અંગ્રેજીમાં ગીતો ગાઈને ભીખ માગતા ભીખારીનો વિડિયો થયો વાયરલ – લોકો ખૂબ શેર કરી રહ્યા છે આ વિડિયોને

આછે દેશના આધુનિક અને એડવાન્સ ભીખારી – ઇંગ્લીશમાં ગીતો ગાઈ લોકોનું દીલ જીતી રહ્યા છે

પટનામાં અંગ્રેજીમાં ગીતો ગાઈને એક બાબા ભીખ માંગી રહ્યા છે, એમના વાયરલ વીડિયોને જોઈ આવી જશે રાનું મંડલની યાદ.

શુ તમે ક્યારેય કોઈ ભિખારીને કડકડાટ અંગ્રેજી બોલતા કે પછી સુરીલા અવાજમાં અંગ્રેજીનાં ગીતો ગાતા જોયા છે? નહિ જ જોયા હોય.થોડાક દિવસથી સોશિયલ મીડિયા પર એક આવો ક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમને આ દ્રશ્ય જોવા મળશે. આ સિવાય આ વીડિયો જોઈને તમને થોડા દિવસ અગાઉ મશહૂર બનેલી રાનું મંડલની પણ યાદ આવો જશે. એ જ રાનું મંડલ જેને રેલવે સ્ટેશન પર લતા મંગેશકરના ગીતો ગાતા જોવામાં આવી હતી અને એનો એ વિડીયો વાયરલ થયા બાદ એ રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

image source

હિમેશ રેશમિયાએ એમને એમની એક ફિલ્મનું ગીત ગવાનો પણ મોકો આપ્યો હતો. આ વખતે અમે જે વાયરલ વીડિયોની વાત કરી રહ્યા છે એ બિહારના પટનાની ગલીઓમાં ભીખ માંગી રહેલા એક માણસનો છે. આ ખૂબ જ આશ્ચર્યજનક વાત છે કે સન્ની બાબા નામનો આ માણસ અંગ્રેજીમાં ગીતો ગાઈ ભીખ માંગે છે.

એક ટ્વીટર યુઝરે સન્ની બાબાનો એક વિડીયો શેર કર્યો છે જેમાં એ અમુક લોકો સાથે વાતો કરી રહ્યા છે. લોકો ઉત્સુકતાવશ એમનવ સવાલ પૂછી રહ્યા છે અને એમના વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે. લોકોની ખૂબ જ આજીજી બાદ સન્ની બાબા એ કહ્યું કે તમે લોકો મને અંગ્રેજીમાં સવાલ પૂછો અને હું એનો જવાબ આપીશ.

image source

એક વ્યક્તિએ સન્ની બાબા ને પૂછ્યું કે બાબા તમે શું કરો છો? સન્ની બાબાએ અંગ્રેજીમાં જવાબ આપતા કહ્યું “આઈ બેગ(હું ભીખ માંગુ છું).પછી એને પૂછ્યું કે તમે બપોરે અને રાત્રે જમવામાં શુ લો છો? એનો જવાબ આપતા સન્ની બાબાએ કહ્યું કે “વોટ ઓલમાઇટી ગિવ્સ મી આઈ એમ હેપી વિથ થેટ(જે ભગવાન મને આપે છે એનાથી હું ખુશ છું)

image source

એ પછી લોકોએ પૂછ્યું કે એ બીજું શું કરે છે? જવાબમાં બાબા એ કહ્યું કે એમને ગાવું અને નાચવું ખૂબ ગમે છે. લોકોએ એમને કઈક ગાઈ સંભળાવવા કહ્યું તો બાબા એ એક અંગ્રેજી ગીત સંભળાવ્યું. બાબાએ 60ના દશકના પોપ્યુલર અમેરિકી સિંગર જિમ રિવેઝનું ગીત સંભળાવે છે.બાબાનો મધુર અવાજ સોશિયલ મીડિયા પર એવી જ રીતે પ્રખ્યાત થઈ રહ્યો છે જેમ રાનું મંડલનો થયો હતો.

સોશિયલ મીડિયા યુઝર્સ સની બાબાનું અમેરિકી ઢબ વાળું અંગ્રેજી સાંભળીને ચોંકી ઉઠ્યા છે. અને અલગ અલગ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે.

લોકો ની ટિપ્પણીઓ

કેટલાક સોશિયલ મીડિયા યુઝર કહી રહ્યા છે કે સન્ની બાબા ઇન્ટરવ્યૂ લેવા વાળા કરતા પણ સારું અંગ્રેજી બોલી રહ્યા હતા. અમુક લોકો એમ પણ કહી રહ્યા છે કે લોકોએ બાબાની મદદ માટે આગળ આવવું જોઈએ.અમુક એવું પણ માને છે કે એમના ભીખ માંગવા પાછળ પણ કંઈક કારણ હશે, વાત જે પણ હોય એ પણ એકવાત તો પાક્કી જ છે કે એ ખૂબ જ સરસ ગાય છે. અમુક તો પાછા એવું પણ કહે છે કે એવું લાગે છે કે સન્ની બાબા કેરેબિયન કે આફ્રિકન છે.