બોલીવુડમાં થયેલ આ છૂટાછેડા છે બહુ મોંઘા, રકમનો આંકડો જાણીને ખરેખર નવાઈ લાગશે…

મોઘા છૂટાછેડા

બોલીવુડના સેલેબ્સના મેરેજ અને પાર્ટીઓ વિષે મોટાભાગે ચર્ચામાં બની રહે છે. પરંતુ શું આપ જાણો છો કે, બોલીવુડ સ્ટાર્સ જેવી રીતે પોતાના લગ્ન પાછળ પૈસા ખર્ચ કરે છે તેવી જ રીતે તેમના છૂટાછેડા પણ ખુબ જ મોંઘા હોય છે. ઉપરાંત કેટલાક સ્ટાર્સના છૂટાછેડા એટલા બધા મોંઘા હોય છે કે, એટલા પૈસામાં તો ઘણી બધી વ્યક્તિઓના લગ્ન થઈ શકે છે. હવે અમે આપને જણાવીશું કે, બોલીવુડ સેલેબ્સના સૌથી મોઘા છૂટાછેડા વિષે જણાવીશું.

કરિશ્મા કપૂર અને સંજય કપૂર.:

image source

કરિશ્મા કપૂર અને સંજય કપૂરના ૧૧ વર્ષ સુધી ચાલેલ લગ્નજીવનનો અંત વર્ષ ૨૦૧૬માં છૂટાછેડા લઈ લેવાથી થયો હતો. ૯૦ દશકની પ્રસિદ્ધ અભિનેત્રી કરિશ્મા કપૂર અને તેમના પતિ સંજય કપૂરના છૂટાછેડા માટે ૧૪ કરોડ રૂપિયાનો એગ્રિમેન્ટ સહી કરવામાં આવ્યો હતો. સંજય કપૂર અને કરિશ્મા કપૂર વચ્ચે થયેલ છૂટાછેડાના એગ્રિમેન્ટ પ્રમાણે બિઝનેસમેન સંજય કપૂરને પ્રત્યેક માસ ૧૦ લાખ રૂપિયા ભરણપોષણ પેટે કરિશ્મા કપૂરને આપવાના હોય છે. કરિશ્મા કપૂરને આપવામાં આવતા ૧૦ લાખ રૂપિયામાં પોતાના બંને બાળકોની પરવરીશ કરવાની રહે છે.

ફરહાન અખ્તર અને અધુના :

image source

ફરહાન અખ્તર અને અધુનાના ૧૬ વર્ષના સુખી લગ્નજીવનનો અંત છૂટાછેડાથી થયો હતો. ફરહાન અને અધુનાના છૂટાછેડા પહેલા બંને માંથી કોઈના અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેર હોવાની પણ ચર્ચામાં આવ્યું નથી. ત્યારે ફરહાન અખ્તર અને અધુનાના છૂટાછેડાની ખબરએ બધાને નવાઈ પમાડી દીધા હતા. અધુના અને ફરહાન અખ્તરના છૂટાછેડા થઈ ગયા પછી ફરહાન અખ્તરને મુંબઈમાં આવેલ બંગલોને પોતાની પાસે રાખવાની માંગ અધુના દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ ફરહાન અખ્તરને દીકરીની દેખરેખ માટે પણ એક નિશ્ચિત રકમ આપવાની રહે છે.

હૃતિક રોશન અને સુઝેન ખાન :

image source

હૃતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડા ફક્ત દેશના જ પણ દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા પણ કહી શકાય છે. હૃતિક રોશન અને સુઝેન ખાનના લગ્ન વર્ષ ૨૦૦૦માં થયા હતા. હૃતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડા થવાનું કારણ અફેરના સમાચાર હોવાનું માનવામાં આવે છે. એક રીપોર્ટ પ્રમાણે, સુઝેન ખાનને છૂટાછેડાની એલીમની તરીકે ૪૦૦ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જેમાંથી સુઝેન ખાનને ૩૮૦ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાન :

image source

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્નની જેમ જ બંનેના છૂટાછેડા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સૈફ અલી ખાનએ પોતાનાથી ૧૩ વર્ષ ઉમરમાં મોટી અમૃતા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવનનો અંત લગ્નના ૧૩માં જ આવી ગયો હતો. સૈફ અલી ખાનએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘અમૃતા સિંહએ છૂટાછેડા લેતા સમયે ૫ કરોડ રૂપિયાની માંગ કરી હતી, અમૃતા સિંહને તે સમયે અડધી રકમ એટલે કે, ૨.૫ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા, આ સાથે જ સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બંને બાળકોની દેખરેખ માટે દર મહીને ૧ લાખ રૂપિયા પણ અમૃતા સિંહને આપવામાં આવે છે.

