અમિતાભ બચ્ચને કહ્યું માસ્કને હિન્દીમાં શું કહેવાય, જાણી લો તમે પણ

અમિતાભ બચ્ચને પહેરેલા આ માસ્ક પર એમની નવી ફિલ્મ ગુલાબો સીતાબોના પોસ્ટર બનેલા છે. જો કે આ જ ફોટો શેર કરતી વખતે અમિતાભ બચ્ચને ઉત્શાહ સાથે એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મળી ગયો… મળી ગયો… મળી ગયો આખર કાર ઘણા પરિશ્રમ પછી માસ્કનો અનુવાદ મળી ગયો.’

image source

એમનું માસ્ક પણ વિશેષ છે

આપને જણાવી દઈએ કે વર્તમાન સમય દરમિયાન કોરોનાના કારણે ફિલ્મો અને કાર્યક્રમો બંધ છે એવા સમયે બોલીવુડ સ્ટાર સોશિયલ મીડિયામાં સૌથી વધારે એક્ટીવ રહે છે. જો કે બોલીવુડ જગતના બીગ-બી એટલે કે અમિતાભ બચ્ચન પણ સોશિયલ મીડીયામાં સક્રિય રહે છે. તેઓ અવારનવાર મોટે ભાગે મોટીવેશન અથવા ગમ્મત ને લગતી પોસ્ટ જ શેર કરતા હોય છે. જો કે હાલમાં એમણે એક ટ્વીટ કરી છે, જેમાં તેઓ માસ્કના હિન્દી અનુવાદ વિશે જણાવી રહ્યા છે. જો કે આ પોસ્ટ સાથે જે ફોટો છે એમાં પણ એમણે માસ્ક લગાડેલું છે, અને એમનું આ માસ્ક પણ વિશેષ છે.

image source

અમિતાભ બચ્ચને કહ્યો માસ્કનો હિન્દી શબ્દ

નીચે દર્શાવેલ તસ્વીરમાં એમણે જે માસ્ક પહેર્યું છે, એ માસ્ક પર ગુલાબો સીતાબોના પોસ્ટર છપાયેલ છે. આ ફોટો શેર કરતા સમયે અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, ‘મળી ગયો… મળી ગયો… મળી ગયો આખર કાર ઘણા પરિશ્રમ પછી માસ્કનો અનુવાદ મળી ગયો. જો કે આ પોસ્ટમાં એમણે માસ્ક માટે જે શબ્દ આપ્યો છે એ ‘નાસિકામુખસંરક્ષક કીટાણુંરોધક વાયુછાનક વસ્ત્રડોરીયુક્તપટ્ટિકા’ છે. જો કે બીગ-બી ની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

કોરોના પીછો છોડતો જ નથી

અમિતાભ બચ્ચનની પોસ્ટ વિશે જો તમે જાણતા હશો તો, એ હંમેશા હળવી મજાક ભરેલી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહેતા હોય છે. અમુક પોસ્ટ તો ઘણી કોમેડી હોય છે. હાલમાં જ થોડા સમય પહેલા એમણે પોતાના બંગલા જલસાના એક રૂમમાં ચામાચીડીયાના ઘુસી આવ્યા અંગે જણાવ્યું હતું કે એને બહાર કાઢવું મુશ્કેલ રહ્યું હતું. આ અંગે એમણે ટ્વીટ કરતા કહ્યું હતું કે, ‘જુરીમાં રહેલા દેવીઓ અને સજ્જનો આ કલાકની તાજી માહિતી… બ્રેકીંગ ન્યુઝ… શું તમે વિશ્વાસ કરશો કે એક ચામાચિડિયું જલસાના ત્રીજા ફ્લોર પર મારા રૂમમાં ઘુસી આવ્યું હતું. ઘણી મુશ્કેલી પછી એને બહાર કાઢી શકાયું હતું. કોરોના પીછો છોડતો જ નથી.

image source

ગુલાબો સીતાબો એમેજોન પ્રાઈમ પર

image source

જો હાલમાં અમિતાભના કાર્યો અથવા એમની ફિલ ગુલાબો સીતાબો વિશે જણાવીએ તો આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે આયુષ્યમાન ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં છે. જો કે આ ફિલ્મને OTT એટલે કે ઓનલાઈન એમેજોન પ્રાઈમ પર રીલીઝ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.