માત્ર અનિલ અંબાણી જ નહી, આ પાંચ વ્યક્તિઓ પણ નથી રહ્યા હવે ધન કુબેર, પૈસા ટપોટપ થવા લાગ્યા ખાલી

અનિલ અંબાણી જ નહી, આ અન્ય પાંચ વ્યક્તિઓ પણ નથી રહ્યા હવે ધન કુબેર.

દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓમાં સામેલ અનિલ અંબાણી કંગાળ થવાની નજીક પહોચી ગયા છે તેમણે પોતે બ્રિટનની એક અદાલતમાં આ વાતની સ્વીકાર કર્યો છે કે, તેમની પાસે વકીલની ફીસ ભરવા માટે પૈસા છે નહી. તેઓ પોતાના કીમતી દાગીના વેચીને ફીસ ચૂકવણી કરી રહ્યા છે. જો કે, દેશમાં ફક્ત અનિલ અંબાણી એ એકલા ઉદ્યોગપતિ છે નહી, જેઓ હવે ધન કુબેર રહ્યા નથી. આની પહેલા કૈફે કોફી ડેના સંસ્થાપક, વી. જી. સિદ્ધાર્થ, જેટ એરવેઝના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ નરેશ ગોયલ, યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર અને ફોર્ટિસ હેલ્થ કેરના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ પણ આ શ્રેણીમાં સામેલ છે. ચાલો જાણીએ આ ઉદ્યોગપતિઓની અર્શથી ફર્શ સુધીની સફર વિષે…

-અનિલ અંબાણી: ક્યારેક દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા.

image source

ઉદ્યોગપતિ અનિલ અંબાણી આજથી અંદાજીત ૧૫ વર્ષ દેશના ટોચના ૧૦ ઉદ્યોગપતિઓમાં સામેલ હતા. વર્ષ ૨૦૦૫માં વારસામાં પિતા ધીરુભાઈ અંબાણી તરફથી મળેલ સંપત્તિની વહેચણી થયા પછી મુકેશ- અનિલ અંબાણી લગભગ બરાબર હતા. વર્ષ ૨૦૦૭માં અનિલ અંબાણી પાસે ૪૫ અરબ અને મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ ૪૯ અરબ ડોલર જેટલી હતી. વર્ષ ૨૦૦૮માં આવેલ ફોર્બ્સની યાદીમાં અનિલ અંબાણી ૪૨ અરબ ડોલરની સંપત્તિની સાથે દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા. અંતે એવું શું થયું કે અનિલ અંબાણીનો આટલો મોટું કારોબારી સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું.

આર્થિક વિશેષજ્ઞનું કહેવું છે કે, ભાગલામાં અનિલ અંબાણીને જે કંપનીઓ મળી હતી, તેની પર ધ્યાન નહી આપતા અનિલ અંબાણીએ કેટલાક અન્ય સેક્ટર માં રોકાણ કર્યું, જેનાથી તેમની એક પછી એક કંપની ડૂબતી ચાલી ગઈ. ઉદાહરણ તરીકે વર્ષ ૨૦૧૭માં રિલાયન્સ કોમ્યુનિકેશનએ પોતાના વાયરલેસ કારોબાર બંધ કરી દીધો. મે, ૨૦૧૮માં અનિલ અંબાણીએ આ કંપનીને બંધ કરી દેવાનો નિર્ણય કર્યો, જ્યાર પછી આ કંપની દેવાળિયાની કાર્યવાહી કરવામાં આવી. મે, ૨૦૧૯માં રિલાયન્સ કેપિટલએ પોતાના મ્યુચુઅલ ફંડ કારોબાર વેચી દીધો. વર્ષ ૨૦૨૦ના રિલાયન્સ પાવર ૬૮૫ કરોડ રૂપિયાની લોન ચુકવવા માં ડીફોલ્ટ થઈ. તેમજ રિલાયન્સ ઇન્ફ્રા પર ૧૪૮ અરબ રૂપિયાનું દેવું વધી ગયું. આવી રીતે તેમની બીજી કંપની પણ ખોટમાં આવવાથી દેવાળિયા થતી ચાલી ગઈ.

-વી. જી. સિદ્ધાર્થ: એક એવું નામ, જેમની ઓળખ નામ કરતા વધારે કામથી હતી.

 वीजी सिद्धार्थ, भारत के स
image source

કૈફે કોફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થને કોણ ભૂલી શકે છે, જેમણે દેવાના કારણે વર્ષ ૨૦૧૯માં એક નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી. વી. જી. સિદ્ધાર્થ, ભારતના સફળ બિઝનેસમેન્સ માંથી એક એવું નામ, જેમની ઓળખ તેમના નામ કરતા વધારે તેમના કામથી વધારે હતી. કૈફે કોફી ડેના ફાઉન્ડરએ પાંચ લાખ રૂપિયાની સાથે પોતાના સફરની શરુઆત કરી હતી અને એક અરબ ડોલર કરતા વધારે સંપત્તિના માલિક બની ગયા હતા. જો કે, પછી તેઓ દેવાની જાળમાં ફસાતા ચાલ્યા ગયા અને આત્મહત્યા કરી લીધી. વી. જી. સિદ્ધાર્થએ પોતાની સુસાઈડ નોટમાં તેમણે કરજદારોના દબાણ અને આયકર વિભાગના અધિકારીઓ દ્વારા ઉત્પીડન વિષે જણાવ્યું.

