શું તમે સૌથી નાના ભાઈ કે બહેન છો? – તો તમે આ બધું જ સહન કર્યું હશે!…
ઘરમાં સૌથી નાના હોવાના આ ૭ સંઘર્ષો
એવું કહેવાય છે કે ઘરની સૌથી નાની વયની વ્યક્તિ પાસે તેમના પોતાના અધિકારો છે. તેઓ પરિવારના વધારે પડતા લાડથી બગડી ગયેલું બાળક છે, જેને કઈ પણ મળી શકે છે. રહી વાત મોટા ભાઈઓ બેહનો ની તો એ તેમને રક્ષણ અને મજા આપવા માટે હોય છે. રૂપિયાનો તો કોઈ પ્રશ્ન જ નથી એમના માટે, કારણ કે એનામાં પરિવારના દરેક સભ્ય પાસેથી રુપિયા કાઢવાની આવડત ફૂટી ફૂટી ને ભરેલી હોય છે. તેઓ માતાપિતાના સૌથી પ્રિય હોય છે અને કુટુંબના લોકો પણ એમના ઉપર વિશેષ ધ્યાન આપે છે.

પણ આ બધા માં સૌથી મહત્વ ની વાત એ છે કે મોટા ભાઈ બહેનો જે કડક નિયમો ને લાંબા સમયથી અનુસરતા આવતા હતા એ બધા નાના ભાઈ ના ઉછેર વખતે અથવા તો અદ્રશ્ય થઇ ગયા હોય અથવા નાબુદ…આ જ કારણે તેમની life બીજા બધા કરતા ઇઝી રહે છે જેમાં શંકા ને કોઈ સ્થાન નથી.
પરંતુ માત્ર એ લોકોને જ આ દેખીતા ફાયદા ના ગેર ફાયદા ખબર હોય છે.
તમે એ વિષે વિચારવાનુ શરુ કરો તે પહેલાં, ચાલો આની પાછળ ના લોજિકલ કારણો પર થોડો પ્રકાશ પાડીએ જેથી તમને પણ ખબર પડે કે જેવું દેખાય છે એવું હોતું નથી. અહીં છે એ સાત સંઘર્ષો છે જેની ખબર ફક્ત સૌથી નાના બાળક સાથે જ હોય. …
તમે ગમે એટલા મોટા થશો (18, 38, અથવા 88), પણ તમારા પરિવારના સભ્યો માટે બાળક જ બની રેવાના જેને કારણે તેઓ હંમેશા તમારી સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેતા હશે, ખાસ કરીને મોડી રાતે. તેઓ સમજી શકતા નથી કે તમે વાસ્તવમાં મોટા થઈ ગયા છો અને તમારી જાતની સંભાળ રાખી શકો છો. અધુરામાં પૂરું, લોકો તમારી બાળપણની બધી યાદો જ વાગોળતા રેહશે અને હસતા રહેશે કે તમે નાના હતા ત્યારે કેવી નકામી અને નિર્દોષ કરામતો કરતા હતા. એ જ તમને તમારા બાળપણ માં પકડી રાખે છે અને મોટા નથી થાવા દેતા.

તમારા ભાઈ-બહેનો તમને વિચિત્ર લાડકવાયા નામો સાથે બોલાવતા હોય છે જેનાથી તમે આખો વખત અપમાન અને મૂંઝવણમાં જ રહ્યા કરશો. તમે તમારા મિત્રોને (એમાય બોયફ્રેન્ડ્સ અથવા ગર્લફ્રેન્ડ્સ વિશેતો વિચારવાનું જ નઈ) આરામથી ઘરે બોલાવી જ ના શકો કારણ કે એ મોટા ભાઈ અથવા બહેનનો ડર મગજ માં સતાવતો હોય. તમારા ભાઈના શબ્દકોશમાં ‘આદર’ શબ્દ ક્યારેય અસ્તિત્વમાં હોતો જ નથી અને કેટલાય દિવસોના લાંબા ઇંતજાર પછી કદાચ તમને પરિવારના આદરણીય, તેમજ પરિપક્વ સભ્યનો હોદ્દો મળે.
અને જો ભૂલથી પણ એમની સામે જવાબ આપી દીધો…તો પછી તો મારી જ ગયા..અસંસ્કારી, અવિનયી અને એવા કેટલાય કલંક લાગી જાય અમુક સેકાન્ડો માં… કદાચ હવે તો સ્વીકારીએ કે એમની જોડે ખરેખર માં અન્યાય થઇ રહ્યો છે.
રહી વાત કપડાની તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલુ અઘરું છે દર વર્ષે તમારી બહેનનો ‘વપરાયેલો’ સ્કૂલ ડ્રેસ પેરીને સ્કૂલ જવાનું! અને કદીય નવો યુનિફોર્મ ખરીદવાનો પણ નઈ ! એમાય નવી fashion વાળા કપડા વિષે તો વિચારવાનુ જ નઈ !

