અંબાણી, મોહનલાલ જેવા દિગ્ગજોએ નિહાળી IPL ફાઇનલ, જોઇ લો તસવીરોમાં નીતા અંબાણીનો ગોર્જિયસ લુક

ગઈ કાલે આપીએલની ફાઇનલ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ ગઈ. અને ફરી એકવાર મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલનો કપ પોતાના નામે કરી લીધો છે. આ પાંચમીવાર મુંબઈ ઇન્ડિયન્સ આપીએલ કપ જીત્યું છે.

image source

આપીએલની આ 13મી સીઝન હતી અને તેને જોવા માટે અંબાણી ફેમિલી ઉપરાંત જિન્દાલ ફેમિલિએ પણ હાજરી આપી હતી અને આ બધા વચ્ચે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ મેચ જોવા હાજર રહ્યા હતા.

image source

મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સને હરાવીને આ પાંચમીવાર આઈપીએલ ફાઇનલ જીતી છે. તમને એ પણ જણાવી દઈએ કે એક પ્લેયર તરીકે રોહિત શર્માએ આ ટ્રોફી જીતીને છઠ્ઠીવાર ઉપાડી છે જ્યારે એક કેપ્ટન તરીકે તેમણે પાંચમીવાર આ ટ્રોફી ઉઠાવી છે. 2009માં જ્યારે ડેક્કન ચાર્જર્સ આઈપીએલ ફાઇનલ જીત્યું હતું ત્યારે આ ટીમનો ભાગ રોહિત શર્મા પણ રહી ચૂક્યા હતા.

image source

દિલ્હી કેપિટલ્સે આખીએ આપીએલ સિઝનમાં સારો દેખાવ કર્યો હતો. ફાઈનલમાં જ્યારે દિલ્લીના લેફ્ડ હેન્ડેડ બેટ્સમેન ઉતર્યા ત્યારે રોહિત શર્માએ તેમની સામે પોતાની ટીમના જયંત યાદવને ઉતાર્યા હતા.

Delhi batsmen landed on the ground amid fireworks.
image source

તેમણે પોતાની બોલીંગથી શિખર ધવનને પણ પેવેલિયન ભેગા કર્યા હતા. દિલ્હી કેપિટલ્સનો મોટો મદાર શિખર ધવન પર હતો પણ તેઓ અરધે જ આઉટ થઈ જતાં દિલ્હીની માટે આગળની રમત અઘરી થઈ પડી હતી અને તેઓ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને આ જ બાબત મુંબઈ ઇન્ડિયન્સની ટીમને મદદ કરી ગઈ અને તેઓ ફરી એકવાર ટ્રોફી જીતી ગયા.

The same coin was tossed in the IPL final, which was won by Delhi Capitals captain Shreyas Iyer.
image source

આઈપીએલની ફાઇનલ ઘણી રોમાંચક અને ગ્લેમરસ રહી હતી. ટોસ માટેનો ખાસ સિક્કો આઈપીએલ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેનાથી જ ટોસ કરવામા આવ્યો હતો તમે તેની તસ્વીર અહીં જોઈ શકો છો. આ સિક્કો ખાસ ફાઇનલ માટે જ બનાવવામાં આવ્યો હતો. આ સિવાય ફાઇનલમાં જ્યારે દિલ્હીના બેટ્સમેન મેદાનમાં ઉતર્યા ત્યારે તેમનું સ્વાગત આતશબાજીથી કરવામાં આવ્યું હતું તે પણ તમે
તસ્વીરોમાં જોઈ શકો છો.

Trent Boult took 3 wickets in the title match. He was awarded Man of the Match and Power Player of the Season.
image source

આ ગેમમાં ટ્રેન્ટ બોલ્ટે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તેમણે ત્રણ વિકેટ ઝડપી હતી અને તેમને મેન ઓફધી મેચ બનાવવામાં આવ્યા હતા અને તેમને પાવર પ્લેયર ઓફ ધી સીઝન તરીકે પણ નવાજવામાં આવ્યા હતા. રોહિત શર્માએ જયંત યાદવને બોલર તરીકે ઉતાર્યા હતા અને તેમના નિર્ણયને સાબિત કરતા જયંત યાદવે દિલ્હીની અત્યંત મહત્ત્વની વિકેટ તેવા શિખરર ધવનને આઉટ કર્યા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે આ સિઝનમાં 519 રન ફટકાર્યા છે, અને તેઓ આમ કરનારા સીઝનના ત્રીજા કેપ્ટન બન્યા હતા. આ ઉપરાંત લોકેશ રાહુલ અને ડેવિડ વોર્નરે પણ 500 કરતાં વધારે રન ફટકાર્યા હતા.

ફાઇનલમાં મોહનલાલ સહિત અંબાણી પરિવાર અને જિન્દાલ પરિવાર હાજર રહ્યા

image source

સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ મેચ જોવા આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત ભારતીય ક્રીકેટ ટીમના પૂર્વ કેમ્પટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ જોવા મળ્યા હતા. તો વળી દિલ્હી કેપિટલ્સ ટીમના ઓનર પાર્થ જિન્દાલ તેમની પત્ની અનુશ્રી પોતાની ટીમને ચીયર કરતાં જોવા મળ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સની આ પાંચમી જીત હતી.

Rohit won the 10th T20 title. Most of all as an Indian. He is the first captain to win titles in India, the Africa and the UAE. Pollard won the 15th title of overall T20.
image source

મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણી પણ પૂર્ણ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. સતત પાંચમી વાર પોતાની ટીમ આઈપીએલ કપ જીતતા તેમના ચહેરા પર પોતાની ટીમ માટેનો ગર્વ છલકાતો દેખાઈ રહ્યો હતો.