દીકરી સાથે આમીર ખાનનો ફોટો થયો વાઇરલ, સફેદ વાળ સાથે મળ્યો જોવા…

બોલીવુડમાં અમીર ખાનની છાપ એ મિસ્ટર પરફેક્ટનીશ જેવી છે, લોકો એમને હંમેશા એક વ્યવસ્થિત વ્યક્તિની રીતે જ એમને જોતા હોય છે. પોતાના દેખાવને લઈને તેઓ ઘણું ધ્યાન રાખે છે. જો કે હાલમાં કોરોનાના કારણે દરેક બોલીવુડ સેલેબ્રેટીની જેમ જ તેઓ પણ પોતાના ઘરમાં જ છે. આ દરમિયાન પરિવાર સાથે સારો સમય વિતાવી રહ્યા છે અને આ દરમિયાન શુટિંગ પર પાછા ફરવાની રાહ પણ જોઈ રહ્યા છે.

image source

‘ફાધર્સ ડે’ ઈરા ખાન સાથે વિતાવ્યો

જો કે ફાધર્સ ડેના દિવસે એમણે પૂરો સમય ઈરા ખાન સાથે વિતાવ્યો હતો. આ દરમિયાન દીકરી ઈરા ખાને એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તમે અમીર ખાનના આ નવા લુકને જોઈ શકો છો. આ તસ્વીર શેર કરીને ઈરાએ કેપ્શનમાં લખ્યું હતું કે ‘હેપ્પી ફાધર્સ ડે, ધન્યવાદ તમારો એટલા માટે કે તમે પોતાનામાં જ રહેતા બહુ સારા લાગો છો.’ આ તસ્વીરમાં ઈરા પિતાની પાછળ ઉભી છે, જ્યારે અમીર ખાન ખુરશીમાં બેસેલા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

ગ્રે રંગના વાળમાં પિતા તરીકે જોવા મળ્યા છો

image source

જો કે હાલમાં અમીર ખાનના આ નવા લુકને જોઇને લોકો પણ હેરાન રહી ગયા છે. અનેક ચાહકોએ કમેન્ટ કરી હતી કે ‘વાહ, શું વાત છે. આ ફોટો સૌથી સરસ છે. આમીર તમે હંમેશની જેમ જ ખુબ સારા લાગી રહ્યા છો. તો બીજી તરફ અન્ય એક ચાહકે લખ્યું હતું કે આમીર હવે તમે ગ્રે રંગના વાળમાં એક પિતાની રીતે જોવા મળી રહ્યા છો. તો આ પોસ્ટમાં અમીર ખાનની ઓનસ્ક્રીન દીકરી (દંગલ ફિલ્મ) લખે છે કે, વાહ કેટલી સુંદર તસ્વીર છે. તો બીજી તરફ સાન્યા મલ્હોત્રાએ ઈમોજી દ્વારા પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

ઈરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ રહે છે

image source

જો કે તમને જણાવી દઈએ કે પાછળના ત્રણ મહિનાથી એટલે કે છેક માર્ચ મહિનાથી માત્ર પરિવાર સાથે જ જોવા મળે છે. આ દરમિયાન ઈરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ જોવા મળે છે, અને અવારનવાર એ પોતાની સુંદર તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો આમીર ખાન અત્યારે ઘરે જ છે,

image source

અને અત્યારે તેઓ એમની આવનારી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની શુટિંગ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. જ્યારે શુટિંગ ફરીથી શરુ થશે એટલે તેઓ પોતાના કામ પર લાગી જશે. આ ફિલ્મમાં આમીર ખાન સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળશે. આ ફિલ્મની રાહ ચાહકો બેસબ્રી પૂર્વક જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.