૧૨ વર્ષ પછી ‘બાલિકા વધુ’ શોને લઈને અનુપ સોનીના ખુલાસા, આવા કારણથી ના હોતા કરવા ઈચ્છતા આ શો.

૧૨ વર્ષ પછી ‘બાલિકા વધુ’ શોને લઈને અનુપ સોનીના ખુલાસા, આવા કારણથી ના હોતા કરવા ઈચ્છતા આ શો.

૧૨ વર્ષ પછી કલર્સ ટીવીની ‘બાલિકા વધુ’ (Balika vadhu) એકવાર ફરીથી શરુ કરવામાં આવી છે. લોકડાઉનના કારણે નવા એપિસોડનું શુટિંગ ના થવાના કારણે જુના શોની ટીવી પર ફરીથી પ્રસારિત થાય છે. જેમાં હવે ‘બાલિકા વધુ’ પણ સામેલ થઈ ગયો છે. આ શોમાં આનંદીથી લઈને દાદી સા, જગ્યા અને ભૈરવ દરેક પાત્રએ લોકોના દિલોમાં છાપ છોડી હતી. પરંતુ શું આપને ખબર છે કે, આ શોમાં ભૈરવનું પાત્ર નિભાવનાર અનુપ સોની (anup soni) એ આ શો કરવાની ત્રણવાર ના પાડી દીધી હતી.

image source

એના વિષે ખુલાસા કરતા અનુપ સોનીએ પિંકવિલા વેબસાઈટના ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો. અભિનેતા અનુપ સોની કહે છે કે, ‘તે સમયે મારો ‘સીઆઈડી સ્પેશીયલ બ્યુરો’ શો ખતમ થઈ ગયો હતો અને હું એક બ્રેક લેવા ઈચ્છતો હતો. આના સિવાય, કલર્સએ તે સમયે શો લોન્ચ કર્યો હતો નહી, એટલા માટે હું શોને લઈને મારી દિલચસ્પી ઓછી હતી. મને પ્રોડક્શન હાઉસ અને લેખકો તરફથી ઘણા બધા ફોન આવ્યા પરંતુ મેં બે-ત્રણ વાર શો કરવા માટે ના પાડી દીધી કેમ કે, હું એક બ્રેક લેવા ઈચ્છતો હતો.’

અનુપ સોની આગળ કહે છે કે, ‘જેવું કે કહેવાય છે જે થવાનું નક્કી છે તે થશે, એટલા માટે મેં શો કર્યો અને આ શો આઇકોનિક થઈ ગયો.’ આ શોના બધા પાત્રો પોત પોતાનામાં જ ખાસ છે. આ સીરીયલમાં અવિકા ગૌર, અવિનાશ મુખર્જી, સુરેખા સીકરી, સ્મિતા બંસલ, સિદ્ધાર્થ શુક્લા, પ્રત્યુષા બેનર્જી અને તોરલ રાસપુત્રા હતા.

image source

આપને જણાવીએ કે, સીધ્ધાથ સેનગુપ્તા અને પ્રદીપ યાદવના નિર્દેશનમાં ચાલનાર આ ધારાવાહિક ટીવી પર સૌથી વધારે લાંબા સમય સુધી ચાલનાર પહેલો શો છે. વર્ષ ૨૦૦૮માં શરુ થયેલ આ ધારાવાહિકએ વર્ષ ૨૦૧૬ સુધીમાં ટીવી પર બે હજારથી પણ વધારે એપિસોડ પુરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

‘બાલિકા વધુ’ શો હવે કલર્સ ટીવી પર ફરીથી પ્રસારણ ૧૩ એપ્રિલથી શરુ થઈ ગયું છે. ‘બાલિકા વધુ’ શો ફરીથી શરુ થશે તેના માટે દર્શકો ઉત્સાહિત છે. જો કે, ‘બાલિકા વધુ’ શોમાં આનંદીની યુવાવસ્થાનું પાત્ર નિભાવનાર પ્રત્યુષા બેનર્જીનું મૃત્યુ વર્ષ ૨૦૧૬માં થઈ ગયું હતું.