વેપારીઓ દ્રારા આંશિક લોકડાઉનનો લેવાયો નિર્ણય, જાણો ગુજરાતમાં ક્યાં શું ચાલુ રહેશે અને ક્યાં રહેશે બંધ
ગુજરાત રાજ્યમાં જીલ્લા અને તાલુકાઓ પ્રમાણે વેપારીઓ દ્વારા સ્વયંભુ આંશિક લોકડાઉન, ક્યાં અને કેટલો સમય રહેશે ચાલુ
પાછળના ઘણા સમયથી ભારત ભરમાં અનલોક 2 અપાયા પછી કોરોનાનો કહેર સતત દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. એવા સમયે હાલ રાજ્યભરમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિતના તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં જ્યારે કોરોના વાયરસના કારણે અનલોક હોવાથી કેસ પણ વધી રહ્યા છે, એવા સમયે રાજ્યના જીલ્લાના અને તાલુકામાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા સ્વેચ્છા પૂર્વક બંધ પાળવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
વેપારીઓ દ્વારા આંશિક લૉકડાઉનનો નિર્ણય

જઅનલોક વચ્ચે હવે વેપારીઓએ જાતે જ આટલા તાલુકા અને જિલ્લઓમાં આંશિક લોકડાઉન પાળવાનો નિર્ણય લીધો છે. જેમાં ભાવનગર, જામનગર, બોટાદ, ભરૂચ, માલપુર, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠા, તાપી અને જૂનાગઢ જિલ્લાઓમાં વેપારીઓ દ્વારા જાતે જ આંશિક લૉકડાઉનનો પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાય.
એસટી વિભાગે આ રૂટની બસો બંધ કરી

વેપારીઓના આંશિક લોકડાઉનના નિર્ણય સમયે ગુજરાત એસટી વિભાગે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદથી સુરત જતી તેમજ અમદાવાદથી વડોદરા તરફ જતી બસો બંધ કરી દેવામાં આવી છે. આ વચ્ચે વડોદરાથી ભરૂચ જનારી એસટી સેવાઓને પણ બંધ કરવામાં આવી છે. આ નિર્ણય કોરોના સંક્રમણમાં વ્યાપક વધારો થતા અટકાવવા માટે લેવાયો છે.
હીરા બજાર પણ ૧૯ જુલાઈ સુધી બંધ

હીરા ઉદ્યોગમાં સતત વધતા જઈ રહેલા કેસના પગલે સુરક્ષાને ધ્યાનમાં લઈને હીરા બજારને પણ ૧૯ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મીની બજાર, માનગઢ ચોક સહીત તમામ સેઈફ બંધ રાખવામાં આવશે. જો કે ૨૦ જુલાઈથી લઈને હીરા બજારના વ્યાપારીઓ દ્વારા સેઈફ ખોલવામાં આવશે. ત્યાર પછી એટલે કે ૨૦ જુલાઈથી બપોરના ૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી કામકાજ ચાલુ રહેશે.
AMC દ્વારા પનના ગલ્લાઓનું ચેકિંગ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે કોરોનાની સુરક્ષાને ધ્યાનમાં લઈને પાનના ગલ્લાઓ પર તવાઈ બોલાવાઈ રહી છે. આ ચેકિંગ નવા નિયમોમાં જણાવેલ સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરાયું છે. આ દરમિયાન પાનના ગલ્લાઓ પર પિચકારી મારેલી જોવા મળતા જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોધપુર પાસે આવેલા સિવાસ પાન પાર્લરને ચેકિંગ દરમિયાન સિલ કરાયુ છે. જો કે હવે અલગ અલગ ઝોનમાં સોલિડ વેસ્ટનું ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે.
આટલા જિલ્લાઓમાં આંશિક લોકડાઉનનો નિર્ણય લેવાયો

બોટાદ : આજથી ૨૦ જુલાઈ સુધી સવારના ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે.
જામનગર : આજથી લઈને ૨૦ જુલાઈ સુધી ચાની લારીઓ, પનના ગલ્લા અને દુકાનો સાંજના ૬ વાગ્યા સુધી જ ચાલુ રહેશે.
ભાવનગર : નવી જાહેરાત ન થાય ત્યાં સુધી, આજથી જ સોનીબજાર માટે સમય સવારના ૯ થી સાંજના ૪ સુધી, ઇલેક્ટ્રિક એસોસિએશન સવારના ૯ થી સાંજના ૫ સુધી, રેડીમેટ કપડાના વેપારીઓ માટે સવારના ૮ થી સાંજના ૫ સુધી, સલુન વેપારીઓ માટે સવારના ૮ થી સાંજના ૫ અને જથ્થાબંધ તેમજ કરીયાણા વેપારીઓ માટે સવારના ૮ થી બપોરના ૨ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

ભરૂચ : અહી ૨૨ જુલાઈ સુધી તમામ દુકાનો માટે સવારના ૭ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જો કે દૂધ અને મેડીકલ સુવિધાઓ આખો દિવસ ચાલુ રાખી શકાશે.
માલપુર (અરવલ્લી) : એક અઠવાડિયા માટે આજથી જ સવારના ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે.

પાલનપુર અને ડીસા : નવી જાહેરાત ન થાય ત્યાં સુધી, સવારના ૭ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. જીવન જરૂરિયાત વસ્તુ પર પ્રતિબંધ નહિ. જો કે ૪ વાગ્યા પછી તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ રખાશે.
મહેસાણા, ઊંઝા અને ખેરાલુ : મહેસણા અને ઊંઝામાં ૨૬ જુલાઈ સુધી બજારો સવારના ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે ખેરાલુમાં આ સમય સવારના ૮થી સાંજના ૪ સુધી રહેશે. ઊંઝા APMC પણ ૨ વાગ્યા પછી બંધ રહેશે.

ગોધરા અને હાલોલ : નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સવારના ૮ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખી શકાશે.
વ્યારા : નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સવારના ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખી શકાશે.
જુનાગઢ : નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સવારના ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખી શકાશે.
સુરત : નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ દુકાનો સવારના ૭ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. મેડીકલ અને દૂધ ડેરીઓ સાંજના ૭ સુધી ખુલ્લી રાખી શકાશે. હીરાબજારના મીની બજાર અને માનગઢ ચોક સહિતના તમામ સેઈફ ૬ દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે. નિયમોનું પાલન ન કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે.

રાજકોટ : અહી પણ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જુદા જુદા સમય માટે જુદા જુદા વિસ્તાર ખુલ્લા રહેશે. જેમ કે સોનીબજાર સવારના ૧૦ થી લઈને સાંજના ૪ સુધી, બજાર એસોસીએશન સવારના ૮ થી લઈને સાંજના ૫ સુધી, કાપડ બજાર સવારના ૧૦ થી લઈને સાંજના ૪ સુધી તેમજ દાણાપીઠ એસોસિએશન સવારના ૯ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span