અમિતાભ વહુ ઐશ્વર્યાને જોઇને થઇ જાય છે ખુશ-ખુશ, તેની પાછળનું કારણ જણાવે છે સાસુ જયા બચ્ચન

બોલીવૂડમાં સૌથી ફેમસ કોઈ વહુ હોય તો તે છે ઐશ્વર્યા રાય બચ્ચન. તેણી તાજેતરમાં 47 વર્ષની થઈ છે. તેણીનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ મેંગલોરમાં થયો હતો. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઐશ્વર્યા બાળપણમાં આર્કિટેક્ટ બનવા માગતી હતી. પણ મોટી થતાં થતાં તેનું મન મોડેલિંગ તરફ વળ્યું. મોડેલિંગની પહેલી ઓફર તેણીને કેમલિન કંપની તરફથી મળી હતી, ત્યારે તેણી 9માં ધોરણમા અભ્યાસ કરતી હતી.

image soucre

ત્યાર બાદ તેણીએ ઘણી બધી એડમાં કામ કર્યું અને પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. મોડેલિંગ તરફ આગળ વધતા 1991માં તેણીએ એક સુપરમોડેલ કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને તેણી કોન્ટેસ્ટ જીતી ગઈ. ફોર્ડ દ્વારા ઓર્ગેનાઇઝ્ડ કોન્ટેસ્ટને જીતી લીધા બાદ ઐશ્વ્રયા વોગ મેગેઝિનની અમેરિકન એડિશનમાં જોવા મળી હતી. 1993માં આમિર ખાન સાથે એડમાં આવીને તેણી ખૂબ જાણીતી બની ગઈ હતી. તેણીએ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી લીધો.

image source

ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર ઐશ્વર્યાના સસરા અમિતાભ બચ્ચન વચ્ચે ખાસ બોન્ડિંગ ધરાવે છે. તેનો ખુલાસો ઐશ્વર્યાના સાસુમા એટલે કે જયા બચ્ચને કર્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન, બચ્ચન ફેમિલીની લાડકી વહુ છે. સસરા અમિતાભ સાથે તેમનું સારું બોન્ડિંગ છે તે તો તમે અવારનવાર જોયું જ હશે. વાસ્વતમાં તેમને ઐશ્વર્યા બિલકુલ તેમની દીકરી શ્વેતા જેવી લાગે છે, કારણ કે ઐશ્વર્યા પણ અમિતાભને શ્વેતાની જેમ જ ટ્રીટ કરે છે.

image soucre

જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે કોઈ અનબન હોવાની વાતો ઉડતી રહે છે પણ વાસ્તવમાં તે એક અફવા જ હોય તેવુ લાગે છે કારણ કે પબ્લીક પ્લેસમાં તો તેમની વચ્ચે ઘણું બોન્ડિંગ જોવા મળે છે.

image source

અભિષેક જ્યારે ઐશ્વર્યાને ડેટ કરી રહ્યા હતા તે સમયે જયા બચ્ચન કરન જૌહરના ચેટ શો કોફી વિથ કરન પર આવ્યા હતા. આ વાત 2007ની છે તે સમયે જયા બચ્ચને નેશનલ ટેલિવિઝન પર ઐશ્વર્યાના ખૂબ વખાણ કર્યા હતા. જયા બચ્ચને કહ્યુ હતું, તે એક ખૂબ જ પ્રેમાળ છોકરી છે હું તેણીને ખૂબ પ્રેમ કરું છું. તે એક મોટી સ્ટાર છે અને પરિવારમાં ખૂબ જ સારી રીતે ફીટ થઈ ગઈ છે.

image soucre

જયા બચ્ચને એમ પણ કહ્યું હતું કે ઐશ્વર્યાએ તેમના ઘરમાં દીકરી શ્વેતાની કમી પુરી કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે અમિતાભ ઐશ્વર્યાને જોઈને ખૂબ ખુશ થાય છે. જયા બચ્ચને જણાવ્યુ હતું કે જેવી ઐશ્વર્યા ઘરે આવે છે અમિતના આંખમાં ચમક આવી જાય છે અને તેમનો ચહેરો ખિલી ઉઠે છે જાણે શ્વેતા ઘરે આવી ગઈ હોય. શ્વેતાના કારણે જે ખાલીપણું આવી ગયું છે તે ઐશ્વર્યાએ ભરી દીધું છે.

image soucre

ફિલ્મ ગુરુના શુટિંગ દરમિયાન અભિષેક બચ્ચને ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. 2007માં બન્નેના લગ્ન થયા અને તેણી બચ્ચન પિરવારની વહુ બની ગઈ. તેમની એક દીકરી છે જેનું નામ આરાધ્યા છે.

image soucre

ઐશ્વર્યાએ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇરુવરથી એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી, જેને મણિરત્નમે દિગદર્શિત કરી હતી. તેમની પહેલી બોલીવૂડ ફિલ્મ હતી ઔર પ્યારા હો ગયા. આ ફિલ્મના ડીરેક્ટર રાહુલ રવૈલ હતા. ઐશ્વર્યાએ સંજય લીલા ભણસાળીની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ કરી અને તેણી એક જાણીતી અભિનેત્રી બની ગઈ.

image source

ત્યાર બાદ તેણીએ ફિલ્મ દેવદાર, ધૂમ 2, ઉમરાવ જાન, ગુરુ, સરકાર રાજ, હમારા દિલ આપકે પાસ હૈ, મોહબ્બતેં, તાલ, આ અબ લૌટ ચલે, તેમજ જોધા અકબર કરી. આજે તેણી માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં એક જાણીતી અને પ્રભાવશાળી વ્યક્તિ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.