અર્જૂન કપૂર નાનપણમાં હતો એકદમ ગોલુમોલુ, બાળપણની આ તસવીરો જોઇને તમે પણ ઓળખવામાં ખાઇ જશો થાપ

આજે બોલીવુડના અભિનેતા અર્જુન કપૂરનો ૩૫મો જન્મદિવસ છે. અર્જુન કપૂરનો જન્મ ૨૬ જુનના દિવસે વર્ષ ૧૯૮૫માં મુંબઈમાં થયો હતો. એમના પિતા પ્રખ્યાત નિર્માતા બોની કપૂર છે એ એમની માતાનું નામ મોના કપૂર છે.

image source

કોરોના વાયરસના કારણે અભિનેતા પોતાના ઘરમાં જ રહીને જન્મદિવસ ઉજવી રહ્યા છે. જો કે આજે અર્જુન કપૂરના જન્મદિવસે અમે આપને એમના બાળપણની કેટલીક તસ્વીરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ તસ્વીર જોઇને તમે માની પણ નહિ શકો કે આ એ જ અર્જુન કપૂર છે જેમની લાખો છોકરીઓ આજે દીવાની છે.

image source

અર્જુન કપૂર બોલીવુડમાં અનેક સુપરહીટ ફિલ્મો આપી ચુકેલા યુવા અભિનેતા છે. બોલીવુડમાં એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ તસ્વીરમાં આર્જુન કપૂર એક નકલી ઘોડા પર બેઠેલા જોવા મળી રહ્યા છે, એમની મુખમુદ્રા ગંભીર જોવા મળી રહી છે.

આ તસ્વીરમાં અર્જુન કપૂર ગોળમટોળ દેખાઈ રહ્યા છે અને એ એમના કાકા સંજય કપૂરને કઈક ખવડાવી રહ્યા છે. આ તસ્વીરમાં અર્જુન કપૂર માસુમ અને ગોલુંમોલું જેવા લાગી રહ્યા છે.

image source

આ તસ્વીરમાં તેઓ પોતાની પિતરાઈ બહેન સોનમ કપૂર સાથે છે, અર્જુન કપૂર અને એમની પિતરાઈ બહેન સોનમ બંને સાથે જ મોટા થયા છે.

image source

આ તસ્વીરમાં અર્જુન કપૂર પોતાની બહેન અંશુલાને ખોળામાં લઈને બેઠા છે. આ તસ્વીરમાં બંને ભાઈ બહેન ક્યુટ અને સુંદર લાગી રહ્યા છે.
આ તસ્વીરમાં અર્જુન કપૂર એમની માતા મોના કપૂર અને બહેન અંશુલા સાથે જોવા મળી રહ્યા છે. માથામાં ટોપી પહેરેલા અર્જુન કપૂર ગોલુંમોલું જેવા લાગી રહ્યા છે. સાથે બેઠેલી બહેન અંશુલા કેમેરાને જોઇને ઘણી ખુશ લાગી રહી છે.

image source

અર્જુન હંમેશાથી એમની બહેન અંશુલાના ઘણા નજીક રહ્યા છે. બંને વચ્ચે બાળપણથી જ ખાસ બોન્ડીંગ રહ્યું છે. માના ગયા પછી બંને ભાઈ બહેન એકબીજાની પૂરે પૂરી સારસંભાળ રાખે છે.

અર્જુને પોતાના અભિનય કરિયરની શરૂઆત ફિલ્મો દ્વારા કરી હતી. એમાંથી એમની ઘણી ફિલ્મો હિટ પણ રહી છે. જો કે તમને એ પણ જણાવી દઈએ કે એમની હીરો બનવાની સફર જરાય સરળ ન હતી.

image source

આસાન એટલા માટે ન હતી, કારણ કે એમનો શારીરિક દેખાવ જ એ સમય દરમિયાન હીરો જેવો ન હતો. ફિલ્મોમાં આવતા પહેલા એમનું વજન ૧૪૦ કિલો જેટલું હતું. પણ સલમાન ખાનના ઇન્સ્પીરેશન દ્વારા અર્જુન કપૂરે પોતાના શારીરિક દેખાવ માટે કામ કર્યું હતું અને ૫૦ કિલો જેટલું વજન ઘટાડયું હતું.

image source

2012માં એમણે ‘ઈશ્કજાદે’ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે અભિનયમાં પોતાના નસીબને અજમાવતા પહેલા તેઓ આસીસ્ટંટ ડાયરેક્ટર અને પ્રોડયુસર તરીકે પણ કામ કરી ચુક્યા છે. જો કે સમયે તો તેઓ ૧૦ સેકન્ડ પણ દોડી શકતા ન હતા.

image source

એક ઈન્ટરવ્યું દરમિયાન એમણે જણાવ્યું હતું કે જાડાઈ એમના જીવનનો એક ભાગ હતી. તેઓ ક્યારેય પણ પોતાના વજનને ઉતારવા ઈચ્છતા ન હતા. જો કે આ દરમિયાન એ સલમાન ખાનને મળ્યા હતા અને એમને ઈચ્છા જાગી હતી અને એમણે પોતાનું વજન ઓછું કરવા માટેની યોજના બનાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.