સંજય દત્ત અને રીયા પિલ્લઈ :

image source

સંજય દત્ત બીજી પત્ની રીયા પિલ્લઈને ખુબ જ પ્રેમ કરતા હતા સંજય દત્તએ રીયા પિલ્લઈ સાથે છૂટાછેડા થઈ ગયા પછી પણ ઘણા સમય સુધી રીયા પિલ્લઈના ખર્ચા ભોગવ્યા હતા. જો કે, સંજય દત્તએ રીયા પિલ્લઈને ભરણપોષણ માટે કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે તેની કોઈ અધિકારીક માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમ છતાં રીપોર્ટની માનીએ તો સંજય દત્તએ રીયા પિલ્લઈને ભરણપોષણ માટે ૪ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.ઉપરાંત એક મોઘી કાર પણ આપવામાં આવી હતી.

લિંડર પેસ અને રીયા પિલ્લઈ.:

image source

રીયા પિલ્લઈના સંજય દત્ત સાથે છૂટાછેડા થઈ ગયા છી ટેનિસ સ્ટાર પ્લેયર લિંડર પેસ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લિંડર પેસ અને રીયા પિલ્લઈનો સંબંધ વધુ સમય ટકી શક્યો નહી અને તેઓના છૂટાછેડા થઈ ગયા. ત્યારે રીયા પિલ્લઈને ભરણપોષણ માટે લિંડર પેસ તરફથી પ્રતિ માસ ૪ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ ૪ લાખ રૂપિયા માંથી ૩ લાખ રૂપિયા ફક્ત પોતાની દીકરીના ભણતર અને દેખરેખ માટે આપવાના અને ૯૦ હજાર જેટલા રૂપિયા રીયા પિલ્લઈએ પોતાના ખર્ચા ઉઠાવવા માટે માંગવામાં આવ્યા હતા.

આદિત્ય ચોપડા અને પાયલ ખન્ના :

image source

પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યુસર અને અભિનેત્રી રાની મુખર્જીના પતિ આદિત્ય ચોપડાએ પોતાની પહેલી પાયલ ખન્ના સાથે છૂટાછેડા થયા ત્યારે પાયલ ખન્નાને પણ માતબર રકમ ચુકવવામાં આવી હતી. જેના કારણે આદિત્ય ચોપડા અને પાયલ ખન્નાના છૂટાછેડા સૌથી મોંઘા છૂટાછેડાની યાદીમાં સામેલ થયા હતા.
પ્રભુ દેવા અને રમથલ :

image source

ડાન્સના ભગવાન માનવામાં આવતા એવા પ્રભુ દેવા અને તેમની પત્ની રમથલના છૂટાછેડા વર્ષ ૨૦૧૧માં થયા હતા. ત્યારે પ્રભુ દેવાને પત્ની રમથલને એલીમની તરીકે ૧ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. સાથે જ પ્રભુ દેવાની પ્રોપર્ટી કે જેની કીમત અંદાજીત ૨૦ થી ૨૫ કરોડ જેટલી કીમત હોઈ શકે તે પણ રમથલને આપી દેવામાં આવી હતી જેના કારણે પ્રભુ દેવા અને રમથલના છૂટાછેડા મોંઘા છુટાછેડાની લીસ્ટમાં સામેલ છે.
આમીર ખાન અને રીના દત્તા.:

image source

બોલીવુડના પરફેકશનિસ્ટ આમિર ખાનએ માતા પિતા વિરુદ્ધ જઈને વર્ષ ૧૯૮૬માં રીના દત્તા સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્ન થઈ ગયાના કેટલાક વર્ષો પછી આમિર ખાન અને રીના દત્તા બંને એકબીજાથી દુર રહેવા લાગે છે અને અંતે વર્ષ ૨૦૦૨માં આમિર ખાન અને રીના દત્તાના છૂટાછેડા થઈ ગયા પરંતુ આમિર ખાનને રીના દત્તા સાથેના છૂટાછેડા ખુબ જ ભારે પડ્યા કારણે કે, આમીર ખાનને રીના દત્તાને અંદાજીત ૫૦ કરોડ રૂપિયા એલીમની તરીકે આપવામાં આવ્યા હતા.

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા :

image source

એક સમયે બોલીવુડના હોત કપલ તરીકે જાણીતું અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્નના લગભગ ૧૯ જેટલા લાંબા સમય ગાળા પછી બંનેએ એકબીજાની સહમતિથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. તેમજ આ છૂટાછેડાથી મલાઈકા અરોરાને આપવામાં આવેલ ભરણપોષણ માટે આપવામાં પૈસા વિષે ઓફિશ્યલી કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ એક રીપોર્ટ મુજબ અરબાઝ ખાનએ મલાઈકા અરોરાને ૧૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.