માતા-પિતાના લગ્નના દસ વર્ષ બાદ અંકુશ ઠાકુરે તેમના સંતાન તરીકે લીધો હતો જન્મ, જેમને આજે દેશની લડતમાં પોતાનો ગુમાવ્યો જીવ

10 વર્ષ સુધી કેટલાએ મંદીરના પગથિયા રગડ્યા બાદ જન્મ્યા હતા અંકુશ , માત્ર 21 વર્ષની ઉંમરે થઈ ગયા શહીદ
ભારત અને ચીનની સરહદ પર હાલ બન્ને દેશના સૈનિકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. કોઈ પણ જાતના ગોળીબાર વગર ભારતના 20 જવાન પથ્થરમારા અને રોડના હૂમલાથી શહીદ થઈ ગયા તો સામે ચીનના પણ 40 ઉપર જવાનો મૃત્યુ પામ્યા છે. જો કે ચીન તરથી કોઈ પણ આંકડાની જાહેરાત હજુ સુધી કરવામાં નથી આવી.

image source

ભારત ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ગલવાન ખીણમાં બન્ને દેશની સેનાઓ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં શહીદ ભારતીય સેનાના 20 જવાનોમાં સમાવિષ્ટ હિમાચલના હમીરપુરના અંકુશ ઠાકુરનો પાર્થિવ દેહ ચંડીગઢથી એમ્બ્યુલન્સમાં તેમના પૈતૃક ગામે પહોંચ્યો હતો.

image source

સીએમ જયરામ ઠાકુર પણ શહીદના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

image source

શહીદ અંકુશ પોતાની જ કમાણીથી ગામમાં ઘર બનાવા માટે થોડી જમીન અને એક લગ્ઝરી કાર ખરીદવા માગતા હતા. તે વિષે તેઓ અવારનવાર પોતાના માતાપિતા સાથે જ્યારે ફોન પર વાત કરતા ત્યારે કહેતા રહેતા. 2021માં અંકુશ ઠાકુરના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને આખુંએ કુટુંબ તેની તૈયારીઓમા લાગેલું હતું. માતાપિતાના લગ્નના દસ વર્ષ બાદ અંકુશ ઠાકુરે તેમના સંતાન તરીકે જન્મ લીધો હતો.

image source

લગ્નના ઘણા બધા સમય બાદ સંતાન થવાથી માતા-પિતાના તેઓ ખૂબ જ લાડકા હતા અને ખૂબ જ જતનથી તેમનો ઉછેર કરવામાં આવ્યો હતો. તેમને ભણાવ્યા ગણાવ્યા. 20 વર્ષના થતાં જ તેઓ ભારતીય સૈન્યમાં જોડાઈ ગયા. અંકુશથી નાનો દીકરો આદિત્ય પણ પોતાના ભાઈથી ઉંમરમાં 10 વર્ષ નાનો છે.

image source

નાનો દીકરો આદિત્ય હાલ 13 વર્ષનો છે અને સાતમાં ધોરણમાં ભણે છે. માટે માતાપિતાને મોટા દિકરા અંકુશ ઠાકુરને સૈન્યમાં મોકલ્યા બાદ તેના લગ્નની ખૂબ ઉતાવળ હતી. શહીદ અંકુશ ઠાકુરના માતા ઉષા દેવી જણાવે છે કે અમે પતિ-પત્ની આધેડ ઉમરના થઈ રહ્યા છીએ અને દીકરાના લગ્ન વખતે કદાચ અમે જીવતા હોઈએ કે નહીં. માટે મોટા દીકરાના લગ્ન કરાવવા માગતા હતા. પણ બધી જ તૈયારી ત્યાંની ત્યાં જ રહી ગઈ.

નાનકડા ભાઈને તો બસ પોતાનો મોટો ભાઈ જ જોઈએ છે

image source

શહીદ અંકુશ ઠાકરુનો નાનો ભાઈ 13 વર્ષિય આદિત્ય ઠાકુર જણાવે છે કે ભાઈએ જણાવ્યું હતું કે જલદી જ રજાઓ લઈને ઘરે આવશે અને તેને એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન ખરીદી આપશે. આદિત્યએ જણાવ્યું કે તેને ફોન નથી જોઈતો, બસ ભગવાન તેના મોટા ભાઈને પાછો આપી દે. જ્યારથી ભાઈના શહીદ થવાની ખબર મળી છે ત્યારથી આદિત્યએ અનાજનો એક દાણો નહોતો ખાધો.

image source

જોકે એક દિવસ અને એક રાત ભૂખ્યા રહેવાથી કુટુંબીજનોએ આદિત્યને મહા પરાણે થોડું ખવડાવ્યું હતું. આદિત્ય કહે છે કે તેના ભાઈએ કંઈ નથી ખાધું તો તે કેવી રીતે ખાઈ શકે.

image source

હવે હું સૈન્યમાં જોડાઈને મોટા ભાઈની શહાદતનો ચીનથી બદલો લઈશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.