નાળામાં પડી ગયુ હાથીનુ બચ્ચુ, તો આ રીતે માતા એ બચાવી લીધો જીવ, જોઇ લો વિડીયોમાં તમે પણ

મા તો આખરે મા જ હોય છે, જે પોતાના બાળકોને એટલો પ્રેમ કરે છે કે એમને કોઈ પણ નુકશાનથી બચાવવા માટે કઈ પણ કરી જવા હંમેશા તૈયાર જ રહેતી હોય છે. એ મા એક માણસની હોય કે પછી કોઈ પ્રાણી અથવા પક્ષીની, મા પોતાના બાળકો માટે એક સમાન જ હોય છે.

image source

જગલી પ્રાણીઓની માતાઓ પણ પોતાના બાળકની સુરક્ષા માટે કોઈ પણ સીમા વટાવી શકે છે. માની મમતાની સાક્ષાત પ્રતીતિ કરાવતો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં સૌથી વધારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક હાથી (માતા) પાણીની ખાળમાં (ગટરનું નાળું) પડેલા પોતાના હાથી (બાળક)ને બચાવવા પ્રયત્ન કરતી જોવા મળે છે.

image source

ખાળમાં પડેલા પોતાના બાળકને પોતાની સુંઢ વડે ખેંચીને બહાર કાઢવા મથતી એક હાથીણ (હાથીની માતા)નો વિડીઓ હ્રદયસ્પર્શી છે અને લોકોને પણ એ ખુબ જ પસંદ પડી રહ્યો છે.

image source

આ વિડીયોને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. એની સાથેના કેપ્શનમાં એમણે લખ્યું છે ‘મા એ પોતાના પ્રેમના દડાને ફરીથી મેળવી લીધો છે.’ હાથી અને એના બાળકનો આ હ્રદયસપર્શી વિડીયો જોવાવાળા દરેકને ખુબ જ પસંદ પડયો છે. કારણ કે આમાં એક મા અને એના બાળક વચ્ચેના નિસ્વાર્થ પ્રેમને દર્શાવવામાં આવ્યો છે.

Baby elephant trapped in well in Jharkhand, rescue operation ...
image source

માતા અને સંતાન બંને એ નાળાથી દુર જંગલ તરફ જતા દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.