અમિતાભને નથી ગમતું ‘બોલીવૂડ’ નામ- જાણો તેમને શું પસંદ છે અને જાણો ‘બોલીવૂડ’ નામ ક્યાંથી આવ્યું તે પાછળની હકીકત
બોલીવુડ
હિન્દી ફિલ્મ (Indian cinema) ઇન્ડસ્ટ્રીને આખી દુનિયામાં બોલીવુડ (Bollywood)ના નામથી જાણવામાં આવે છે. દુનિયામાં સૌથી વધારે ફિલ્મ બનાવવાનો રેકોર્ડ ભારતના નામે છે. સેંસર બોર્ડ (censor board)ના જણાવ્યા મુજબ ભારતમાં દર વર્ષ લગભગ ૨૦થી વધારે ભાષાઓમાં ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલી ફિલ્મો બનાવવામાં આવે છે. હિન્દી સિનેમાને બોલીવુડ, સાઉથની ફિલ્મોને ટોલીવુડ અને કોલીવુડઅને અમેરિકન ફિલ્મોને હોલીવુડ (Hollywood) કહેવામાં આવે છે. પણ શું આપ જાણો છો કે, આ નામ કોણે અને કેમ આપવામાં આવ્યું?

મોટાભાગના લોકો આ વાત જાણે છે કે, ફિલ્મોની જેમ જ બોલીવુડનું નામ હોલીવુડ પરથી કોપી કરવામાં આવ્યો છે પરંતુ તે વાતમાં કોઈ જ હકીકત નથી. કહેવામાં આવે છે કે સીનેબ્લિટ્ઝ મેગ્ઝીનની કોલમિસ્ટ બેવિંડા કોલૈકોએ વર્ષ ૧૯૭૬માં સૌપ્રથમ બોમ્બે માટે બોલીવુડ શબ્દનો ઉપયોગ કર્યો. પણ આ શબ્દનો પ્રયોગ કરવાની જરૂરિયાત કેમ ઉભી થઈ ચાલો જાણીએ.

ટોલીગંજ થી ટોલીવુડ પછી બોલીવુડ
બંગાળની રાજધાની કોલકાતામાં ‘ટોલીગંજ’ નામની એક જગ્યા છે જે પહેલા બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Bengali film industry) નું કેન્દ્ર હોતું હતું અને આ જ કારણથી તેનું નામ ‘ટોલીવુડ’ પડી ગયું. એનાથી પ્રેરણા લઈને હિન્દી ફિલ્મોનું સેન્ટર બોમ્બે માટે ‘બોલીવુડ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવવા લાગ્યો. જો કે, ભારતીય સિનેમા (Indian cinema) ને બોલીવુડ કહેવાય છે જરૂરથી પણ આ નામ અધિકારીક નથી. આ તો ફક્ત વધારે બોલવામાં આવતા પ્રચલિત થયો. ટોલીવુડ (તે સમયે બંગાળી સિનેમા) શબ્દનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ ૧૯૩૨માં કરવામાં આવ્યો હતો. વિલ્ફોર્ડ ઈ ડેમિંગ નામના એક સાઉન્ડ એન્જીનીયર દ્વારા સૌપ્રથમ આ શબ્દ ઉપયોગ કરાયો હતો. અમેરિકન સિનેમેટોગ્રાફર પત્રિકામાં સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો.

ભારતીય સિનેમા માટે નથી ‘બોલીવુડ’
‘બોલીવુડ’ શબ્દ આખા ભારતીય સિનેમા માટે ઉપયોગ કરવામાં આવતો શબ્દ નથી. જો કે, કેટલાક લોકો ‘બોલીવુડ’ શબ્દને આખા ભારતીય સિનેમા માટે ઉપયોગ કરે છે જે ખોટું છે. આવામાં હિન્દી ફિલ્મો માટે જ ‘બોલીવુડ’નો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, અમીતાભ બચ્ચન (Amitabh Bachchan) આ શબ્દને કઈ ખાસ પસંદ નથી કરતા. એમના માટે ‘બોલીવુડ’ (Bollywood) જેવો કોઈ શબ્દ માન્ય રાખતો નથી. તેઓ આને હિન્દી સિનેમા (hindi cinema) કહેવાનું જ પસંદ કરે છે.

