીએ.

image source

એકલતાની પસંદ કરનારા આ વ્યક્તિનું નામ છે Mauro Morandi અને તે ઈટાલીનો રહેવાસી છે. તે વર્ષ 1989માં આ ટાપુ પર રહેવા આવ્યા હતા. આ ટાપનું નામ છે Isle of Budelli.

Mauro Morandi ત્યારથી અત્યાર સુધી આ ટાપુ પર એકલા રહે છે. જોકે વર્ષમાં એક-બે વાર તે પોતાના પરિવારને મળવા પોતાના ઘરે જાય છે. વચ્ચે વચ્ચે ક્યારેક તેમની ગર્લફ્રેન્ડ પણ તેમને મળવા આવતી હતી, પંરતુ ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ થવાને કારણે હવે તેણે પણ અહી આવવાનું છોડી દીધું છે.

image source

Mauro Morandi જણાવે છે કે, તે વર્ષો પહેલા એકાંતની શોધમાં અહી આવ્યા હતા, તેના બાદ તેમને અહીંથી જવાનું મન ન થયું અને તે અહીંના જ થઈ ગયા. કોઈને એકલતા ગમે તો તે આખી દુનિયાથી અલગ થઈને પોતાની દુનિયા વસાવે છે. ખરેખર આ આશ્ચર્ય પમાડે તેવી બાબત છે.

અહીં તેઓ એકલા હોય છે, તેથી પોતાના ભોજનની વ્યવસ્થા જાતે જ કરે છે. વર્ષમાં એકવાર ઘરે જઈને વર્ષ સુધી ચાલે તેવી ખાવા-પીવાની વસ્તુઓ લઈ આવે છે. આ ટાપુ પર ખાલી સમયમાં તેઓ ફોટોગ્રાફી કરે છે.

image source

પોતાનો મોટાભાગનો સમય તેઓ પુસ્તકો વાંચીને વિતાવે છે. પુસ્તકો વાંચવાથી તેમને એકલતાનો અહેસાસ ક્યારેય નથી થતો. થોડા સમયથી તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે.

ઈટલીની સરકારે હવે આ આઈલેન્ડને La Maddalena National Parkનો હિસ્સો ગણાવ્યો છે, જેથી અહીં જલ્દી જ મુસાફરોને મોકલી શકાશે. તેથી સરકારે આ સ્થળ પર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તેથી તેના સહારે Mauro Morandi બાકી દુનિયાથી જોડાયેલા રહે છે અને પોતાની નાનકડી દુનિયાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Italy's 'Robinson Crusoe' vows to fight eviction from idyllic ...
image source

હવે તો તેમને ડર સતાવવા લાગ્યો છે કે, તેમનો આ ટાપુ તેમનાથી છીનવાઈ જશે અને તેમને અહીંથી હાંકી મૂકાશે. જોકે, સોશિયલ મીડિયા પર આવ્યા બાદ Mauro Morandi બહુ જ ફેમસ થઈ ગયા છે અને લોકો હવે આ ટાપુ પર ફરવા આવ્યા લાગ્યા. જેમાંથી મોટાભાગના લોકો તો Mauro Morandiને જોવા જ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.