એમેઝોનની કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિને કમ્પલસરી કરવું પડે છે આ કામ…

૧. એમેઝોન એ ખરેખરમાં જેફ બેનોઝનો આઈડિયા હતો જ નહિ. ‘EVERYTHING STORE’ ઉપર જેફ બેનોઝને તેમના D.E.SHAW કંપનીના બોસએ રીસર્ચ કરવા માટે કહ્યું હતું. અને પછી શું થયું એ કહેવાની જરૂર છે જ નહિ.

image source

૨. એમેઝોનનું નામ ‘કદાબ્રા’ રાખવામાં આવ્યું હતું. ‘કદાબ્રા’ જાદુને લગતો શબ્દ છે જેથી લોકો પણ એ જાદુનો અનુભવ માણી શકે. પણ થયું એવું કે લોકો ‘કદાબ્રા’ને ભૂલથી ‘કદાવર’ નામથી બોલાવવા લાગ્યા અને આ કારણે નામ બદલીને રાખવામાં આવ્યું ‘એમેઝોન’.

image source

૩. શરૂઆતના સમયમાં જયારે એમેઝોન ઉપર કોઈ ઓર્ડર આવે ત્યારે ઓફીસમાં મુકેલો બેલ વગાડવામાં આવતો. પણ ઓર્ડરની સંખ્યા વધી ગઈ પછી એ બેલને કાઢી નાખવામાં આવ્યો.

image source

૪. જેફના માતાપિતા એમેઝોનના શરૂઆતના ઇન્વેસ્ટર્સમાંથી એક હતા. અને શરૂઆતના સમયમાં જેફ તેના દરેક ઇન્વેસ્ટરને ચેતવણી આપતા હતા કે એમેઝોન બંધ થવાની શક્યતા વધારે છે.૫. એમેઝોનમાં પહેલી બુક જુલાઈ ૧૯૯૫ માં વેચાઈ હતી. એ બુકનું નામ હતું ‘FLUID CONCEPTS AND CREATIVE ANALOGIES’.

image source

૬. એમેઝોનમાં કામ કરતા દરેક કર્મચારીએ (ભલે એ CEO પણ ન હોય) વર્ષમાં ૨ દિવસ કસ્ટમર સર્વિસ ડેસ્ક ઉપર બેસવાનું હોય છે જેથી દરેક કર્મચારી કસ્ટમરની જરૂરિયાતોને સમજી શકે.

૭. એમેઝોન ચાલુ કર્યાના પહેલા મહિનામાં ૫૦ અમેરિકાના રાજ્યો તેમજ ૪૫ દેશોમાંથી ઓર્ડર્સ મેળવ્યા હતા.

image source

૮. એમઝોનની શરૂઆત જેફ બેનોઝના ઘરના ગેરેજમાં કરવામાં આવી હતી.

૯. શરૂઆતના સમયમાં જયારે એમઝોન સફળતા તરફ જઈ રહ્યું હતું ત્યારે તેમના કર્મચારીઓએ એક અઠવાડિયામાં ઓછામાં ઓછું 60 કલાક જેટલું કામ કરવ પડતું હતું.

image source

૧૦. ૧૯૯૮ની નાતાલ દરમિયાન એમેઝોનમાં કર્મચારીઓની એકદમ કમી સર્જાયી હતી જેને કારણે ઓર્ડર પુરા કરવા માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. આવું ફરીથી ન થાય એ માટે એમેઝોન નાતાલ દરમિયાન કર્મચારીઓની સંખ્યા વધારી દે છે.

લેખન સંકલન : યશ મોદી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.