અંકિતા લોખંડેનો બોય ફ્રેન્ડ વિક્કી તેને હંમેશા આ જગ્યા પર લઈ જાય છે લોન્ગ ડ્રાઈવ પર, જાણો તમે કેટલી મસ્ત જગ્યા છે આ
અંકિતા લોખંડેનો આ બૉય ફ્રેન્ડ તેને આ જગ્યા પર લઈ જાય છે લોન્ગ ડ્રાઈવ પર
બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે થયેલા બ્રેકઅપ બાદ અંકિતા લોખંડે લગભગ એક વર્ષ સુધી સિંગલ જ રહી હતી. પણ ત્યાર બાદ તેના જીવનમાં વિક્કી જૈન આવ્યો અને વિક્કીએ અંકિતાને એવી સંભાળી લીધી કે તે જીવનના બધાજ દુઃખ ભૂલી ગઈ. વિક્કી અંકિતાને ખૂબ પ્રેમ કરે છે અને માટે જ અવારનવાર અંકિતાને તેની મનપસંદ જગ્યાએ લોન્ગ ડ્રાઈવ પર લઈ જાય છે.

અંકિતાને લોંગડ્રાઈવ ખૂબ પસંદ છે. તેણીને લોંગ ડ્રાઈવ માટે મુંબઈ નજીકનું લોનાવાલા ખૂબ પસંદ છે. અંકિતાની લોંગડ્રાઈવની આ વિડિયો જોઈને તમને પણ લોંગ ડ્રાઈવ પર જવાનું મન થઈ જશે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે અંકિતા લોંગડ્રાઈવ અને પોતાના સાથી વિક્કી જૈનથી કેટલીક ખુશ છે.
View this post on Instagram
અંકિતા જ્યારે પવિત્ર રિશ્તા દરમિયાન સુશાંતને ડેટ કરી રહી હતી ત્યારે પણ તેણી સુશાંત સાથે આ જગ્યા પર લોંગડ્રાઈવ માટે આવતી હતી. તમે જાણતા જ હશો કે તેમણે એકબીજાને પવિત્ર રિશ્તા સિરિયલના સેટ પર જ પસંદ કરી લીધા હતા.

અને તેમણે ઘણો લાંબો સમય એકબીજાને ડેટ કર્યા હતા. તેમની જોડી તેમના ફેન્સને પણ ખૂબ પસંદ આવતી હતી, પણ થોડા વર્ષો સુધી સાથે રહ્યા બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું. બન્નેના બ્રેકઅપથી ફેન્સને ઝાટકો લાગ્યો હતો, જો કે બન્નેમાંથી કોઈએ પણ તેમના બ્રેકઅપનું કારણ ક્યારેય જાહેર નહોતું કર્યું.
View this post on Instagram
સુશાંત સાથેના બ્રેકઅપ બાદ અંકિતા ઘણી ટૂટી ગઈ હતી. તેણી થોડા સમય માટે લાઇમલાઇટથી દૂર થઈ ગઈ હતી, પણ ઘણા સમય બાદ તેના જીવમમાં એક એવી વ્યક્તિ આવી જેને તેણીનું દીલ જીતી લીધું. તે બીજું કોઈ નહીં પણ વિક્કી જૈન છે. અંકિતા અને વિક્કીની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. ત્યાર બાદ બન્ને ઘણીવાર મળ્યા અને પછી બન્નેને પ્રેમ થઈ ગયો.
View this post on Instagram
અંકિતા વિક્કી સાથેની રોમેંટિક તસ્વીરો અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે. તેણી દરેક તહેવારને વિક્કી સાથે સેલીબ્રેટ કરે છે. તમને જણાવી દઈ કે કેટલાક દિવસો પહેલા અંકિતાએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યુ હતુ કે લોકડાઉનમાં તે વિક્કીને ખૂબ મિસ કરી રહી છે. તેણે કહ્યું હતું, ‘હું વિક્કીને વિડિયો કૉલ કરું છું અને હા આ દિવસોમાં તેને ખૂબ મિસ કરી રહી છું. તે હાલ વિલાસપુરમાં છે જ્યાં તે તેના પરિવારસાથે તેમનું ધ્યાન રાખી રહ્યા છે.’

થોડા સમય પહેલાં એવી પણ વાત ફેલાઈ હતી કે વિક્કી અને અંકિતા લોખંડેએ એંગજેમેન્ટ પણ કરી લીધા છે. જો કે તે બાબતે કોઈ જ પુષ્ટિ તે બન્ને તરફથી કરવામાં આવી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.