રેલવે સ્ટેશન પર હવે સ્ક્રીનિંગ કરશે રોબોટ, જાણો શું છે ખાસિયત…
કેપ્ટન અર્જુન
દેશમાં ચાલી રહેલ નોવેલ કોરોના વાયરસની મહામારીની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખનો આંકડો પાર કરી ગઈ છે ત્યારે આવી પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ સરકારી અને કેટલાક ખાનગી ઓફીસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક રેલ્વે સ્ટેશનો પરથી શ્રમિક સ્પેશીયલ ટ્રેન પણ ચાલુ કરી દેવામાં આવી છે.

ત્યારે જ મહારાષ્ટ્રના રેલ્વે વિભાગ દ્વારા પુણે શહેરના રેલ્વે સ્ટેશન પર શુક્રવારના રોજ પ્રાયોગિક ધોરણે એક રોબોટની વ્યવસ્થા કરવામાં આવી છે. પુણે રેલ્વે સ્ટેશન પર મુકવામાં આવેલ રોબોટ સ્ટેશન પર અવર- જવર કરી રહલ પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરી રહ્યો છે. RPF દ્વારા મુકવામાં આવેલ આ રોબોટનું નામ ‘કેપ્ટન અર્જુન’ રાખવામાં આવ્યું છે. રોબોટની તપાસ દરમિયાન જો કોઈ પણ પ્રવાસીમાં કોરોના વાયરસના લક્ષણ દેખાય છે તો ત્યારે નજીક રહેલ તપાસ કર્મચારીને આ વિષે માહિતગાર કરે દે છે.

કેન્દ્રીય રેલવેના DG સંજીવ મિત્તલ જણાવે છે કે રોબોટ કેપ્ટન અર્જુન રેલ્વે સ્ટેશન પર અવર જવર કરી રહેલ યાત્રીઓ અને કર્મચારીઓનું કોરોના વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે. આ સાથે જ રોબોટ કેપ્ટન અર્જુનનું ઉદ્દઘાટન ઓનલાઈન પ્રોગ્રામની મદદથી કરવામાં આવ્યું છે.
-આ રોબોટ PTZ કેમેરાથી સજ્જ છે.:

કેપ્ટન અર્જુન રોબોટ મોશન સેંસર, એક PTZ (પેન, ટીલ્ટ, ઝૂમ કેમેરા) ની સાથે જ એક ડોમ કેમેરાથી પણ સુસજ્જિત કરવામાં આવ્યો છે. કેપ્ટન અર્જુનમાં ફીટ કરવામાં આવેલ કેમેરાનો ઉપયોગ શંકાસ્પદ વ્યક્તિ અને અસામાજિક પ્રવુત્તિઓને ટ્રેક કરવા માટે પણ આ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અલ્ગોરિધમનો ઉપયોગ કરવામાં આવે છે. કેપ્ટન અર્જુનમાં એક ઇનબિલ્ટ સાયરન, એક્સ્ટ્રા સ્પોટ લાઈટ H- 246 પ્રોસેસર પણ તેમાં ઉપલબ્ધ છે. આ બધાની સાથે જ કેપ્ટન અર્જુનમાં રેકોર્ડીંગ કરવા માટે પણ અલગ સિસ્ટમ રાખવામાં આવી છે.
-વધારે તપાસ કરવાના સંજોગોમાં એલાર્મની મદદથી પણ જાણ કરશે.:

કેપ્ટન અર્જુન રેલ્વે સ્ટેશન પર અવર જવર કરી રહેલ યાત્રીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરે છે અને આ તાપમાનને ડીજીટલ ડિસ્પ્લે પેનલમાં ૦.૫ સેકન્ડમાં રિસ્પોન્સ કરીને સમયની સાથે રેકોર્ડ પણ કરે છે. કેપ્ટન અર્જુનના થર્મલ સ્કીનીંગ સમયે જો કોઈ પ્રવાસીમાં એક ચોક્કસ તાપમાન કરતા વધારે તાપમાન રેકોર્ડ થાય છે તો તેના વિષે નજીકના અધિકારીને જાણ કરે છે.
કેપ્ટન અર્જુન રોબોટ રેલ્વે સ્ટેશન પર સાફ- સફાઈ પણ કરી શકે છે.:

રોબોટ કેપ્ટન અર્જુનમાં સેંસરના આધારે સેનિટાઈઝર અને માસ્ક ડિસ્પેન્સર પણ ઉપલબ્ધ છે. કેપ્ટન અર્જુન રોબોટમાં વધારે સમય સુધી ચાલી શકે તેવા બેટરી બેકઅપની સાથે કેપ્ટન અર્જુન રોબોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર સાફ- સફાઈ કરી શકવાની પણ સુવિધા ધરાવે છે. કેપ્ટન અર્જુન રોબોટ રેલ્વે સ્ટેશન પરની બધા જ પ્રકારના કામકાજ કરી શકવા માટે સક્ષમ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.