આ બધાની વચ્ચે જૂની અને વપરાયેલી ચોપડી જેને જોઇને જ ભણવાની ઈચ્છા જ મરી જાય એ કઈ રીતે ભૂલી શકાય? ભણવાની ચોપડી તો કદાચ માની પણ લેવાય, પણ રમકડા તો નવા મળવા જોઈએ ને ! પહેલેથી જ અગણિત વખત રમાયેલા રમકડાંઓ જે વારસામાં મળ્યા હોય એનું શું? ફક્ત સૌથી નાની વયના લોકો જ તેમના ભાઈઓ અને બહેનો થી વપરાયેલી સામગ્રીનો ઉપયોગ કરવાનુ દુખ જાણે છે!
તે એક અલિખિત નિયમ છે કે જ્યારે કંઇક ખોટું થાય છે (તૂટેલા કપ રકાબી, ખોવાયેલી ચાવી , તૂટેલો મોબઈલ વગેરે), તો સૌથી નાના ને જ એ માટે દોષિત ઠરે છે. પરંતુ શા માટે? એર અમુક વાર તો આવું કરતા પેહલા એ લોકો વિચારતા પણ નઈ હોય કે મારી હાલત શું થશે? કદાચ આને જ લીધે માતાપિતા, નાના બાળકોને બેદરકાર અને બેજવાબદાર માને છે.
કોણ કહે છે કે સૌથી નાના ભાઈ બહેનને માત્ર ઘરે જ સંઘર્ષ કરવો પડે છે! તેમની શાળામાં તો તેમના જીવનના પડકારોનો સેટ છે જ્યાં તેમની સરખામણી કરવામાં આવે છે મોટા ભાઈ અથવા બહેન જોડે ! એમાય સ્કૂલ ટીચરોને તો આપણા મોટા ભાઈઓ અને બેહનો જોડે એક અલગ જ લગાવ હોય…”તારો મોટો ભાઈ બહુજ હોશિયાર અને એક સારો વિદ્યાર્થી હતો.”, તમને હંમેશા તમારા નામ કરતા તેમના નાના ભાઇ અથવા બહેન તરીકે ઓળખવામાં આવે છે, જેને કારણે તમારી પાસે ક્યારેય તમારી પોતાની ઓળખ નથી હોતી.

આ એક તો સૌથી વધુ સંબંધિત છે. તમારે તમારા મોટા ભાઈબહેનની જ ઈચ્છા અનુસરવી પડે છે; મારા ખ્યાલથી તેઓ પાસે તમારુ જીવન નરક બનાવવાનો એક પાવર છે. .
તેઓ કોઈ પણ સમયે ટેલિવિઝનના રીમોટ ને તમારા હાથ માંથી ખેચી શકે છે, તમારા બાળપણના ફોટાઓથી તમને બ્લેક મેઇલ કરી શકે છે, તમારું પ્લે સ્ટેશનને છુપાવી દે છે, તમારા રહસ્યોને ફેલાવી શકે છે અથવા હાલતા ચાલતા તમને ટપલી મારી શકે છે
આ યાદી તો અનંત છે. કોણ કહે છે કે સૌથી નાનું હોઉં જન્નત છે, હેં ? સૌથી નાના ભાઈબહેનોના અધિકારોની રક્ષા કરતી કોઈ સંસ્થા અથવા HELPLINE NUMBER છે ? જો હોય તો COMMENT માં લખી દેજો…!
તમારો કોઈ અનુભવ હોય આવો તો કોમેન્ટમાં જરૂર જણાવજો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.