રિલાયન્સ કંપનીનો પાયો નાખનાર ધીરૂભાઇ અંબાણીને છે 2 ભાઈઓ પણ, જાણો હાલમાં તેમનો પરિવાર શું કરે છે…

ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ કંપનીની સ્થાપના કરી હતી. જેને આજે તેમના મોટા દિકરા એટલે કે મુકેશ અંબાણી એક નવા જ શિખર પર લઈ ગયા છે. આજે તેમની ગણતરી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની ટોપ 10ની યાદીમાં થાય છે. આખાએ દેશમાં અને દુનિયામાં ધીરુભાઈ અંબાણી અને તેમના દીકરા મુકેશ અંબાણીનો ડંકો છે.

આપણે ધીરુભાઈ અંબાણી તેમના બે દિકરાઓ તેમની વહુઓ વિષે તો ઘણું બધું જાણીએ છીએ પણ આપણે ધીરુભાઈ અંબાણીના બે ભાઈઓ વિષે કંઈ ખાસ નથી જાણતા. આજે અમે તમારા માટે ધીરુભાઈ અંબાણીના જ બે ભાઈઓ વિષેની જાણકારી લઈને આવ્યા છીએ.

image soucre

ધીરુભાઈ અંબાણીના પિતા હતા હીરાચંદ ગોરધનભાઈ અંબાણી. તે પોતાના બાળકોથી વિપરીત એક શિક્ષક હતા. તેમના માતાનું નામ જમનાબેન હતું, તેઓ એક ગૃહિણી હતા. તેમને ચાર ભાઈ-બહેન હતા. તેમના એક ભાઈનું નામ રમણીકભાઈ એકનું નામ નાથુભાઈ હતું, તો એક બહેનનું નામ ત્રિલોચનાબેન અને એક બહેનનું નામ જસુમિતાબેન છે.

ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણિકભાઈના કુટુંબનો પરિચય

image soucre

ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ હતા રમણિકભાઈ. તેમના લગ્ન પદ્માબેન સાથે કરવામાં આવ્યા હતા. અને તેમના દીકરાનું નામ વિમલ અંબાણી છે. અને તેમના જ નામ પર ધીરુભાઈ અંબાણીએ અમદાવાદમાં આવેલા નરોડા ખાતે વિમલ બ્રાન્ડનું કાપડનું કારખાનું ખોલ્યું. આ બ્રાન્ડની સ્થાપનામાં ધીરુભાઈ અંબાણીના ભાઈ રમણિક ભાઈનું મહત્ત્વનું યોગદાન હતું. તેઓ 2014 સુધી ધંધામાં પાર્ટનર રહ્યા હતા. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બોર્ડના પણ તેઓ એક ભાગ રહ્યા હતા.

image soucre

90 વર્ષની ઉંમરે રમણીકભાઈએ રિલાયન્સના બોર્ડના સભ્યપદ પરથી પોતાનું નામ ખેંચી લીધું અને ત્યાર બાદ તેમની જગ્યા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ લીધી. રમણીકભાઈનો 28 ઓગસ્ટના રોજ સ્વર્ગવાસ થયો. જો કે તેમના પત્ની પદ્માબેન તેમની પહેલાં જ 2001માં સ્વર્ગવાસી થયા હતા. વિમલ અંબાણી ઉપરાંત રમણિકભાઈને ત્રણ પુત્રીઓ પણ હતી મીના, નીતા અને ઇલા.

કરોડોના આસામિ છે વિમલ અંબાણી

image soucre

વિમલ અંબાણી હાલ ટાવર ઓવરસિસ લિમિટેડ સંભાળી રહ્યા છે. તેમની આ કંપની સ્થાવર મિલકતોમાં મોટા રોકાણ કરે છે અને સાથે સાથે સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કરે છે. આ ઉપરાંત તેઓ સ્ટોક માર્કેટનું પણ મોટું માથુ છે. આ પહેલાં વિમલ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ વિભાગના સીઈઓ હતા. તેઓ ટાટા ઓવરસીઝ ઉપરાંત બીજી કેટલીક કંપનીઓ સાથે પણ જોડાયેલા છે.

ધીરુભાઈ અંબાણીના સૌથી નાના ભાઈ નધુભાઈ અંબાણી

image soucre

નધુભાઈ અંબાણીના લગ્ન સ્મિતાબેન સાથે કરવામાં આવ્યા હતા. તેમના લગ્ન પ્રિતિબેન સાથે 2009માં કરવામાં આવ્યા હતા. વિપુલ અંબાણી અને પ્રિતિ અંબાણી વિવિધ કંપનીઓમાં સંયુક્ત સચિવ તરીકે કામ કરે છે. વ્યવસાયે વિપુલ અંબાણી એક કેમિકલ એન્જિનિયર છે. તેમણે અમેરિકાના મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટિમાંથી અભ્યાસ કર્યો છે.

image soucre

વિપુલે પોતાની કેરિયરની શરૂઆત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ગૃપથી કરી હતી. તેમને મેનેજિંગ ડિરેક્ટરની પોસ્ટ પણ સંભાળી છે અને પોતાની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી છે. તેઓ પોતાની એક કંપની પણ ધરાવે છે જેનુંનામ ટાવર કેપિટલ અને સિક્યોરિટિઝ પ્રાઇવેટ લિમિટેડ છે. તેઓ આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે જ્યારે તેમના પત્ની પણ ડિરેક્ટરની પોસ્ટ પર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.