એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરતાં પહેલા થઇ જજો સાવધાન, નહિં તો બની જશો આ ગંભીર બીમારીઓનો ભોગ

રેસ્ટોરાંથી ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં પણ તમારી થાળીમાં ગરમાગરમ ભોજન મળી રહે તે માટે એલ્યુમિનિયમ કોટેડ બોક્સ અને ફોઈલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ તમારી કેટલાક પળોની મજા કાયમી સજા બની શકે છે. એલ્યુમિનિયમથી સ્વાસ્થ્યને
શા માટે નુક્સાન થાય છે, તેનાથી બચવા કેવી સાવચેતી રાખવી જોઈએ અને તે કેવા ગંભીર રોગોને નોતરું આપી શકે તે જાણવા માટે DivyaBhaskarએ અમદાવાદના ગેસ્ટ્રોએન્ટ્રોલિજિસ્ટ ડૉ. પ્રતિન ભટ્ટ સાથે વાત કરી.

image source

એલ્યુમિનિયમ એક એવી ધાતુ છે જેના વગરની દુનિયાની કલ્પના કરવી આજના જમાનામાં મુશ્કેલ છે. રસોઈનાં વાસણોથી લઈને ગગનચુંબી ઈમારતો અને ગંજાવર સ્ટીમર્સમાં આ ધાતુનો ઉપયોગ થતો હોય છે. બદલાતા ટ્રેન્ડમાં તેનો વધુ એક બહોળો પ્રયોગ થઈ રહ્યો છે, અને તે છે એલ્યુમિનિયમ ફોઈલ. અમસ્તા ટ્રાવેલમાં કે સ્કૂલનાં લંચ બોક્સ હોય કે પછી ઓફિસમાં ઘરેથી લવાતું ટિફિન, ભોજનને ગરમ રાખવા માટે તેને એલ્યુમિનિયમ ફોઈલમાં જ પૅક કરવામાં આવે છે. જો તમે પણ કડકડતી ઠંડીમાં ગરમ ભોજનની મજા માણવા માટે એલ્યુમિનિયમ ફોઈલ સાથે રી-હિટ કરીને લન્ચ કે ડિનર લો છો તો હવે તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. જી હા, જેમ દરેક સિક્કાની બે બાજી હોય છે તેમ એલ્યુમિનિયમના ફાયદા સાથે કેટલાક સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર નુક્સાન પણ છે.

image source

એલ્યુમિનિયમ અન્ય ધાતુ કરતાં વધારે તાપમાન ગ્રહણ કરે છે. એલ્યુમિનિયમ અને તાપમાન સાથેનો સંબંધ સમજાવતાં ડૉ. પ્રતિન ભટ્ટ જણાવે છે કે એલ્યુમિનિયમ વધુ તાપમાન શોષે છે. તેથી એલ્યુમિનિયમ ફોઈલ કે બોક્સમાં રાખેલું ભોજન રી-હિટ કરીએ તો તે જલ્દી ગરમ થઈ જાય છે, પરંતુ એલ્યુમિનિયમ ધીરે ધીરે લીક પણ થાય છે. તાપમાન વધતાં તેના કણો ધીરે ધીરે ભોજનમાં ભળતા જાય છે. આવો ખોરાક લેવાથી શરીરને નુકસાન પહોંચે છે.

image source

વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરતાં હવે નાનાં બાળકો સ્કૂલ ટાઈમથી જ ટિફિનમાં એલ્યુમિનિયમ ફોઈલમાં ફૂડ આઈટેમ્સ પેક કરી લઈ જાય છે. ડૉ. પ્રતિન કહે છે કે જો આ જ ટ્રેન્ડ રહ્યો તો આ પેઢીને આગળ જતાં અનેક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. તેનો લાંબા ગાળાનો પ્રયો વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

image source

કેટલાંક રિસર્ચ પ્રમાણે, એલ્યુમિનિયમ ફોઈલ સાથે રી-હિટ કરેલું ભોજન લેવાથી તેમાં સામાન્ય કરતાં 30થી 40 ટકા વધારે એલ્યુમિનિયમ શોષાઈ જાય છે. શરીરમાં એલ્યુમિનિયમ હોવું પણ જરૂરી છે. ઉંમર અને વજન પ્રમાણે તેની અલગ અલગ માત્રા નક્કી થતી હોય છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં 1mg/kgનું પ્રમાણ હોય તો તે સુરક્ષિત ગણાય છે. તેનાથી વધતી જતી માત્રા હાનિકારક કહી શકાય છે.

