બીજા ગ્રહ જેવા દ્રશ્ય રોજ બરોજ દેખાય છે આપણી પૃથ્વી પર, જુવો અદ્ભુત ફોટો…
આપણી ધરતી પર પહેલેથી જ અદબૂત કલાકૃતિઓ આવેલી છે. પરંતુ દુનિયામાં એવી એવી જગ્યાઓ છે, જે આ દુનિયાની નહિ, પણ બીજા ગ્રહો જેવી અનુભવાય છે. આજે અમે તમને આ પૃથ્વી પર આવેલી એવી જગ્યાઓ બતાવીશું, જે તેમને બીજા ગ્રહ જેવી જ લાગશે.

પૃથ્વી પર રહેલી આ અદભૂત જગ્યા અત્યાર સુધી તમે માત્ર હોલિવુડ ફિલ્મોમાં જ જોઈ હશે.

વિશાળકાય હાથ
ચીલના પ્રસિદ્ધ મૂર્તિકાર મારિયાઓ ચીલના એક સુંદર રણમાં એક વિશાળકાય હાથ બનાવ્યો છે. આ હાથ એવો લાગે છે કે, જાણે બીજા ગ્રહ પર રહેનારા કોઈ પ્રાણીનો હોય. આ હાથ ભલે જોવામાં માણસો જેવો લાગે, પણ તેની બનાવટ એલિયન ફિલ્મોની યાદ અપાવે છે. આ કલાકૃતિ ચીલ શહેર એન્ટોફગાસ્ટાથી 46 મીલ દૂર એક રણમાં આવેલી છે.
ધાબાવાળું સરોવર
આ સરોવર કેનાડામાં સ્થિત છે, આમ તો આ સરોવર એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે. પરંતુ અહીં જગ્યા જગ્યા પર જમીન આવી જવાથી તેના પર ધાબાવાળા નિશાન બની ગયા છે. આ સરોવરની આસપાસનું વાતાવરણ જોઈને તમને એવું જ લાગશે કે તમે કોઈ બીજી દુનિયામાં આવી ગયા છો.

બ્લેક હોલ સરોવર
તમને દુનિયામાં બીજે ક્યાંક આવું સરોવર જોવા નહિ મળે. જો તમને હોલિવુડની ફિલ્મોનો શોખ છે, તો તમને આ સરોવરને ફિલ્મ ઈન્ટરસ્ટૈલરમાં જરૂર જોયું હશે. કહેવામાં આવે છે, કે આવું સરોવર દુનિયામાં એકમાત્ર છે, પંરતુ નાસાની માનીએ, તો અન્ય ગ્રહો પર આવા અનેક સરોવર આવેલા છે.

બદબ-એ-સુરત રણ
આ રણ ઈરાનમાં આવેલુ છે અને આ સુંદર જગ્યાનું નિર્માણ લાખો વર્ષોથી નદીથી એકઠી થયેલી ધાતુઓને કારણે બન્યું છે. આ સુંદર રણ જોઈને એવું જ લાગે છે કે, તેને કોઈ એલિયન્સે બનાવ્યું હશે.

સોકૌટરા આઈલેન્ડ
આ અદભૂત સ્થળ યમનમાં છે. જો તમને જોઈને આ જગ્યા કોઈ છળ જેવી લાગતી હશે, તો તમે એવુ જ માનશો કે આ કોઈ હોલિવુડ ફિલ્મનો સેટ છે. તો તમને જણાવી દઈએ કે, આ કોઈ ફિલ્મ કે નાટકનો સેટ નથી, પરંતુ હકીકતમાં યમનમાં આવા પ્લાન્ટ્સ મળે છે. આ પ્રકારના પ્લાન્ટ્સ માત્ર અહી જ મળી રહે છે. આ ઉપરાંત આ પ્લાન્ટ સંસારમાં બીજે ક્યાંય જોવા મળતા નથી.
હોલિવુડ ફિલ્મોમાં આવા નજારા જોઈને આપણને એમ જ લાગે છે આ તો એનિમેશનમાં બનાવેલા સ્થળો હશે, પણ તમને ખબર નથી હોતી કે, પૃથ્વી પર હકીકતમાં આવા સ્થળો મોજૂદ છે, જેને જ હોલિવુડ ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે. અને આપણે તેને ડિરેક્ટર્સનું ક્રિએશન માની લઈએ છીએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.