લોકડાઉનનો અનિલ કપૂરે જબરો ઉઠાવ્યો લાભ, જોઇ લો મહેનત કરીને કેવા બનાવી દીધા હાથના મસલ્સ

લોકડાઉન દરમ્યાન અનિલ કપૂરે બનાવી દમદાર બોડી, 63 વર્ષની ઉંમરે આ બદલાવ જોઈ થઈ ગયા બધા હેરાન.

image source

અનિલ કપૂર એક ભારતીય અભિનેતા અને નિર્માતા છે, એમણે સો હિન્દી ભાષાની ફિલ્મો, તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીમાં પણ દેખાયા છે. તેમની કારકિર્દી એક અભિનેતા તરીકે 40 વર્ષથી વધુ, અને 2005 થી નિર્માતા તરીકેની છે.

image source

એવરગ્રીન સ્ટાર અનિલ કપૂરને બોલિવૂડના એક ફિટ એક્ટરમાં ગણવામાં આવે છે. અનિલ કપૂર લોકડાઉનમાં મળેલા આ ફ્રી સમયનો ઉપયોગ પોતાની જબરદસ્ત બોડી બનાવવામાં કરી રહ્યો છે. અનિલ કપૂરે તેની કેટલીક તસવીરો તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે અને તેના પ્રશંસકોને કેટલીક ફિટનેસ ટીપ્સ પણ આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે કોઈ પણ સપ્લિમેન્ટ લીધા વિના શરીર અને પોતાને કેવી રીતે ફીટ (તંદુરસ્ત) રાખી શકાય છે.

image source

અનિલ કપૂરે ટ્વિટર પર પોતાના ફોટા શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, મેં આ પોસ્ટ પોતાને બતાવવા કે વખાણ કરવા માટે નથી કરી. પરંતુ હું આ દ્વારા તમને એક સરળ સલાહ આપવા માંગું છું, ઉંમરના આ તબક્કે પણ તમે તમારી જાતને સ્વસ્થ કેવી રીતે રાખી શકો છો.

અનિલ કપૂરે આગળ લખ્યું કે, ‘જો તમને લાગે કે આવું શરીર બનાવવા માટે સપ્લીમેન્ટ પર ખર્ચ કરવા પડે છે, તો મારો જવાબ છે ના, મેં આ માટે કોઈ સપ્લીમેન્ટ લીધા નથી.’ અનિલ કપૂરના આ બદલાવની જોઈને તેમના ચાહકો ખૂબ ખુશ છે અને કમેન્ટ્સ દ્વારા તેમના આ બદલાયેલા શરીરના સ્વાસ્થ્યનું રહસ્ય પણ જાણવા માંગે છે.

અનિલ કપૂરની આ તસવીર પર શિલ્પા શેટ્ટીએ લખ્યું – ‘પ્રેરણાદાયક.’ ફરાહ ખાને કહ્યું- ‘ફક્ત તમે જ આ કરી શકો.’ સુનીલ શેટ્ટી કહે છે- ‘કિલર કપૂર’. અનુરાગ કશ્યપે ટિપ્પણી કરી કે- ‘સર તમે આ શું કરો છો? તમે અમને હજી કેટલા શરમમાં મુકશો? ‘

અનિલ કપૂરે જણાવ્યું હતું કે તે આવું શરીર બનાવવા માટે છેલ્લા છ વર્ષથી સખત મહેનત કરી રહ્યા છે અને પોતાને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જીમમાં કસરત કરીને અને સખત પરસેવો પાડીને આ શરીર બનાવ્યું છે. હવે જ્યારે આ સમગ્ર વિશ્વ આરોગ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે અનિલ કપૂરે લોકોને તેમના શારીરિક સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવા અપીલ કરી છે.

image source

તેમણે કહ્યું કે, “મારો ટ્રેનર માર્ક અને હું છેલ્લા ઘણાં વર્ષોથી, લગભગ છ વર્ષથી મારા શરીર પર કામ કરવા વિશે વિચારી રહ્યા છીએ. દરેક વખતે કોઈને કોઈ મુશ્કેલી આવી જતી હતી. ક્યારેક કોઈ ફિલ્મ, તો કોઈ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અથવા પરિવારને સમય આપવા માટેનો સમય, ને એટલે જ હું આ વસ્તુઓ ચૂકી જતો હતો. દર વર્ષે અમે એમ જ કહેતા હતા કે અમે આ વર્ષે ચોક્કસ કરીશું જ. પરંતુ, તમારા શરીરને મજબૂત બનાવો, રોગપ્રતિકારક શક્તિ વધારશો, સુગમતા લાવો, તમારા શરીરનો આદર કરો, આપણને જીવનમાં આટલો વધુ સમય ફરીથી ક્યારેય નહીં મળે. ”

image source

બીજી બાજુ, જો આપણે અનિલ કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘મલંગ’ માં જોવા મળ્યા હતા. આમાં તેમણે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમના કામની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને દિશા પટણી મુખ્ય ભૂમિકામાં હતા. તેમજ તે મુંબઈ સાગા નામની ફિલ્મ માં પણ જોવા મળશે.