અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ થતાં ચાહકોની વધી ચિંતા

બોલિવૂડ માટે જ નહીં પરંતુ વિશ્વભરના ફિલ્મ ચાહકો માટે 11 જુલાઈએ રાત્રે ચોંકવાનારા સમાચાર સામે આવ્યા કે અમિતાભ બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો છે. 77 વર્ષીય અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણ બીગ બીએ જાતે જ લોકોને કરી હતી.

IMAGE SOURCE

બીગ બીએ રાત્રે ટ્વીટ કરી અને જણાવ્યું હતું કે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તેમના ચાહકો અને ફિલ્મ સ્ટાર્સ સતત તેમને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

IMAGE SOURCE

અમિતાભ બચ્ચને ઈંસ્ટાગ્રામ અને ટ્વીટર પર કોરોના પોઝિટિવ હોવાની પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ શેર થતાંની સાથે જ લોકો ચિંતામાં પણ પડી ગયા છે. અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ છે. તે બંનેને કોરોનાના લક્ષણો પણ જણાયા હતા તેથી તેમને તુરંત મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બંને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

IMAGE SOURCE

અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાનો ખ્યાલ એ વાત પરથી આવી જ જાય છે કે તેમનું સ્વાસ્થ્ય ખરાબ હોવાનું સામે આવ્યાની સાથે જ તેમના ચાહકો પણ તેમના માટે ભગવાનની પૂજા કરવા લાગ્યા છે. અગાઉ પણ જ્યારે જ્યારે અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ થઈ છે ત્યારે ત્યારે લોકોએ અનેકવાર ભગવાનની પૂજા કરી છે. આ વખતે પણ બોલિવૂડના સુપરસ્ટાર ઝડપથી સાજા થાય તે માટે પૂજા અર્ચના શરુ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan IFH Fan Club (@amitabhbachchanifhfanclub) on

આ અંગે જાણવા મળ્યાનુસાર ભોપાલમાં અમિતાભ બચ્ચનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. અહીં આવેલા પ્રખ્યાત દુર્ગા મંદિરમાં અમિતાભ બચ્ચનના સારા સ્વાસ્થ્ય માટે રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.

IMAGE SOURCE

મંદિરના સંચાલકનું કહેવું છે કે અમિતાભ બચ્ચન માત્ર એક અભિનેતા જ નહીં પરંતુ દેશનું ગૌરવ છે. તેઓ કરોડો લોકો માટે આદર્શ છે. તેમને કોરોના છે અને તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળતાં તેમના માટે ખાસ પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે.

IMAGE SOURCE

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા જ્યારે કુલી ફિલ્મના સીનના શૂટિંગ દરમિયાન અકસ્માત થતાં અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતા ત્યારે પણ દેશભરના મંદિરોમાં તેમના માટે ખાસ પૂજા કરવામાં આવી હતી. આ વખતે પણ કોરોના સામે તેઓ જંગ જીતે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span