હોલીવુડ (Hollywood) નામ ઉપયોગ થવા પાછળ પણ આવા જ પ્રકારની એક ધારણા છે. અમેરિકાના લોસ એન્જીલસમાં એક શહેર છે જેનું નામ હોલીવુડ છે. આ અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખુબ જ મોટું કેન્દ્ર છે અને એટલા માટે ત્યાના સિનેમા માટે ‘હોલીવુડ’ શબ્દનું પ્રચલિત થયું છે.
શું આપ જાણો છો કે એક વર્ષમાં લગભગ ૧૫૦૦ જેટલી ફિલ્મો બનાવનાર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક આવક અંદાજીત ૨.૧ અરબ ડોલર (૧૩૮૦૦ કરોડ રૂપિયા) છે. ટોલીવુડ (Tollywood) ભારતની બીજા નંબરની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. આટલી ફિલ્મો બનાવ્યા પછી પણ આપણે દુનિયાથી કારોબારની બાબતમાં પાછળ છીએ.

ભારતીય સિનેમાનો ઈતિહાસ (history ઓફ Indian cinema):
ભારતીય સિનેમાની શરૂઆત વર્ષ ૧૯૧૩માં થવાનું માનવામાં આવે છે. ભારતની પહેલી મુક ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર (raja Harishchandra) હતી તેનું નિર્માતા દાદા સાહેબ ફાલકે (dada saheb phalke)હતા. તેમણે વર્ષ ૧૯૧૩ અને વર્ષ ૧૯૧૮ની વચ્ચે ૨૩ ફિલ્મોનું નિર્માણ કર્યું. દાદા સાહેબ ફાલકે (dada saheb phalke)ની જ જીદ હતી કે, ભારતમાં ફિલ્મ ઉદ્યોગનો પાયો રાખવામાં આવે. આજે પણ જયારે જયારે સિનેમાની વાત કરીએ છીએ તો તેઓનું ઉલ્લેખ જરૂરથી થાય છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં પણ એક શાનદાર ફિલ્મ બનીને સામે આવી હતી. વર્ષ ૧૯૫૦ અને વર્ષ ૧૯૬૦માં ભારતીય સિનેમાના ઇતિહાસનો સુવર્ણ યુગ (golden age of Indian cinema) માનવામાં આવે છે. કેમ કે, આ દરમિયાન ગુરુ દત્ત, રાજ કપૂર, દિલીપ કુમાર, મીના કુમારી, મધુબાલા, નરગીસ જેવા મહાન કલાકારોએ ભારતીય સિનેમાને નવું રૂપ આપ્યું હતું.

કેવી રીતે આવ્યો ‘બ્લોકબસ્ટર’ શબ્દ ?
ફિલ્મોની લોકપ્રિયતા વિષે જણાવતા મોટાભાગે આપે ‘બ્લોકબસ્ટર’ (blockbuster) શબ્દનો પ્રયોગ કરતા જોયા છે પણ શું આપ જાણો છો કે આ શબ્દ આવ્યો ક્યાંથી?
‘બ્લોકબસ્ટર’ બે શબ્દોને ‘બ્લોક’ અને ‘બસ્ટ’ શબ્દોને સાથે જોડીને બનાવ્યો છે. પહેલી વાર તેનો પ્રયોગ ખુબ ધમાકેદાર તરીકે કરવામાં આવ્યો હતો. જેનનો શિકાર ઘણા બધા લોકો આવ્યા છે. પણ હવે લોકપ્રિય અને સફળ ફિલ્મો માટે ‘બ્લોકબસ્ટર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દી સિનેમાની કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મ (blockbuster movies) છે. જેમ કે, નરગીસ દત્તની ‘મધર ઇન્ડિયા’, આમીર ખાનની ‘લગાન’, શાહરૂખ ખાન અને કાજોલની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.