અનુષ્કાના આ મિત્રો છે તમારા પણ સાચા મિત્રો, જુઓ કોણ છે આ ખાસ…

લોકડાઉનમાં અનુષ્કા શર્માએ બનાવ્યા નવા મિત્રો, ફોટો શેર કરીને જણાવ્યું આ મિત્રો વિશે.

અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાનો એક એક ફોટો શેર કર્યો છે. એ ફોટામાં અનુષ્કા ફૂલ છોડ સાથે નજર આવી રહી છે. અનુષ્કાને નેચર સાથે ઘણો પ્રેમ છે. અને એને પોતાના ઘરે પણ ઘણા ફૂલ છોડના કુંડા મુક્યા છે.

image source

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા કોરોના સમયના લોકડાઉનમાં પોતાના પતિ વિરાટ કોહલી સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે. બંને ક્યારે વિડીયો દ્વારા લોકોને કોરોના વાયરસ પ્રત્યે જાગૃત કરતા નજરે પડે છે તો ક્યારેક એ બન્ને લોકોને પોતાના ફની અંદાજથી મનોરંજન પૂરું પાડે છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંને પોતપોતાની ફિલ્ડમાં એક મોટું નામ છે અને બંને જ પોતપોતાના કામમાં ઘણા જ વ્યસ્ત રહે છે. એવામાં લોકડાઉનના આ સમયમાં એમને એકબીજાની સાથે સમય પસાર કરવાનો એક સુવર્ણ અવસર મળી ગયો છે. પણ અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના હોવા છતાં ઘરમાં જ બીજા નવા મિત્રો બનાવી લીધા છે. કોણ છે અનુષ્કા શર્માના આ નવા મિત્રો, અભિનેત્રીએ જાતે જ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અભિનેત્રી અનુષ્કા શર્મા એ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે.આ ફોટામાં અનુષ્કા ફૂલ છોડ સાથે નજર આવી રહી છે. અનુષ્કાને નેચર સાથે ઘણો પ્રેમ છે અને એને ઘરે પણ ઘણા બધા કુંડા લગાવેલા છે. અનુષ્કા આ ફૂલછોડની નિયમિત રૂપે કાળજી રાખે છે. ફોટામાં જોઈ શકાય છે કે બાલ્કનીની ઘણી બધી જગ્યાને ઘણી જ સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રીનરી ઘરની શોભા તો વધારી જ રહી છે પણ હવે તો અનુષ્કાએ આ ફૂલ છોડ સાથે મિત્રતા કરી લીધી છે. અભિનેત્રીએ ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું છે કે “હું અને મારા મિત્રો” તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા એના આ ફૂલ છોડના કુંડાના ફોટો પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા શર્માએ એક્ટિંગમાંથી લીધો છે બ્રેક.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ઘણા સમયથી ફિલ્મોથી દૂર જણાઈ રહી છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો પછી એમની કોઈ જ ફિલ્મ રિલીઝ નથી થઈ.અભિનેત્રીએ પ્રોડક્શન ક્ષેત્રે પણ હવે પગ મૂક્યો છે.હાલ થોડા સમય પહેલા જ અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી વેન સિરીઝ પાતાલ લોક રિલીઝ થઈ હતી. આ વેબ સિરિઝને દર્શકોનો જોરદાર પ્રેમ મળ્યો. પણ સિરિઝને કેટલાક સીન્સના કારણે આ વેબ સિરીઝ કોન્ટ્રોવર્સીમાં આવી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.