108ની ટીમની પ્રશંસનીય મદદ, એમ્બ્યુલન્સ જઇ શકે એમ ના હોવાને કારણે પ્રસૂતાને સ્ટ્રેચરમાં સૂવડાવી દોઢ કિ.મી. દોડી

108 સિસ્ટમ આ‌વ્યા અગાઉ કોલરનો કોલ આવ્યા બાદ ઘટના સ્થળનુ સરનામું સેન્ટરમાં લખાતું હતું.જે બાદ સેન્ટરમાંથી જે તે જિલ્લા તાલુકાના સેન્ટરો પર કોલ કરી સરનામું લખાવતા હતા.જેમાં 5-6 મિનિટનો સમય લાગી જતો હતો.જેને લઇ કેટલાક કોલરો દર્દીઓને ખાનગી વાહનોમાં લઇ હોસ્પિટલે દોડી જતા હતા.

image source

જે બાદ પહોચેલી એમ્બુલન્સને ધક્કો ખાઇ પરત ફરવુ પડતુ હતુ.જ્યારે તાજેતરમા 108 વિભાગે લોકેશન વાળી પદ્ધતિ અપનાવતા જ મિનિટોમાં થતી પ્રક્રિયા સેકન્ડોમાં બદલાઇ ગઈ છે અને એમ્બ્યુલન્સ ઝડપથી ઘટનાસ્થળે પહોચતિ થઇ ગઇ છે. જામનગરના કાનાલુસમાં ગુરુવારે શ્રમજીવી સગર્ભા મહિલાને અધૂરા માસે અચાનક પ્રસૂતિની પીડા ઊપડતાં 108ની ટીમ દોડી હતી. જોકે એમ્બ્યુલન્સ તેના રહેઠાણ સુધી જઈ શકે તેમ ન હોવાથી મહિલાને સ્ટ્રેચરમાં સૂવડાવીને 108ની ટીમે દોટ મૂકી હતી.

image source

આ જ સ્થિતિમાં વચ્ચે આવતા રેલવે-ટ્રેકને પણ ઓળંગ્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચીને તેને હોસ્પિટલ લઈ જવાતી હતી ત્યારે દુખાવો વધી જતાં રસ્તામાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. જામનગર પંથકના કાનાલુસ નજીક રેલવેના પુલનાકામના સ્થળે મજૂરી કરતાં સર્ગભા શ્રમિક સરલાબેન અર્જુનભાઇ ડામોર નામની પરિણીતાને ગુરુવારે સાંજેસાડા ચાર વાગ્યાના સુમારે અધૂરા માસે અચાનક પ્રસૂતિની પીડા ઊપડતાં પરિવારજનોએ 108ની ટીમને જાણ કરી હતી, જેના પગલે મોટી ખાવડી લોકેશન પરથી ટીમ તાત્કાલિક રવાના થઇ હતી, રેલવે સ્ટેશન પર માલગાડી હોવાથી આ એમ્બ્યુલન્સ જઇ શકે તેમ ન હતી અને આશરે દોઢેક કિ.મી. દૂર હતા.

image source

આથી 108 સ્ટાફના પાયલોટ ધર્મેશભાઇ અને ઇએમટી રસીલાબાએ સ્ટ્રેચરમાં સર્ગભાને રેસ્ક્યૂ કરી માલગાડી ક્રોસ કરી એમ્બ્યુલન્સમાં લાવ્યાં હતાં અને હોસ્પિટલ તરફ જવા માટે રવાના થયા હતા. જોકે આ સર્ગભાને દુખાવો એકદમ વધી જતાં માર્ગમાં જ એમ્બ્યુલન્સને રોકી ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી, આથી સ્ટાફનાં રસીલાબાએ તરત ઉચ્ચ અધિકારીની મદદથી સફળ પ્રસૂતિ કરાવી પ્રસૂતા મહિલા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો.

image source

આ બંને માતા-પુત્રને વધુ સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ખાસ કરીને અધૂરા માસે થતી પ્રસૂતિ ઘણી મુશ્કેલ ગણવામાં આવે છે ત્યારે શ્રમજીવી પરિવાર માટે 108ની સેવા આશીર્વાદરૂપ સાબિત થતાં સમગ્ર પરિવારે હર્ષાશ્રુ સાથે તેમની કામગીરીને બિરદાવી હતી. 108 એમ્બ્યુલન્સની સેવા દિવસેને દિવસે આધુનિક બનતી જાય છે.

image soucre

ત્યારે હવે જો કોઈ કોલર 108 ને કોલ કરી ઘટના સ્થળનુ સરનામું જણાવતા જ 108ના મેઇન સેન્ટરમાંથી ઘટના સ્થળનુ લોકેસન ટ્રેસ કરી નજીકની એમ્બ્યુલન્સના પાયલોટ-ઈએમટીના ફોનમાં સાયરન વાગી જાય છે.અને કૉલરે લખાવેલા એડ્રેસનું સીધુ લોકેશન મળી જાય છે. જેને લઇ એમ્બ્યુલન્સ મિનીટોની જગ્યાએ સેકન્ડોમાં ઘટના સ્થળ પર જવા રવાના થઇ જતા 108ના એટન્ડેન્સ કેસોમા વધારો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.