‘બાલિકા વધુ’ની ‘આનંદી’એ કરાવ્યું ટ્રાન્સફોર્મેશન, અરીસામાં પોતાનું શરીર જોઇને રડી પડી પોતે પણ, PICS

ટીવી શો ‘બાલિકા વધુ’ની ‘આનંદી’નું જોરદાર ટ્રાન્સફોર્મેશન, તેણે કહ્યું કે, એક રાતે પોતાને આયનામાં જોઇને રડી પડી હતી.

પ્રસિદ્ધ ટીવી શો ‘બાલિકા વધુ’ અને ‘સસુરાલ સિમર કા’થી ઘર- ઘરમાં પ્રસિદ્ધ થયેલ ટીવી અભિનેત્રી અવિકા ગૌરની એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ફોટોમાં અવિકા પહેલા કરતા વધારે ફિટ અને સ્લિમ જોવા મળી રહી છે.

image source

‘ફેટ ટુ ફિટ’ થવા માટે અવિકાએ જોરદાર બોડી ટ્રાન્સફોર્મેશન કર્યો છે. અવિકા પોતાના ફોટો શેર કરતા એક પોસ્ટ કરતા લખે છે કે, ‘મને આજે પણ યાદ છે, ગયા વર્ષે એક રાતે જયારે મેં પોતાને આયના જોવું છું તો હું ખરાબ રીતે તૂટી ગઈ. મેં જે જોયું તે બધું મને બિલકુલ પણ પસંદ આવ્યું નહી.’

image soucre

‘જાડા- જાડા હાથ અને જાડા પગ અને બહાર નીકળી આવેલ પેટ. આ બધું કોઈ બીમારી કે પછી પીસીઓડીના કારણથી થયું હોત આ બધું યોગ્ય હતું કેમ કે, ત્યારે આ બધું મારા નિયંત્રણ માંથી બહાર હોત.’

image soucre

‘પરંતુ આ બધું તો મારી કેટલીક ખાવા- પીવાની ખોટી આદતો અને વર્કઆઉટ નહી કરવાના કારણે થયું હતું.’ અભિનેત્રી અવિકા ગૌર આ પોસ્ટમાં આગળ જણાવતા કહે છે કે, બેડોળ થઈ ગયેલ શરીરના કારણે હું અસુરક્ષિત અનુભવ કરવા લાગી હતી.

image soucre

અભિનેત્રી અવિકા ગૌર આગળ લખે છે કે, આ સમય દરમિયાન તેણે ડાન્સિંગ પર ધ્યાન હતું નહી. જો કે, એક દિવસ આ બધાથી હેરાન થઈને અવિકા ગૌરએ નિર્ણય કરી લીધો છે કે, તેમણે આપને બદલવાનું રહેશે, ત્યાર બાદ તેમણે ના ફક્ત યોગ્ય ડાયટ પર ધ્યાન આપ્યું ઉપરાંત વર્કઆઉટના મહત્વને પણ સમજમાં આવી ગયું.’

image soucre

અભિનેત્રી અવિકા ગૌર આગળ જણાવતા લખે છે કે, આજે જયારે મેં પોતાને આયનામાં જોવું છું તો મને ખુશી થાય છે અને હું પોતાને કહું છું કે, હું ખુબસુરત છું.

image soucre

‘હું બસ ફક્ત આ જ સલાહ આપવા ઈચ્છીશ કે, એ વસ્તુઓ વિષે હેરાન થવાને બદલે જે આપણે નથી કરી શકતા, આપણે ઈ વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ જે આપણે કરી શકીએ છીએ.’

image soucre

મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ અભિનેત્રી અવિકા ગૌરએ અંદાજીત પોતાનું ૧૩ કિલો જેટલું વજન ઘટાડી લીધું છે. હવે તેઓ પોતાને લઈને પહેલા કરતા વધારે સારું અનુભવ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ અવિકા ગૌરના ફોટોસને જોઈને આપ પણ સમજી શકો છો કે, અવિકા ગૌરએ ઘણી સારી રીતે પોતાનું બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.