મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ, સારવાર અર્થે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા

દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારી ખુબ જ વધી રહી ત્યારે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં પણ સૌથી વધારે અસર મુંબઈમાં જોવા મળી છે. ત્યારે હવે બોલીવુડના સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.

અમિતાભ બચ્ચનને મુંબઈ શહેરની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા છે. આ વાતની જાણકારી અમિતાભ બચ્ચનએ પોતે જ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે.

image source

બોલીવુડના મહાનાયક એવા અમિતાભ બચ્ચન હાલમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. અમિતાભ બચ્ચનને મુંબઈ શહેરની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને પોતે ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને પોતાના ફેંસ સુધી પોતાના કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણકારી શેર કરી છે.

બિગ બી દ્વારા ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘હું કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો છું. આ સાથે જ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયો છે. હોસ્પિટલના અધિકારીઓને જાણકારી આપી રહ્યા છે.

જયારે હવે બચ્ચન પરિવાર અને ઘરના સ્ટાફ મેમ્બરના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમના રીપોર્ટની હવે રાહ જોવામાં આવી રહી છે. આ સાથે જ અમિતાભ બચ્ચન વિનંતી કરી રહ્યા છે કે, જે પણ વ્યક્તિઓ છેલ્લા દસ દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોવ તેમને વિનંતી છે કે, તેઓ પણ પોતાનો ટેસ્ટ કરાવી લે.’

image source

બોલીવુડના સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની હાલમાં જ ફિલ્મ ‘ગુલાબો- સિતાબો’ (Gulabo- Sitabo)ને ઓટીટી પ્લેટફોર્મ એટલે કે, ઓનલાઈન રીલીઝ કરવામાં આવી હતી, જેમાં અમિતાભ બચ્ચનની જોડી આયુષ્યમાન ખુરાનાની સાથે ખુબ જ જામી રહી છે.

image source

ફિલ્મ ‘ગુલાબો- સિતાબો’ (Gulabo- Sitabo)ને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી છે. અમિતાભ બચ્ચન આ વર્ષે જ અન્ય ત્રણ ફિલ્મોમાં જલ્દી જ જોવા મળી શકે છે. અમિતાભ બચ્ચનની આ ફિલ્મોમાં ‘ચહેરે’, ‘ઝુંડ’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી શકે છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચનની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ સાથે જ જોવા મળી શકે છે.

image source

જો કે, હાલમાં અમિતાભ બચ્ચનને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું એમ અમિતાભ બચ્ચન હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાના કારણે અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ બચ્ચન પરિવાર અને તેમના સ્ટાફ મેમ્બર્સના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલના એક ટીવી રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

Source : NDTV India

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.