આ પ્રકારના વેપારીઓને GSTમાંથી મુક્તિ, જાણો આ લાભ તમને મળશે કે નહિં?

નાના વેપારીઓ માટે રાહત: હવેથી ૪૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને GST માંથી મુક્ત કરવામાં આવ્યા, આની પહેલા આ મર્યાદા ફક્ત ૨૦ લાખ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર જેટલી હતી.

image source

૪૦ લાખ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે સારા સમાચાર છે. આ નાના વેપારીઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માંથી મુક્તિ આપવામાં આવી છે આ નિર્ણય નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જ ૧.૫ કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે કમ્પોઝીશન સ્કીમ્સના પણ વિકલ્પ પસંદ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે જેમાં તેઓને ૧% ટેક્સની ચુકવણી કરી શકે છે. નાણા મંત્રાલય દ્વારા ટ્વીટસ કરીને આ વિષે જાણકારી આપવામાં આવી છે.

આગામી બેઠક તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ યોજવામાં આવશે.

GST કાઉન્સિલની આગામી બેઠક તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ મળી શકે છે. આ બેઠકમાં રાજ્યોને વળતરની ચુકવણી અને આવકમાં થયેલ ઘટાડા વિષે ચર્ચા થવાની શક્યતા છે. નાણા મંત્રાલય તરફથી આજે સોમવારના રોજ ઘણા બધા ટ્વીટસ કરવામાં આવ્યા હતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીને યાદ કરતા GST માં સમયે સમયે કરવામાં આવતા બદલાવની વાત કહેવામાં આવી હતી.

મોટાભાગની વસ્તુઓ પર ટેક્સ રેટમાં ઘટાડવામાં આવ્યા છે.

નાણા મંત્રાલય તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, GST લાગુ કર્યા પછી મોટાભાગની વસ્તુઓ પરના ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ૨૮% ટેક્સના સ્લેબ અંતર્ગત લક્ઝુરીયસ વસ્તુઓ અને ડેટ્રીટલ વસ્તુઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૮% ટેક્સ સ્લેબ અંતર્ગત પહેલા ૨૩૦ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે હવે અંદાજીત ૨૦૦ વસ્તુઓને તેમાંથી દુર કરીને ઓછા ટેક્સ સ્લેબમાં સમાવવામાં આવી છે.

સિનેમા ટીકીટ પર GST દરમાં ઘટાડો કર્યો છે.

આની પહેલા ફિલ્મો જોવા માટે થિયેટર્સની મુવી ટીકીટ પર GST ૩૫% થી લઈને ૧૧૦% જેટલો લાગુ કરવામાં આવ્યો હતો જેને હવે ઘટાડીને ૧૨% થી ૧૮% GST ટેક્સ લાગુ કરી દેવામાં આવ્યો છે. રોજીંદા ઉપયોગની મોટભાગની વસ્તુઓને GST ટેક્સના ૦ – ૫% ના સ્લેબમાં સામેલ કરવામાં આવી છે. રેસીડેન્સીયલ કોમ્પ્લેકસના બાંધકામોના ટેક્સ દરમાં ઘટાડવામાં આવ્યા છે એટલે હવે તે ૫% અને ૧% ના સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે. જયારે હેર ઓઈલ, ટુથપેસ્ટ, સાબુ વગેરે વસ્તુઓને ૨૯.૩% ના ટેક્સ સ્લેબ માંથી હટાવીને ૧૮% ના ટેક્સ સ્લેબમાં સામેલ કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.