અમિતાભ બચ્ચનની પોસ્ટ પર ફિલ્મ સ્ટાર્સ અને નેતાઓની ટ્વીટનો થયો વરસાદ, દેશમાં પૂજા-અર્ચના પણ થઈ શરુ

બોલિવૂડના સુપરસ્ટાર અને કરોડો લોકો જેના ચાહક છે તેવા અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં લોકોમાં ચિંતા વધી છે. અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યની વાત સામે આવતાં જ દેશભરમાં તેમના સારા સ્વાસ્થ્ય માટે પૂજા થઈ રહી છે તો દેશના રાજનેતાઓથી લઈ અને ફિલ્મ સ્ટાર્સ પણ તેમને ઝડપથી સ્વસ્થ થવા શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

અમિતાભ બચ્ચન માટે દેશના સ્વાસ્થ્ય મંત્રીએ હોસ્પિટલ સાથે વાત કરી હતી અને તેમનું ધ્યાન રાખવા સુચના આપી હતી. આ સાથે જ તેમણે ટ્વીટ કરી અમિતાભ અને અભિષેક બચ્ચનને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

સ્વાસ્થ્ય મંત્રી સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરી હતી તેમણે લખ્યું છે કે અમિતાભ બચ્ચનને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો તે વાત જાણી દુખ થયું. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

આ સિવાય મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પણ ટ્વીટ કરી લખ્યું છે કે, બધા જ લોકો પ્રાર્થના કરી રહ્યા છે અમિતાભ બચ્ચન ઝડપથી સ્વસ્થ થઈ જશે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અખિલેશ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ અમિતાભ બચ્ચનને શુભેચ્છા પાઠવી ચુક્યા છે. રાજનેતાઓ ઉપરાંત ફિલ્મ જગતના દરેક સ્ટાર્સ પણ અમિતજી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન માટે બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર બોની કપૂરે ટ્વીટ કરી સારા સ્વાસ્થની કામના કરી છે, જ્યારે ક્રીતિ સેનન, સોનમ કપૂર, પ્રિટી ઝિંટા સહિતના બોલિવૂડ સ્ટાર જ નહીં પરંતુ સાઉથના સુપર સ્ટાર પણ બોલિવૂડના શહેનશાહની રીકવરી ઝડપથી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનના ટ્વીટ પર મામુટ્ટી, મહેશ બાબુ, સાઉથના સુપરસ્ટાર અને અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચુકેલા એક્ટર ધનુષ અને મોહન લાલે પણ કોમેન્ટ કરી અને તેમની રીકવરી ઝડપથી થાય તે માટે મેસેજ કર્યા છે.

એટલું જ નહીં અમિતાભ બચ્ચન માટે પાકિસ્તાની ક્રિકેટર શોહેબ અખ્તરે પણ શુભેચ્છા પાઠવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span