આણંદના અલ્પાબહેનને ઘણી ખમ્મા , 7 વર્ષથી બિનવારસી મૃતદેહોને આપી રહ્યા છે અગ્નિસંસ્કાર, આંકડો જોઈને ચોંકી જશો

ઘણી વાર એવી ઘટના ઘટતી હોય કે જે આપણી વિચાર શ્રેણીની બહારની ઘટના હોય છે. સમાજ જેને વર્ષોથી જોતો આવ્યો હોય અથવા તો સમાજ વર્ષોથી એક જ વિચાર તરફ વિચારતો હોય અને તેનાથી કંઈક અલગ ઘટના આંખ સામે જોવે તો સામાન્ય રીતે તેને ઝાટકો લાગવાનો છે. તો એવું જ કંઈક બન્યું છે હાલમાં કે જેના વિશે તમારે ખરેખર જાણવું જોઈએ. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે મૃતદેહને અગ્નિદાહ આપવાનું કામ પુરુષ હસ્તક હોય છે, પરંતુ ભાદરણનાં અલ્પાબેન પટેલ છેલ્લાં 7 વર્ષથી અનોખી સેવાની ધૂણી ધખાવીને બેઠાં છે.

image source

આ બહેનનું કામ જ કંઈક હટકે છે. તે જિલ્લામાં રસ્તે રઝડતા ભિખારીઓને શોધીને તેમને સ્નાન કરાવીને જમાડવા સહિતની વ્યવસ્થા કરીને જઠરાગ્નિ ઠારતાં આવ્યા છે. એ દરમિયાન કેટલાક ભિખારીઓનાં મૃત્યુ થતાં તો તેમના મૃતદેહ રસ્તે રઝડતા હતા. તેમની અંતિમવિધિ એક સપ્તાહ સુધી થતી ન હતી, આથી અલ્પાબેને 2014માં રસ્તે રઝડતા બિનવારસી મૃતદેહના અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી. કોઇ મૃતદેહ બિનવારસી પડયો હોવાની જણ થતાં તેઓ પોતાની ટીમ સાથે પહોંચી જઇને મૃતદેહને જે-તે ગામના સ્માશાનમાં લઇ જઇને અગ્નિદાહ આપતાં હતાં. ઉલ્લેખનીય છે કે અલ્પાબેન છેલ્લાં 7 વર્ષથી બિનવારસી મૃતદેહોના અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય કરે છે.

image source

જો તેમના કામની કુલ વાત કરવા જઈએ તો અત્યાર સુધીમાં અલ્પાબહેને કુલ 311 મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા છે. આણંદ જિલ્લામાં મળી આવતી અજાણી વ્યક્તિઓના મૃતદેહને પોલીસ કાર્યવાહી બાદ અલ્પાબેન સ્વીકારીને પૂરી વિધિ અને સન્માન સાથે અંતિમસંસ્કાર કરે છે. એટલું જ નહીં, અસ્થિ વિસર્જન પણ સન્માન સાથે કરે છે. આ તમામ કાર્યમાં અલ્પાબેન પટેલ સાથે સહયોગમાં દાતાઓ અને અન્ય સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. પોલીસે કે રેલવે પોલીસને મળેલા બિનવારસી મૃતદેહ પણ તેઓ સ્વીકારીને સન્માન સાથે અંતિમસંસ્કાર કરતાં હતાં, જેથી પોલીસ તંત્રને રાહત થઇ હતી, સાથે સાથે ગામના લોકોની વાંચન શકિત વધે એ માટે પુસ્તકાલય ખોલવાનું ભગીરથ કામ પણ તેમણે કર્યુ છે. તેમજ મહિલાઓની રુચિ પ્રમાણે સિવણકામ, ભરતકામ, બ્યુટિપાર્લર, બેકરી, પેઇન્ટિંગ કે અન્ય વ્યવસાયની તાલીમ આપીને તેમને સ્વનિર્ભર બનાવે છે. જે મહિલા નિરક્ષર હોય તો તેને પ્રથમ લખતા વાંચતાં શીખવાડે છે. તેઓ મહિલાઓને વ્યાવસાયિક તાલીમ આપીને પગભર બનાવવામાં મદદ કરે છે.

image source

આ સાથે જ બહેને રસ્તે રઝડતાં નિરાધાર મહિલાઓ, વૃદ્ધો સહિત 150 લોકોને આશ્રય આપીને તેઓ સેવા કરે છે. નાની ઉંમરે માનવસેવાને સાચી સેવાના સૂત્રને સાર્થક કરવા માટે અલ્પાબેને રાતદિવસ મહેનત કરી રહ્યાં છે. વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવે છે. અત્યારસુધીમાં આણંદ જિલ્લામાં 2.35 લાખ જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યાં છે તેમજ ગામડાંમાં પીપળવન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આર્થિક પછાત વર્ગનાં 27 બાળકોને ભણાવીને જીવનનો નવો રાહ ચીંધ્યો છે.

image source

બિનવારસી મૃતદેહો હોય કે રસ્તા પર રઝળતી નિરાધાર વ્યક્તિઓ, ત્યકતા હોય કે વિધવા મહિલાઓ, તરછોડાયેલા અસ્થિર મગજના લોકોનો એકમાત્ર સહારો તેઓ છે તેમજ આર્થિક પછાત વર્ગના 27થી વધુ બાળકોને પોતે ભણાવે છે. આ સિવાય વાત કરવામાં આવે તો હાલમાં ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને દરેક ગામડામાં પીપળવન અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત પીપળવન બનાવવા ઈચ્છતા ગામને સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.