કોરોનાને મ્હાત આપીને રિકવરી બાદ અમિત શાહે પહેલી વાર લીધી ઓફિસની મુલાકાત, અને મહત્વના મુદ્દાઓ પર કરી બેઠક

કોવિડને મ્હાત આપીને રિકવરી બાદ અમિત શાહે પહેલી વાર મહત્વના મુદ્દાઓ પર કરી બેઠક

કોરોના નેગેટિવ આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતા મોડી રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. AIIMS તરફથી કહેવામાં આવ્યું હતું કે અમિત શાહ જ્યારે પહેલા અહિયાંથી ડિસ્ચાર્જ થયા હતાં ત્યારે તેમના દ્વારા સ્ટાફને કહેવામાં આવ્યું હતું કે સંસદ સત્ર શરુ થાય તે પહેલા એકવાર તપાસ માટે AIIMS આવે અને તેને જ ધ્યાનમાં રાખીને સંસદ સત્ર શરુ થવા પહેલા તે હોસ્પિટલમાં આવ્યા હતાં.

image source

કોરોના વાયરસથી ઠીક થયા બાદ પણ અસ્વાસ્થતાને ધ્યાનમાં રાખીને તેઓ ત્યાં દાખલ થયા હતા. અમિત શાહ બીજી ઓગસ્ટે કોરોના પોઝિટિવ થયા હતા અને 14મી ઓગસ્ટે વાયરસને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતા. અમિત શાહ કોરોના સામેના યુદ્ધમાં જીતીને હેમખેમ બહાર આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાબતની જાણકારી તેમણે ટ્વિટર પર શેર હતી, સાથે જ તેમનો ઉપચાર કરવા વાળા તમામ ડોક્ટર્સ અને પેરમેડિકલ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે પોતાના મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક કરી. આ બેઠકમાં ગૃહ મંત્રીએ ઘણા મહત્વપૂર્ણ અને પ્રમુખ મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી. અમિત શાહ સારવાર બાદ એમ્સમાંથી રજા આપ્યા પછી પહેલી વાર કોઇ બેઠકની અધ્યક્ષતા માટે પોતાના નોર્થ બ્લોક સ્થિત પોતાની ઓફીસે આવ્યાં હતા. આ બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને અન્ય વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા.

image source

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થયા હતા, ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે અમિત શાહનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. જો કે થોડા દિવસ પછી અમિત શાહને ફરી શ્વાસ લેવામાં તકલીફ થતાં એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા, ત્યાર બાદ તેઓને 17 સપ્ટેમ્બરના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ 2020 ફેસ્ટનું ઉધ્ધાટન કર્યું હતું. આ અવસર પર અમિત શાહે કહ્યું હતું કે પૂર્વોત્તર વગર ભારત અને ભારતીય સંસ્કૃતિ અધૂરી છે. અર્થવ્યવસ્થા, પર્યટન અને રોજગારીને પ્રોત્સાહન આપવા માટે પૂર્વોત્તરમાં શાંતિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ હતી.

image soucre

દિલ્હીમાં કોરોનાના સતત વધતાં કેસો વચ્ચે અમિત શાહે પોતે કોરોના સામેની લડતની કમાન સંભાળી હતી. તેમણે પોતે દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવા પર બહાર મૂક્યો હતો અને તે માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને અન્ય તમામ ઉચ્છાધિકારીઓ સાથે સિલસિલેવાર બેઠકો યોજી હતી. આ જ ઘટનાક્રમમાં તેઓ સંક્રમિત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેં બાદ તેમનો રિપોર્ટ પોજીટીવ આવતા મેદાન્તામાં ભરતી કરાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span