હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીથી ધમાકો કર્યો, ચોમાસાના વિદાય ટાણે જ મોટી 7 આગાહી કરી, જલ્દી જાણી લો
હવે ચોમાસાની વિધિવત રીતે વિદાય થવાની છે. આ વખતે આખા ગુજરાતમાં વરસાદ પણ જોરદાર ખાબક્યો છે. કેટલીક જગ્યાએ નુકસાન થયું કો કેટલીક જગ્યાએ પાણીનો સારો સંગ્રહ થઈ ગયો છે. તો વળી અમદાવાદ જેવા અમુક શહેરોમાં દર વખત કરતાં ઘણો ઓછો વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવે એક દિવસ પહેલા ભારતીય હવામાન વિભાગ તરફથી એક આગાહી જાહેર કરવામાં આવી છે કે, ઉત્તર ભારતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે.
30થી આઠમી ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે

આ વર્ષે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો છે. બીજી તરફ ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં જણાવ્યું છે કે 30થી આઠમી ઓક્ટોબર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદ ઉપરાંત અંબાલાલ પટેલે અન્ય સાત જેટલી આગાહી પણ કરી છે. જેમાં શિયાળું પાક, તડકો, પાકમાં ઇયળોનો ઉપદ્રવ વગેરે જેવી ઘણી મહત્વપુર્ણ આગાહીઓ સામેલ છે. હવામાન નિષ્ણાત તરફથી અલગ અલગ સાત આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદની સાથે સાથે ખેડૂતોને ક્યા પાકમાં લાભ થશે, કયા પાકમાં ઇયળનો ઉપદ્રવ રહેશે વગેરે સામેલ છે.
ખેડૂતો માટે શિયાળો સારો રહેશે

અંબાલાલે આગાહી કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં 30 ઓક્ટોબરથી 8 નવેમ્બર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાંથી ચોમાસાની વિદાય પણ મોડી થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ ઉપરાંત કપાસના પાકમાં નુકસાનની ભીતિ જ્યારે શિયાળું પાક ખેડૂતો માટે સારા રહેવાની આશા વ્યક્ત કરી છે. અંબાલાલના મતે ઓક્ટોબર મહિનામાં સખત તડકો પડી શકે છે. અને એ રીતે ખેડૂતોએ તેના પાકનું જતન કરવું પડશે.
અંબાલાલ પટેલની સાત મોટી આગાહી
ઓક્ટોબરમાં વરસાદ પડવાની પુરી સંભાવના

દરિયા કિનારે ફજોરદાર પવન ફૂંકાશે
ચોમાસું જવામાં આ વર્ષે પહેલાં કરતાં ઘણી વાર લાગશે
કપાસના પાકમાં નુકસાન થવાની શક્યતા

શિયાળુ પાક પ્રમાણમાં ઘણા સારા રહેશે
પાકમાં ઇયળનો ઉપદ્રવ વધવાની આગાહી
ઓકટોબરમાં સખત તડકો પડશે અને પાકને સાચવવા પડશે
આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત આટલા સિટીમાં વરસાદ

તો આ તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું હોવાથી આગામી ત્રણ દિવસ અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ઝાપટાંથી માંડી હળવો વરસાદ પડી શકે છે. આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને છોટાઉદેપુર વિસ્તારમાં ઝાપટાંની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આટલા શહેરોને વરસાદની તૈયારી રાખવાની વાત કરી દીધી છે. ત્યારે જે વિસ્તારમાં ચોમાસાની વિદાય ટાણે વરસાદની આગાહી કરવામા આવી છે ત્યાં ચિંતાનો વિષય પણ ઉભો થયો છે.
આ જ વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ આવ્યો હતો અહેવાલ

ઓગસ્ટમાં સળંગ 20 દિવસ વરસાદ પડવાના કારણે ખેતરોમાં પારાવાર નુકસાન થયું છે. 5 લાખ ક્વિન્ટલ બિયારણ 2020ના ચોમાસા (ખરીફ)માં ખેડૂતોએ પોતાના ખેતરમાં નાંખ્યું હતું. જેમાં ડાંગરનું 43 હજાર ક્વિટનલને બાદ કરતાં 4.60 લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોએ સારો પાક થવાની આશાએ ખેતરમાં વાવણી કરી હતી. જેમાંથી 50 ટકા વિસ્તાર 30 દિવસથી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી નકામો થઈ ગયો છે. આમ ખેડૂતોએ રોપેલું 2.30 લાખ ક્વિન્ટર બિયારણનો ખર્ચ ખેડૂતોમને માથે પડ્યો છે. ઉપરાંત ખાતર, મજૂરી, ભાડું, સિંચાઈ, દવા જેવા અનેક ખર્ચાઓ ખેડૂતોએ કર્યાં છે તે પણ પાણીમાં ધોવાઈ ગયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span