અમિતાભની ઘરની આ વ્યક્તિને બોલિવૂડમાં મળી રહી છે ઓફર, અંદરની આ તસવીર કહી જાય છે ગણું બધુ

અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને મળી રહી છે બોલીવૂડમાં ઓફર – કરણ જોહર તેને લોન્ચ કરે તેવી શક્યતા
લોકડાઉન બાદથી મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે ઘરમાં ક્વોલિટિ ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. આ સમય દરમિયાન બીગ બીએ પોતાની દીકરીના દીકરા એટલે કે અગસ્ત્ય નંદાની સાથે વર્કાઉટ કરતી એક તસ્વીર શેર કરી હતી. તે બન્નેની આ તસ્વીર ખૂબ ચર્ચામાં રહી હતી અને ત્યાર બાદ થી જ 19 વર્ષિય અગસ્ત્યને ઘણી બધી ફિલ્મોની ઓફરો પણ મળવા લાગી છે માટે બની શકે કે તે જલદી પોતાનું બોલીવૂડ ડેબ્યુ કરે. તેને લોન્ચ કરનારામાં કરણન જોહરનું નામ પણ સામે આવ્યું છે.

image source

તાજેતરમાં એક જાણીતા સમાચાર પત્રમાં આવેલા એક અહેવાલ પ્રમાણે શ્વેતા નંદાના નાના દીકરા અગસ્ત્યને ઘણી ફિલ્મો ઓફર થઈ હોવાનું જાણવા મળ્યું છે. તે હંમેશથી એક્ટિંગમાં રસ ધરાવતે છે માટે જલદી જ તે બોલીવૂડ ફિલ્મોમાં જોવા મળે તો નવાઈ નહીં. તો બીજી તરફ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે કરણ જોહરના ધર્મા પ્રોડક્સન દ્વારા તેને લોન્ચ કરવામા આવશે. જો કે આ સમાચારનું અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન મળી શક્યું નથી.

કરણ જોહર સાથે પાર્ટીમાં જોવામાં આવ્યો

image source

તાજેતરમાં નીતૂ કપૂર એટલે કે સ્વ. ઋષિ કપૂરના પત્ની અને બોલીવૂડ હાર્ટથ્રોબ રનબીર કપૂરના માતાનો બર્થડે ગયો અને તે દિવસે તેમના ઘરમાં એક નાનકડી પાર્ટીનું આયોજન કરવામા આવ્યું હતું. ઋષિ કપૂરની બહેન રીતૂ નંદા અગસ્ત્યની દાદી છે, આમ આ બન્ને પરિવાર ખૂબ નજીકના સંબંધીઓ છે. આ પાર્ટીમાં રનબીર કપૂર, રિદ્ધિમા કપૂર અગસ્ત્ય અને કરણ જોહર પણ હાજર હતા. આ પાર્ટીની તસ્વીરો હાલ ખૂબ ચર્ચામાં છે. તો વળી કેટલાક લોકોએ તો એવો પણ તુક્કો લાગવ્યો હતો કે આ પાર્ટી દરમિયાન જ અગસ્ત્યને કરણે ફિલ્મ ઓફર કરી હશે.

અમિતાભ સાથે અગસ્ત્ય કરે છે વ્યાયામ

મે મહિનામાં અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી જેમાં તે પોતાના પૌત્ર અગસ્ત્ય સાથે હેવી વેટ લિફ્ટિંગ કરતા જોવા મળ્યા હતા. તેની મિરર સેલ્ફી શેર કરતા બિગ બીએ અગસ્ત્યને પોતાનું ઇન્સ્પિરેશન બતાવ્યો હતો. તસ્વીર શેર થતાં અગસ્ત્ય પણ ચર્ચામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

હજુ ગઈ કાલે જ અમિતાભે પોતાના સોશલ મિડિયા અકાઉન્ટ પર અભિષેક અને શ્વેતાના બાળપણની એક તસ્વીર શેર કરી હતી જેમાં તેઓ પોતાના આ બે નાનકડા બાળકોને વહાલ કરી રહ્યા છે. તેમણે આ તસ્વીર શેર કરતા લખ્યું છે ‘કૈસે ઇતને બડે હો ગયે ?’ (કેવી રીતે આટલા મોટા થઈ ગયા?)

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ દ્વારા શેર કરવામા આવેલી આ તસ્વીર ફિલ્મ અમર અકબર એન્થનીના સેટ પર લેવામાં આવી હતી. આ સાથે તેમણે શ્વેતા અને અભિષેકની યુવાનીની તસ્વીર પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

આ પહેલાં અમિતાભે પોતાની યુવાનીની પણ એક તસ્વીર શેર કરી હતી. અને તેમણે તે તસ્વીર શેર કરતા લખ્યું હતું, ‘કુછ ઝમાને ઐસેભી થે, અબ ઝમાને બીત ગયે, બસ અબ કુછ હી બચે રેહતે હૈ.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span