ઓવનનું તાપમાન અને જોખમ સાથે સીધો સંબંધ

image source

ડૉ. પ્રતિન​​​​​​​ જણાવે છે કે, વેસ્ટર્ન સ્ટડી પ્રમાણે જોવા મળ્યું કે જેટલા વધારે સમય સુધી ભોજન એલ્યુમિનિયમના સંપર્કમાં રહેશે એટલી વધારે માત્રામાં તેમાં એલ્યુમિનિયમ ભળવાના ચાન્સ છે. વેસ્ટર્નાઈઝ કોન્સેપ્ટ પ્રમાણે ફોઈલ સાથે ભોજન ઓવનમાં ગરમ કરવામાં આવતું હોય
છે. તેમાં ઓવનનું તાપમાન પણ મહત્ત્વનું પરિબળ છે. જો ઓવનનું તાપમાન 180 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હશે તો ભોજનમાં તેની માત્રા ઓછી હશે. એક રિસર્ચ પ્રમાણે, એલ્યુમિનિયમ ફોઈલ સાથે 20 મિનિટ સુધી 220 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો ઓવનમાં કોઈ ફૂડ આઈટેમ્ ગરમ કરી આરોગવામાં આવે તો તેનું રિસ્ક વધારે થઈ જાય છે.

અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન્સ ડિસીઝ જેવા રોગોની ભીતિ

વેસ્ટર્નાઈઝ કલ્ચરને ફોલો કરતા ટ્રેન્ડમાં એલ્યુમિનિયમ ફોઈલનો પ્રયોગ વધ્યો છે. તેનાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. ડૉ. પ્રતિન અલર્ટ કરતાં કહે છે કે બહોળા પ્રમાણમાં એલ્યુમિનિયમ ફોઈલના પ્રયોગથી અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન્સ ડિસીઝ જેવા રોગો થઈ શકે છે. મગજ પર તેની સીધી અસર થાય છે. કેટલાક કેસમાં તો બ્રેસ્ટ કેન્સર અને હાડકાંના રોગો પણ થઈ શકે છે. એલ્યુમિનિયમ બ્રેઈન સેલ અને બૉન મેરોમાં જમા થઈ જતું હોય છે, તેથી તે આપણી ન્યૂરોસિસ્ટમ બગાડી શકે છે. કિડની સંબંધિત બીમારી ધરાવતા લોકો માટે તે વધુ ઘાતક છે. કારણ કે તેમનામાં વધારાના એલ્યુમિનિયમનો નિકાલ થતો નથી.

image source

એસિડિક અને સ્પાઈસી ફૂડને એલ્યુમિનિયમ ફોઈલ કે પેકેટમાં રાખવાનું ટાળો એસિડિક ગુણ ધરાવતી આઈટેમ્સ જેમ કે કેટલીક ડેરી પ્રોડક્ટ્સ, સોડા, કેટલાંક બેવરેજીસ, અથાણાં સહિતની પ્રિઝર્વેટિવ્સવાળી વાનગીઓ, સ્વાદે ખાટાં ટામેટાં, લીંબુ પાણી, દ્રાક્ષ, નારંગી
જેવાં ફળ અને તેનો જ્યુસનો બને ત્યાં સુધી એલ્યુમિનિયમ ફોઈલના સાથે સંપર્ક ન થવા દો. આ આઈટેમ્સથી એલ્યુમિનિયમ વધારે માત્રામાં ખોરાકમાં ભળે છે. આ સાથે જ મરી, મસાલા ધરાવતી ફૂડ આઈટેમ્સનું સ્ટોરેજ પણ એલ્યુમિનિયમ કન્ટેનરમાં ન કરવું જોઈએ. જે ફૂડ
આઈટેમ્સમાં શુગર અર્થાત ખાંડનું પ્રમાણ વધારે હોય તેમાં એલ્યુમિનિયમ લીક થવાની સંભાવના ઓછી હોય છે.

એલ્યુમિનિયમ ફોઈલને બદલે કાચ અને સિરામિકની વસ્તુઓનો ઉપયોગ

image source

ડૉ. પ્રતિનની સલાહ અનુસાર જો તમે રી-હિટ માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરો છો તો તેના બદલે કાચ અને સિરામિકની વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. ઘરમાં વપરાતા વાસણમાં પણ ઓક્સિડાઇઝ મટિરિયલનું પડ ચડાવેલું હોય છે, જે તેને લીક થતું બચાવે છે.