સ્કિનને નેચરલી ક્લિન કરવા અઠવાડિયામાં 1 વાર લગાવો આ માસ્ક, ફેશ્યલ જેવો મળશે ગ્લો…

અતિશય પ્રદુષણને કારણે સ્કિન પર તેની અનેક ઘણી ખરાબ અસર પડે છે. પ્રદુષણથી પોતાની સ્કિનનો બચાવ કરવા માટે છોકરીઓ અનેક ઘણી બ્યૂટી ટ્રિટમેન્ટનો સહારો લેતી હોય છે. અનેક સમસ્યાઓમાંથી બચવા છોકરીઓ દર મહિને પાર્લરમાં જઇને ફેશ્યલ કરાવતી હોય છે. ફેશ્યલ કરાવવાથી તમારી ડેડ સ્કિન દૂર થઇ જાય છે અને ફેસ પર ચમક આવે છે. આ સાથે જ ફેશ્યલ કરાવવાથી સ્કિનને બીજા અનેક ઘણા ફાયદાઓ પણ થાય છે.

image source

જો કે આજની વર્કિંગ વુમન્સને ઓફિસ તેમજ ઘરના સમય સાચવવાના હોવાથી તેઓ રેગ્યુલરલી બ્યૂટી પાર્લરમાં જઇ શકતી નથી. માટે તેઓ નિયમિપણે તેમની સ્કિનની કાળજી પ્રોપર રીતે કરી શકતા નથી. જે કારણોસર તેમની સ્કિન સમય જતા ડેમેજ થતી જાય છે. દર મહિને બ્યૂટી પાર્લરમાં જઇને ફેશ્યલ કરાવવાનો ખર્ચો પણ અનેક લોકોને પોષાતો હોતો નથી. આમ, જો તમે ફેશ્યલ વગર ઘરે જ પોતાની સ્કિનની કેર કરવા ઇચ્છો છો તો આ ફેસ માસ્ક તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. જો તમે આ માસ્ક ઘરે બનાવશો તો તમારો વધારે સમય પણ બગડશે નહિં અને રિઝલ્ટ પણ જોરદાર મળશે. તો આજે અમે તમને ચારકોલ ફેસ માસ્ક વિશે જણાવીશું. આ માસ્કથી તમારા ચહેરા પર નવી ચમક આવશે અને સાથે-સાથે ચહેરા પર થતા અનેક સ્કિન પ્રોબ્લેમ્સને રિમૂવ પણ કરી દેશે. આ માસ્ક સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનુ કામ કરે છે.

image source

સામગ્રી

– જેલેટિન પાવડરનુ એક નાનુ પેકેટ

– એક ટેબલ સ્પૂન ગરમ પાણી

– અડધી ટી.સ્પૂન ગરમ દૂધ

Bio-activated Neem Charcoal Mask - Neem Tree Farms
image source

– બે ચમચી ચારકોલ પાવડર

– એક પ્લાસ્ટિકનું કન્ટેનર

ચારકોલ માસ્ક બનાવવાની રીત

Quarantine Curation: 10 homemade face masks for flawless skin ...
image source

– આ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ એક નાનુ પેકેટ જેલેટિન પાવડરનું લો. ત્યારબાદ એક ટી.સ્પૂન ગરમ પાણી, અડધી ટી.સ્પૂન દૂધ અને બે ચમચી ચારકોલ પાવડર લઇને આ બધી સામગ્રીઓ એકઠી કરી લો.

– ત્યારબાદ એક પ્લાસ્ટિકનું કન્ટેનર લો.

– હવે ગરમ પાણી લો અને તેમાં જેલેટિન પાવડર મિક્સ કરી લો. પાવડર બરાબર મિક્સ ના થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો જેથી કરીને કણીના રહી જાય.

Can I Use a Clay Mask if I Have Dry Skin? - L'Oréal Paris
image source

– હવે આ મિશ્રણમાં ગરમ દૂધ અને ચારકોલ પાવડર એડ કરીને મિશ્રણ બરાબર તૈયાર કરી લો. ધ્યાન રહે કે, બધી વસ્તુઓ એક સાથે એડ નથી કરવાની. દરેક વસ્તુઓને એક પછી એક એડ કરવાની છે. તો તૈયાર છે ચારકોલ માસ્ક.

– હવે આ માસ્કને તમારા ચહેરા પર લગાવો અને તેને અડધો કલાક સુધી રહેવા દો. પછી થોડા નવાયા પાણીથી ચહેરો ધોઇ લો. ચહેરો ધોતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો નથી. જો તમે ઠંડા પાણીથી ચહેરો ધોશો તો આ માસ્કનું રિઝલ્ટ તમને મળશે નહિં.

Accutane: A Dermatologist Tells All – Apex Dermatology & Skin ...
image source

– આ માસ્કનો તમે અઠવાડિયામાં એકવાર ઉપયોગ કરી શકો છો. આ માસ્ક તમારી સ્કિનને સોફ્ટ બનાવશે અને સાથે-સાથે સ્કિન ગ્લો પણ કરશે.

– આંખની આસપાસ આ માસ્ક લગાવતા પહેલા ખાસ ધ્યાન એ રાખો કે, તે તમારી આંખોમાં ના જાય.

તમને આ પણ જાણવું ગમશે.

તમારા ઘરમાં જ ઉપાય છે તમારી પાતળી આઇબ્રોને ઘાટી કરવા માટે, તો વાંચો અને આજથી જ અપનાવી જુઓ…

સેનેટરી પેડ્સના સાઈડ ઈફેટ્સ પણ હોય છે, જાણો PADના ઉપયોગની યોગ્ય રીત..

જો કાળઝાળ ગરમીમાં ફોલો કરશો આ ટિપ્સ, તો નહિં લાગે લૂ અને રહેશો એકદમ ફ્રેશ…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.