ગંભીર અકસ્માત અને જીવલેણ બીમારીઓનો અમિતાભ બચ્ચન કરી ચુક્યા છે સામનો

અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થયા છે. તેઓ હાલ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. જો કે આ પહેલીવાર નથી કે અમિતાભ બચ્ચન ગંભીર બીમારીમાં સપડાયા હોય આ પહેલા પણ તેઓ ગંભીર અકસ્માતથી લઈ જીવલેણ રોગ સામે લડત લડી ચુક્યા છે.

IMAGE SOURCE

અગાઉ તેમને હેપેટાઈટીસ-બી થયા બાદ તેમનું લીવર 75 ટકા ખરાબ થઈ ચુક્યું છે. આ સિવાય તેમને ટીબી પણ થયું હતું અને હાલ તેમને અસ્થમાની સમસ્યા છે. અમિતાભ બચ્ચન કઈ કઈ બીમારીઓથી પીડિત થયા છે તેના વિશે જાણીએ વિગતવાર.

IMAGE SOURCE

કુલી ફિલ્મનો અકસ્માત

IMAGE SOURCE

1983માં કુલી ફિલ્મના એક ફાયટ સીનના શૂટિંગ વખતે અમિતાભ બચ્ચનને ગંભીર ઈજા થઈ હતી. અમિતાભ બચ્ચનને તે સમયે ઈન્ટર્નલ બ્લીડિંગ થયું હતું અને શરીરમાં લોહીની ઊણપ થઈ હતી. આ સમયે તેમને 200 ડોનર્સ પાસેથી એકત્ર કરી 60 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું હતું. જો કે કોઈ ક્ષતિ રહી જતાં તેમને હેપેટાઈટીસ-બી થઈ ગયું હતું.

IMAGE SOURCE

આ સંક્રમણ થવાથી તેમને પેટમાં તકલીફ થઈ હતી. ડાઈવર્ટિક્યુલાઈટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઈન નામની બીમારી થઈ હતી અને તેમને સર્જરી કરાવવી પડી હતી. જો કે તેમને આ સર્જરી પછી પાચનતંત્રમાં તકલીફ થઈ હતી.

આ અકસ્માત પછી જે દવાઓના ડોઝના લીધે અમિતાભને માયસ્થેનિયા ગ્રેવિસ નામની બીમારી થઈ હતી. એક મુલાકાત દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે હેપેટાઈટીસ બી વાયરસના ઈન્ફેકશથી તેમના લેવરને મોટી ક્ષતિ થઈ હતી તે વાત તેમને 18 વર્ષ પછી ખબર પડી. આ બીમારીના કારણે તેમનું લીવર 75 ટકા ડેમેજ થઈ ગયું અને હવે તે 25 ટકા લિવર સાથે જીવી રહ્યા છે.

IMAGE SOURCE

ત્યારપછી અમિતાભ બચ્ચનને અસ્થમાની બીમારી થઈ છે. અસ્થમા પણ ફેફસાની બીમારી છે અને તેમાં ઓક્સિજનની યોગ્ય માત્રા ફેફસા સુધી પહોંચતી નથી, તેવામાં તેમને કોરોના થતાં ચિંતા વધી છે.

IMAGE SOURCE

અમિતાભ બચ્ચને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વર્ષ 2000માં તેમને ટીબી થયું હતું. જો કે યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવાથી તેઓ આ બીમારીથી મુક્ત થઈ ગયા છે. જાણવા મળ્યાનુસાર જ્યારે અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ થયો ત્યારે પણ તેમનું ઓક્સીજન લેવલ ઓછું આવ્યું હતું જો કે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ઓક્સીજન લેવલ સુધર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span