વિશ્વના ટોપ ૫ અબજપતિ વ્યક્તિઓનો સુરક્ષા પાછળનો ખર્ચ સાંભળીને ખરેખર નવાઈ લાગશે…

વિશ્વભરમાં એવા અઢળક લોકો છે જેમની પાસે પૈસાની કોઈ જ કમી નથી. જો આજે આપણે દુનિયાના સૌથી મોટા અબજોપતિની વાત કરવા જઈ રહ્યા છીએ. જો કે આ અબજોપતિની યાદીમાં સામે આવતા નામ જેફ બેઝોસ, મુકેશ અંબાણી, માર્ક ઝુકરબર્ગ વગેરેના છે. જો કે આ પણ એટલું જ મોટું સત્ય છે કે જેટલા વધુ રૂપિયા હોય છે, એટલા જ વધુ એમના ખર્ચા પણ હોય છે. આપને જણાવી દઈએ કે આવા અઢળક સંપતિ ધરાવતા લોકો માટે એમની સુરક્ષાની જવાબદારી પણ એટલી જ મોટી હોય છે. આ લોકોની સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે પણ દર મહિને લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે.

image source

તો આજના અ લેખમાં આપણે એવા જ મોટા પાંચ અબજોપતિ વિશે જાણીશું. અમે આપને જણાવીશું કે આવા મોટા લોકો તેમની સુરક્ષા માટે દર મહિને અથવા વર્ષે કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે. તમને આ જાણીને પણ આશ્ચર્ય થશે અને વિચારતા રહી જશો કે સામાન્ય માણસ અનેક વર્ષોમાં પણ નથી કમાઈ સકતા એટલા રૂપિયા તો આ લોકો ખાલી મહિનામાં જ તેમની સુરક્ષા માટે આપે છે.

મુકેશ અંબાણી –

image source

જો વાત ભારતના અબજોપતિની કરીએ તો એમાં સૌથી પહેલું નામ મુકેશ અંબાણીનું આવે છે. આ જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણી પોતાની સુરક્ષા વ્યવસ્થા માટે દર મહિને 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે. 2014ના અંતના આંકડાઓ મુજબ આ ખર્ચ જણાવી રહ્યા છીએ. જો કે ત્યારબાદ ચાર વર્ષોમાં તેમનો વ્યવસાય નોંધપાત્ર રીતે વધ્યો છે અને શક્ય છે કે સુરક્ષા ખર્ચની માત્રા પણ વધી જ હશે. આપને જણાવી દઈએ કે આ ખર્ચ ફક્ત મુકેશ અંબાણીની સુરક્ષા માટેનો છે, એમના પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ આમાં નથી.

ટિમ કૂક –

image source

વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપની એપલના સીઈઓ ટીમ કુક એ કંપનીની સુરક્ષા જવાબદારી હેઠળ છે. આમ એપલ કંપની તેમની સુરક્ષા જાળવણી માટે દર વર્ષે 1.5 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરે છે. એક અહેવાલ પ્રમાણે ટિમ કૂક ૨૦૧૧માં એપલ કંપનીના સીઈઓ પદે આવ્યા હતા, એમણે છેલ્લા સાત વર્ષમાં લગભગ 4600 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કંપનીએ કુકને વ્યવસાય અને વ્યક્તિગત કાર્ય માટે ખાનગી વિમાન પણ આપ્યા છે, જેથી એમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારે કસર ન રહી જાય.

માર્ક ઝુકરબર્ગ –

image source

ફેસબુકને કોણ નથી જાણતું અથવા એમ કહો કે કોણ ફેસબુક નથી વાપરતું. આ જ ફેસબુકના સીઈઓ એટલે કે વિશ્વના સૌથી યુવા માર્ક ઝુકરબર્ગ એ અબજોપતિમાં પણ એક જાણીતું નામ છે. તમે આ જાણીને ચોંકી જશો કે માર્ક ઝુકરબર્ગની સુરક્ષા માટે પ્રતિદિન 13.5 લાખ રૂપિયા જેટલો ભારે ખર્ચ કરવામાં આવે છે. જો તમને લાગે છે કે કાઈ ખોટું છે તો ના આ ખર્ચ પ્રતીદીનનો જ છે. આ સ્થિતિમાં તમે અંદાજ લગાડી શકો છો કે વર્ષ દરમિયાન તેમની સુરક્ષા પાછળ કેટલા કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ કંપનીએ પાછળના વર્ષે એમની સુરક્ષા વ્યવસ્થા પાછળ 49 કરોડ જેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા.

જેફ બેઝોસ –

image source

એમેઝોનનું નામ કોણ નથી જાણતું. અમેરિકન કંપની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ એ વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. જો કે પાછળના વર્ષે એમણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને પાછળ મૂકી એક દિવસ માટે સનસનાટી જગાવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં એમની સુરક્ષા વ્યવસ્થા પાછળ 10.75 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વોરેન બફેટ –

image source

વોરેન બફેટને રોકાણ જગતના રાજા ગણવામાં આવે છે, જો કે તે બર્કશાયર હેથવેના સીઈઓ છે. વિશ્વના સૌથી મોટા અબજોપતિઓના લીસ્ટમાં પણ વોરન બફેટનું નામ આવે છે. વર્ષ 2016માં, એમની સુરક્ષા વ્યવસ્થા પાછળ 2.60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આપને જણાવી દઈએ કે એમની સુરક્ષા પાછળ ખર્ચાઈ રહેલી રકમ દર વર્ષે વધી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.