કોરોના યોદ્ધા – અમદાવાદની સુમિતિ સિંહે કોરોનાને મ્હાત આપી કર્યું પ્લાઝ્મા દાન – અનેક કોરોના પેશન્ટનો જીવ બચાવવાનું મળશે પુણ્ય

કાળમુખા કોરોનાનાની બીમારી સામે જીતીને આ યુવતિએ ડોનેટ કર્યું 500ml પ્લાઝ્મા – જે બચાવશે અનેકોના જીવ

યોદ્ધાનું દાન/કોરોનાને હરાવીને સુમિતિ સિંહે 500 એમએલ પ્લાઝ્મા ડોનેટ કર્યું.
અમદાવાદ- એસવીપી હોસ્પિટલમાં દાખલ થેયલી સુમિતિ સિંહ કોરોનાને હરાવ્યા બાદ પોતાના પ્લાઝ્મા ડોનેટ કરીને ખૂબ જ ખુશ છે.એને જણાવ્યું કે આ મારું નાનકડું યોગદાન છે જેના લીધે ઘણાની જિંદગી બચી જતી હોય તો હું એને મારુ સૌભાગ્ય જ સમજીશ.

image source

કોવિડ-19 વિરુદ્ધ આજે બધા જ લડી રહ્યા છે. એવામાં મારો પ્લાઝ્મા લેવામાં આવ્યો એનો મને ખુબ આનંદ છે. મને એ વાતની ખુશી છે કે હું પ્લાઝ્મા ડોનેટ કરવામાટે સંપૂર્ણપણે સ્વસ્થ હતી. આ પ્રકારનો આ મારો પહેલો અનુભવ હતો. એટલે શરૂઆતમાં થોડી બીક લાગતી હતી. અને બીજી તરફ હું ઉત્સુક પણ હતી.એસવીપીના ડોક્ટરે મને સારી રીતે સમજાવ્યું એ પછી હું આના માટે તૈયાર થઈ શકી.

પહેલા તો એકદમ ઠીક હતું પણ પછી થોડી તકલીફ પડી.
પ્લાઝ્મા કાઢવામાં લગભગ 30-40 મિનિટ લાગે છે. એ દરમ્યાન શરૂઆતમાં તો હું બિલકુલ ઠીક હતી.પણ પ્રોસેસ દરમ્યાન મને 3 4 મિનિટ માટે ચક્કર આવવા લાગ્યા અને ઉલટી થવા લાગી.એ પછી રેડક્રોસના ડોકટર સાથે વાત કરી તો એમને મને સાંત્વના આપી મારુ મૂડ બદલ્યું. સુમિતિ ફિનલેન્ડથી આવ્યા પછી જ કોરોનાગર્સ્ટ થઈ હતી. 18 માર્ચે એને એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી.

image source

શુ છે પ્રોસીઝર?

પ્લાઝ્મા પણ રક્તદાનની પ્રક્રિયાની જેમ જ ડોનેટ કરવામાં આવે છે. એક શોયથી તમારા શરીરમાંથી લોહી કાઢવામાં આવે છે. એ પછી ટયુબમાં લીધેલું લોહી મશીમાં નાખવામાં આવે છે.આ મશીન લોહીમાંથી પ્લાઝમાં ને અલગ કરી દે છે. એ પછી પ્લાઝમાને લઈને એક બેગમાં મૂકી દેવામાં આવે છે. ત્યારબાદ લોહી ને ફરી પાછું તમારા શરીરમાં નાખી દેવામાં આવે છે. આ એક સરળ પ્રક્રિયા છે. જ્યાં સુધી તમારા બધા જ પ્લાઝ્મા ન લઈ લેવામાં આવે ત્યાં સુધી તમારા શરીરમાંથી લોહી લેવાતું રહે છે. આ બધું જ વ્યક્તિની ડોનેટ કરવાની ક્ષમતા પર આધાર રાખે છે.મને ખુશી છે કે મેં 500 એમએલ પ્લાઝ્મા આપ્યું.

image source

પ્લાઝ્મા ફરી બની શકે છે કે નહીં?

એકવાર આપના લોહીમાંથી પ્લાઝ્મા કાઢી લીધા બાદ શુ ફરી શરીરમાં પ્લાઝ્મા બને છે? આના પર ડોક્ટરનું કહેવું છે કે 24થી 48 કલાકમાં જ ફરી શરીરમાં પ્લાઝ્મા બની જાય છે. આપણું શરીર ફરી એકવાર એન્ટીબોડી બની જાય છે.આનાથી તમને કે તમારા પરિવારના કોઈપણ સદસ્યને ફરી કોવિડ થશે કે નહીં, એ માટે સંવેદનશીલ થવાની જરૂર નથી. ડોક્ટરે જણાવ્યું છે કે મેં મારા શરીરનો એક નાનકડો ભાગ જ ડોનેટ કર્યો છે. મારા શરીરમાં પૂરતી માત્રામાં એન્ટીબોડી બન્યા જ કરશે.

શુ આ થેરપી સફળ છે?

પ્લાઝ્મા ડોનરના બધા જ સવાલના જવાબ આપવા ડોકટર તૈયાર છે. આ થેરપી પર હમણાં ટ્રાયલ ચાલી રહ્યો છે.હજી આની સફળતા પર કઈ કહી શકાય નહીં.તેમ છતાં આને આશાનું એક કિરણ માની શકાય છે.

image source

કોરોનાએ હરાવનારી પહેલી યુવતી સુમિતિ

ફિનલેન્ડથી પરત ફર્યા બાદ સુમિતિ 18 માર્ચે એસવીપી હોસ્પિટલમાં દાખલ થઈ.એ પછી એનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 11 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી 29માર્ચે એને સ્વસ્થ જાહેર કરવામાં આવી. અને એ રીતે એ કોરોનાને હરાવનારી પહેલી યુવતી બની ગઈ.

જેને પ્લાઝ્મા આપવામાં આવ્યું એની તબિયત સ્થિર

એસવીપી હોસ્પિટલમાં સોમવારે 50 વર્ષીય મહિલાને સુમિતિનો પ્લાઝ્મા ચડાવવામાં આવ્યો હતો. હમણાં એ ઓક્સિજન પર છે. એમની તબિયત સ્થિર છે.પ્લાઝમાંએ એના શરીરમાં શુ બદલાવ કર્યા એ અંગે હાલ કઈ કહી શકાય એમ નથી. એ ડોક્ટરની દેખરેખ હેઠળ છે.