સતત ત્રીજી વખત અમિત શાહની તબિયત લથડી, કોરોના પોઝિટીવ-હળવો તાવ અને હવે ફરીથી મોડી રાત્રે થઈ શ્વાસમાં તકલીફ

ગૃહમંત્રી અમિત શાહ છેલ્લાં કેટલાંક સમયથી તબિયત સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમિત શાહને ફરી એક વખત દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહને ફરીથી એક વખત રાત્રે 11 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાત્રે 11 વાગ્યે લઈ જવામાં હોસ્પિટલમાં

image source

હાલમાં જ ગૃહ પ્રધાન અમિત શાહને કોરોના વાયરસથો ચેપ લાગ્યો હતો. જોકે, ગૃહ પ્રધાન અમિત શાહને સારવારના કારણે કોરોના નેગેટિવ આવ્યાં બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે જ સમયે, શ્વાસ લેવામાં મુશ્કેલી હોવાને કારણે અમિત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહને શનિવારે રાત્રે 11 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ

image source

સૂત્રોના જણાવ્યા અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસથી ઠીક થયા પછી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એઈમ્સના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અમિત શાહ થોડો સમય હોસ્પિટલમાં રોકાઈ જાય તો વધારે સારુ રહેશે, જ્યાં નિરીક્ષણ હેઠળ તેમની સારવાર થઈ શકે.” હાલમાં અમિત શાહને એઈમ્સમાં કાર્ડિયો ન્યુરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે.

14 ઓગસ્ટે રિપોર્ટ આવ્યો હતો નેગેટિવ

image source

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ પછી, તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોની ટીમે તેની સારવાર કરી હતી. લગભગ બે અઠવાડિયામાં અમિત શાહે કોરોનાને હરાવ્યો અને તેનો કોરોના રિપોર્ટ 14 ઓગસ્ટે નેગેટિવ આવ્યો. આ પછી તેને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેને ઘરે આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી.

અમિત શાહે કરી હતી વિનંતી

આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ કોરોનાગ્રસ્ત બન્યા હતા. ડોકટરોની સલાહ મુજબ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા હતા. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા શાહે વિનંતી કરી હતી. આ અંગે ગૃહમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

સાજા થયા બાદ ફરીછી લથડી હતી તબિયત

image source

જો કે, થોડા દિવસો પછી અમિત શાહની તબિયત ફરી કથળી હતી અને તેઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને હળવો તાવ આવ્યો હતો એવી ફરિયાદ હતી. જે બાદ તેની સારવાર એઈમ્સમાં કરવામાં આવી હતી. લગભગ 12 દિવસની સારવાર બાદ તેને એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. જો કે, ફરી એકવાર અમિત શાહની તબિયત લથડતાં તેઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span