-નરેશ ગોયલ: ક્યારેક એવિએશન કિંગ કહેવાતા હતા.

image source

જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ એક સમયના એવિએશન કિંગ કહેવાતા હતા. નરેશ ગોયલએ વર્ષ ૧૯૯૧માં જેટ એરવેઝની શરુઆત કરી હતી. જોતા જોતા આ કંપની એવિએશન ક્ષેત્રમાં ઝડપથી આગળ વધવા લાગી. જો કે, ત્યાર પછી નરેશ ગોયલના એક ખોટા નિર્ણયથી આ કંપની ભારી દેવામાં ઈ ગઈ. ખરેખરમાં, જેટને વિદેશો માટે ઉડાણ ભરનાર એકમાત્ર કંપની બનાવવા માટે નરેશ ગોયલએ વર્ષ ૨૦૦૭માં એર સહારાને ૧૪૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધી.

એર સહારા ખરીદીને થયા ‘બેસહારા’

ત્યારે આ નિર્ણયને નરેશ ગોયલની ભૂલ તરીકે જોવામાં આવી. ત્યારથી કંપનીને નાણાકીય મુશ્કેલીઓથી ખરેખરમાં ક્યારેય છુટકારો મળી શક્યો નહી. જેટ એરવેઝ પર લગભગ ૨૬ બેંકોના ૮૫૦૦ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને તેમના દબાવમાં નરેશ ગોયલને માર્ચમાં કંપનીના ચેરમેનના પદેથી રાજીનામું આપી દેવું પડ્યું. ઈડી આ બાબતની તપાસ કરી રહી છે.

-રાણા કપૂર: યસ બેંકના સહ- પ્રવર્તક હવે સળીયાની પાછળ.

image source

પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) એ હાલમાં જ યસ બેંકના સહ- પ્રવર્તક રાણા કપૂરને લંડનમાં ૧૨૭ કરોડ રૂપિયાની કિમતનો ફ્લેટ બુક કર્યો છે. ઈડીએ આની પહેલા મની લોન્ડરિંગના મામલામાં પીએમએલએની હેઠળ રાણા કપૂરની ૨૨૦૩ કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી છે. રાણા કપૂરની કેન્દ્રીય તપાસ એજન્સીએ માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ જેલમાં છે.

અમેરિકાની સિટી બેંકમાં ઇન્ટર્ન થી લઈને બેંકર સુધીની સફર:

વર્ષ ૧૯૭૯માં એમબીએ કરવા દરમિયાન જ રાણા કપૂરએ અમેરિકાની સિટી બેંકમાં ઇન્ટર્ન તરીકે પોતાના કરિયરની શરુઆત કરી. તેઓ આઈટી ડીપાર્ટમેન્ટમાં હતા. બેન્કિંગ ક્ષેત્રની ચમક- ધમક જોઇને તેમનો રસ બેન્કિંગમાં વધ્યો. આ ક્ષેત્રમાં બિઝનેસમેન તરીકે પગલું લેતા પહેલા તેઓ આ ક્ષેત્રનો અનુભવ લેવા ઈચ્છતા હતા. રાણા કપૂર પર આરોપ છે કે, અંગત સંબંધોને ધ્યાનમાં રાખીને તેમણે યસ બેંક માંથી લોન વેહેચી. યસ બેંકએ અનિલ અંબાણી ગ્રુપ, આઈએલએંડએફએસ, સીજી પાવર, એસ્સાર પાવર, એસ્સેલ ગ્રુપ, રેડિયસ ડેવલપર્સ અને મંત્રી ગ્રુપ જેવા ગ્રુપ્સને લોન વેહેચી છે.

-મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ: ક્યારેક ફોર્બ્સની લીસ્ટમાં હતા.

image source

દિગ્ગજ દવા કંપની રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર ભાઈઓ મલવિંદર સિંહ અને શિવિંદર સિંહને જાપાની કંપની દાઈચી સાંક્યો કેસમાં અવમાનનાના ડોસી હોવાથી વર્ષ ૨૦૧૯માં જેલમાં જવું પડ્યું હતું. દવા બનાવનાર દાઈચી સાંક્યોએ ૩૫૦૦ કરોડ રૂપિયા નહી ચુકવવાના લીધે સિંહ બંધુઓની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફોર્બ્સએ વર્ષ ૨૦૧૫માં ભારતના સૌથી ધનવાનોની યાદીમાં તેમની સાથે ૩૫મા નંબર પર રાખ્યા હતા. ત્યારે તેમની સંપત્તિ ૨.૫ અરબ ડોલરને આંબી ગઈ હતી.

વર્ષ ૨૦૦૮માં શરુ થઈ બંને ભાઈઓની બરબાદીની સફર.

બંને ભાઈઓની બરબાદીની સફર વર્ષ ૨૦૦૮માં શરુ થઈ, જયારે તેમણે રૈનબૈક્સીમાં પોતાની ભાગીદારી જાપાનની કંપની દાઈચી સાંક્યોને ૯૫૭૬ કરોડ રૂપિયામાં પોતાની ભાગીદારી વેચી દીધી. એનાથી મળેલ પૈસામાંથી તેમણે વર્ષ ૨૦૦૯-૧૦માં ૨૦૦૦ કરોડ રૂપિયા દેવું અને ટેક્સ ચૂકવવામાં ખર્ચ કર્યા. ત્યાં જ, ૧૭૦૦ કરોડ રૂપિયા પોતાના બિન- બેન્કિંગ નાણાકીય કંપની રેલિગેયરમાં અને ૨૨૩૦ કરોડ રૂપિયા પોતાના હોસ્પિટલ ચેઈન ફોર્ટિસમાં રોકાણ કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span