લાફિંગ બુદ્ધાને હંમેશા રાખો આ દિશામાં, ઘરમાં થશે આવકનો ઢગલો, અને તમે બની જશો પૈસાદાર

દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે, તે પોતાના હાથથી પોતાનું ઘરનું સજાવે. ઘર સજાવવા માટે મોટાભાગની સ્ત્રીઓ ભારતીય વાસ્તુ શાસ્ત્ર કે પછી ફેંગશુઈ મુજબ પોતાના ઘરની સજાવટ કરવાની ઈચ્છા રાખે છે. ત્યારે જ આજકાલ મોટાભાગની મહિલાઓ ભારતીય વાસ્તુ શાસ્ત્રને ફેંગશુઈ મુજબ ઘરની સજાવટ કરવાનું પસંદ કરે છે. ફેંગશુઈમાં લાફીંગ બુદ્ધાની મૂર્તિને પોતાના ઘરમાં અને દુકાનમાં રાખવાની ઈચ્છા ધરાવે છે તેમજ ફેંગશુઈમાં જણાવ્યા મુજબ લાફીંગ બુદ્ધાની મૂર્તિ દુકાન અને ઘરમાં રાખવાથી તે સ્થાન પર સુખાકારી અને સમૃધ્ધિમાં વધારો થાય છે. પણ શું આપ જાણો છો કે, આ લાફીંગ બુદ્ધા છે કોણ? ઉપરાંત આ વ્યક્તિનું નામ કેવી રીતે લાફીંગ બુદ્ધા પડી ગયું? આજે અમે આપને લાફીંગ બુદ્ધા વિષે આવી જ કેટલીક બાબતો વિષે વિસ્તારથી જણાવીશું.

Where Did the Image of the Laughing Buddha Come From?
image source

લાફીંગ બુદ્ધા ભગવાન બુદ્ધના શિષ્ય હતા.:

ભારત દેશના બૌદ્ધ ધર્મના ભગવાન બુદ્ધના શિષ્યો ફક્ત ભારત દેશમાં જ નહી, ઉપરાંત ચીન, જાપાન, થાઈલેન્ડ, ભૂટાન, નેપાળ, સાઉથ કોરિયા જેવા દેશોમાં બૌદ્ધ ધર્મના શિષ્યો આપને જોવા મળી શકે છે. બુદ્ધ ભગવાનના અસંખ્ય શિષ્યો માંથી એક શિષ્ય હતા હોતેઈ. એવી માન્યતા છે કે, શિષ્ય હોતેઈએ જયારે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને તેમને આત્મજ્ઞાન મેળવ્યું, આત્મજ્ઞાન મેળવીને હોતેઈ જોર જોરથી હસવા લાગે છે. હોતેઈના આ હાસ્યની મદદથી હોતેઈને જે પણ મળતા તેમને હસવાની અને સુખી રહેવાની સલાહ આપવા લાગે છે. હોતેઈ ફરતા ફરતા જ્યાં પણ જતા ત્યાં ત્યાં હોતેઈ બધાને હસાવવા લાગતા. ધીરે ધીરે હોતેઈના શિષ્યોની સંખ્યા ખુબ વધતી જાય છે.

image source

ઉપરાંત આખી દુનિયાના કરોડો લોકોએ હોતેઈને સ્વીકારવા લાગ્યા. કેટલીક ચીની માન્યતાઓ મુજબ, લાફીંગ બુદ્ધ એ ચીની દેવતા માનવામાં આવે છે જેમને ચીનમાં પુટાઈના નામથી પણ ઓળખવામાં આવે છે. હોતેઈ એક બૌદ્ધ હતા. હોતેઈ ફરતા રહેતા હતા. ફરતા ફરતા હોતેઈ જે પણ જગ્યાઓએ જતા ત્યાના લોકોને પોતાની જાડી અને ગોળમટોળ શરીરનું પ્રદર્શન કરીને ત્યાના લોકોને હસાવતા હતા. ત્યાર પછી લોકો હોતેઈને દેવ મમાનવા લાગે છે અને હોતેઈના શરીરના આકારની મૂર્તિને પોતાના ઘરમાં સ્થાન આપવા લાગ્યા.

image source

લાફીંગ બુદ્ધાના ઉપાયો.:

ચાલો જાણીએ લાફીંગ બુદ્ધાની મૂર્તિને ઘરમાં કેવી રીતે રાખવી જોઈએ. જેનાથી આપને અને આપના ઘરના સભ્યો વધારે લાભ મળી શકે.:

-ફેંગશુઈ મુજબ લાફીંગ બુદ્ધાની પ્રતિમાને આપના ઘરમાં સ્થાન આપવાથી નકારાત્મક ઉર્જાને દુર કરે છે અને આપના ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

-લાફીંગ બુદ્ધાની પ્રતિમાને પ્રવેશદ્વારની સામે રાખવી જોઈએ નહી.

-આપના ઘરમાં કે ઓફિસમાં લાફીંગ બુદ્ધાની પ્રતિમા મુકતા સમયે સ્થળની યોગ્ય પસંદગી કરવી. જેથી જયારે આપ લાફીંગ બુદ્ધાની પ્રતિમાને જોવો ત્યારે બુદ્ધની ઉંચાઈ સમાન હોવી જરૂરી છે.

image source

-જો આપ લાફીંગ બુદ્ધાની પ્રતિમાને ઘરમાં કે ઓફિસમાં દક્ષીણ- પૂર્વ દિશામાં મુકવાનું નક્કી કરો છો તો લાફીંગ બુદ્ધાની પ્રતિમા આ દિશામાં રાખવાથી ઘરમાં અને ઓફિસમાં હકારાત્મક ઉર્જાનો સંચાર વધારે પ્રમાણમાં થાય છે અને આ પ્રતિમા સંપત્તિ અને સુખને પોતાની તરફ આકર્ષિત કરવામાં મદદ કરે છે તેમજ ઘરમાં રહેતા પરિવારના સભ્યોની આવકમાં પણ વૃદ્ધિ જોવા મળે છે.

-જો આપના ઘરમાં કોઈ જાદુ કે ટોના ટોટકા કરે છે કે પછી કોઈ વ્યક્તિની કુદ્રષ્ટિ આપના પર કે આપના ઘર પર કે પછી પરિવારના કોઈ સભ્ય પર પડી જાય છે તો લાફીંગ બુદ્ધા આવી કુદ્રષ્ટિના પ્રભાવને દુર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.