20 વર્ષની છોકરીની થઇ રહી હતી અંતિમ સંસ્કારની તૈયારી, ત્યાં જ લાશે ખોલી આંખો અને પછી થયું….

બસ મૃતકની અંતિમ વિધિ જ થવાની હતી અને અચાનક લાશે આંખ ખોલી

છેલ્લા કેટલાક સમયથી એવી ઘટના અવારનવાર ઘટવા લાગી છે. કે જેમાં વ્યક્તિને મૃત જાહેર કરવામા આવી હોય અને પાછળથી તે જીવતી મળી હોય. થોડા સમય પહેલાં ભારતમાં પણ આવી જ એક ઘટના થઈ હતી જેમા એક યુવાનને મૃત ઘોષિત કરવામા આવ્યો હતો પણ જ્યારે તેના અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવામા આવી ત્યારે તે જીવતો જણાયો હતો. તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યો હતો પણ દુઃખની વાત એ ઘટી કે તે જીવી શક્યો નહીં અને છેવટે તેને ફરી સ્મશાન પર લાવવામાં આવ્યો હતો.

image source

આવી જ એક ઘટના અમિરાકા ખાતે ઘટી છે. અહીં એક 20 વર્ષની છોકરી મૃત્યુ પામી હતી. તેનો પરિવાર તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો. તેણીના શવને ત્યાંના ફ્યુનરલ હોમમાં લઈ જવામાં આવી હતી. તેને કોફીનમાં સુવડાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામા આવી હતી. અને અચાનક તેણે આંખ ખોલી હતી.

image source

આ ઘટના ગયા રવિવારની છે. આ ઘટના અમેરિકાના મિશિગન રાજ્યમાં બની હતી. એક વિકલાંગ યુવતિ માત્ર 20 વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી એટલે કે તેને ડોક્ટર્સ દ્વારા મૃત ઘોષિત કરવામાં આવી હતી. વાસ્તવમાં આ યુવતિ તેણીના ઘરે પરિવારજનોને બેભાન અવસ્થામાં મળી આવી હતી તરત જ પરિવારજનોએ એમ્બ્યુલન્સ બોલાવી. ત્યાં આવેલા મેડિકલ સ્ટાફે તેની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેણીના ધબકારા બંધ થઈ ગયા હતા. અને સારવાર કર્યા બાદ પણ તેણી ભાનમાં ન આવી અને ધબકારા બંધ જ જણાયા ત્યારે મેડિકલ સ્ટાફ દ્વરા તેણીને મૃત જાહેર કરવામા આવી. ત્યાર બાદ તેણીની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી અને તેને કોફીનમાં સુવડાવી પણ દેવામા આવી અને ફ્યુનરલ હોમમાં લઈ જવામા આવી. તેની અંતિમ વિધિ કરવા માટે શવને તૈયાર કરવામા આવી રહ્યું હતું અને તે જ સમયે એક વ્યક્તિની નજર શવ પર પડી તો તેણે જોયું કે શવ આખો ખોલી રહ્યું હતું. ત્યાર બાદ તરત જ યુવતિને હોસ્પિટલમાં ખસેડવામા આવી છે હાલ તેણીને વેન્ટિલેટર પર રાખવામા આવી છે.

image source

આ રીતે તેણીને મૃત જાહેર કરવામા આવી ત્યાર બાદ તેણી બે કલાક બોડી બેગમાં જ રહી હતી. હાલ તેણી ક્રીટીકલ કન્ડીશનમાં છે અને તેણીને ડેટ્રોઇટની હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે.

image source

આ યુવતી સેરેબ્રલ પાલ્સી ડીસઓર્ડર સાથ જન્મી હતી. અને તેણીને સતત મેડિકલ કેરની જરૂર રહેતી હતી, અને તેણીને ખોટી રીતે મૃત જાહેર કરવામાં આવી હતી. તેણીની માતા એમેરિકા લેટીમોરે એક નિવેદન આપતા જણાવ્યું હતું, ‘જે કંઈ થયું તેનાથી અમે હતપ્રભ થઈ ગયા છીએ. અમે ઇચ્છીએ છીએકે લોકો તીમેશા તેમજ તેના કુટુંબીજનોને પોતાની પ્રાર્થનામાં રાખે.’

તીમેશાના કુટુંબે મેડિકલ સ્ટાફની આ પ્રકારની અવગણનાની તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે તિમેશાને મૃત જાહેર કર્યા બાદ તેણીને તેના કુટુંબના ઘરમાં બોડીબેગમાં મુકી દેવામા આવી હતી અને તે બોડી બેગમાં જ પુરાઈને તેણીએ લગભગ અઢી કલાક સુધી શ્વાસ લીધા હતા. જ્યારે તેણીને અંતિમ વિધિ માટે બોડી બેગમાંથી બહાર કાઢવામા આવી રહી હતી ત્યારે તેણી જીવતી હતી અને શ્વાસ લઈ રહી હતી.

image source

તમને જણાવી દઈ કે તીમેશાની મેડિકલ કન્ડીશના કારણે તેણીને રોજ ત્રણ બ્રીધીંગ ટ્રીટમેન્ટ્સ આપવામા આવતી હતી. ગત રવિવારના રોજ સવારના 7.30 વાગે કુટુંબીજનોએ 911ને કોલ કર્યો હતો. તીમેશાના હોઠ ફીકા પડી ગયા હતા, તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને બેભાન થઈ ગઈ હતી. જ્યારે પેરામેડિક્સ આવ્યા ત્યારે તેણીની તપાસ કરીને તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. પણ વાસ્તવમાં તો તેણી એવી સ્થિતિમાં હતી જ્યારે તેણીને અર્જન્ટ મેડિકલ કેરની જરૂર હતી. તેણીને હોસ્પિટલ લઈ જવાની જરૂર હતી તેની જગ્યાએ તેણીને મૃત જાહેર કરીને ફ્યુનરલ હોમમાં મોકલી દેવામા આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.