100 દિવસ પછી શરૂ થયું “ભાભીજી ઘર પર હે”નું શૂટિંગ, ફેસ શિલ્ડ અને માસ્કમાં દેખાઈ અંગૂરી ભાભી

ટીવીનો સૌથી લોકપ્રિય શો “ભાભીજી ઘર પર હે”નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. જાણવા મળેલી ખબરો અનુસાર બધા જ કલાકાર સેટ પર લાઇટ્સ, કેમેરા અને એક્શનની વચ્ચે આવી ગયા છે.

image source

સીરિયલના મેકર્સે નવા એપિસોડ શૂટ કરવાનું નક્કી કરી લીધું છે. એવામાં આપણા સૌની પ્રિય અંગૂરી ભાભી શૂટિંગ ફરીથી શરૂ થવાના કારણે ખૂબ જ એક્સાઇટેડ છે. શુભાંગી અત્રે કહે છે કે આ ધાર્યા કરતાં વધારે લાંબો બ્રેક હતો, જેને મને મારા ડાન્સિંગના શોખીને પુરા કરવાની સાથે સાથે નિયમિત રૂપે મેડિટેશન કરવાનો પણ મોકો આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by 🌼Shubhangi.A🌼 (@shubhangiaofficial) on

શુભાંગી અત્રેએ આ વિશે આગળ જણાવ્યુ છે કે હું સેટ પર પરત ફરીને ખૂબ જ ઉત્સાહિત છું અને જલ્દી જ નવા એપિસોડ પાછા આવવાની રાહ જોઈ રહી છું. પહેલા અમારો સેટ લોકોથી ભરેલો રહેતો હતો પણ હવે સીમિત લોકોના કારણે મોર્ડન કોલોની ઘણી જ અલગ લાગી રહી છે.

image source

સેટ પર જતાની સાથે જ અમારું સ્ક્રીનીંગ થયું અને પછી ગણેશજીની આરતી કરીને અમે અમારા દિવસની શરૂઆત કરી અને માસ્ક પહેરીને અમે અમારી રિહર્સલ કરી. સેટ નજીક જ હોવાને કારણે હું તૈયાર થઈને જ સેટ પર પહોંચી હતી. એ સિવાય અમે બધાએ એકસાથે લન્ચ બ્રેક લેવાને બદલે અલગ અલગ લંચ બ્રેક લીધો. આ સંપૂર્ણ અનુભવ સાવ જુદો જ હતો. પણ ધીમે ધીમે અમને આ રીતે રહેવાની આદત પડી જશે.

 

View this post on Instagram

 

A post shared by 🌼Shubhangi.A🌼 (@shubhangiaofficial) on

સીરિયલમાં વિભૂતિ નારાયણની ભૂમિકા કરનાર એકટર આસિફ શેખે કહ્યું કે આટલા લાંબા બ્રેક પછી સેટ પર પરત ફરીને સારું લાગ્યું. હું શૂટિંગ શરૂ થવાની ઘણા સમયથી રાહ જોતો હતો અને હવે હું સેટ પર પરત ફરીને ખુશ છું.

image source

સોશિયલ ડિસ્ટનસિંગને ધ્યાનમાં રાખીને અમે બધા એકબીજાને દૂર દૂર રહીને જ હલો અને નમસ્તે કરીને મુલાકાત કરી અને શુભકામનાઓ પણ પાઠવી. સેટ પર પહોંચતાની સાથે જ અમારા શરીરનું તાપમાન અને ઓક્સિજનના લેવલને માપવામાં આવ્યું. અમે બધાએ માસ્ક ફેરયુએ હતું જે ફક્ત રૂમની સામે જ ઉતારવામાં આવ્યું. અમે બધાએ જ સુરક્ષા અને સ્વચ્છતાની ગાઈડલાઇન્સનું પાલન કરીને સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કર્યું.

 

View this post on Instagram

 

A post shared by 🌼Shubhangi.A🌼 (@shubhangiaofficial) on

તમને જણાવી દઈએ કે બધા જ એક્ટર્સ, કેમેરા મેન અને મેકઅપ આર્ટિસ્ટે ફેસ શિલ્ડ, માસ્ક અને પીપીઈ કીટ પહેરી હતી. સાથે સાથે સોશિયલ ડિસ્ટનસિંગનું પણ સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.