અનેક ફેમસ સેલિબ્રિટી છે ફેન આ વ્યક્તિના, જુઓ એવો તો કેવો ડાન્સ કરે છે?

સોશિયલ મીડિયાને કારણે આપણી સામે એવા પ્રતિભાશાળી લોકો આવી રહ્યા છે કે જેમના વિશે જાણવું સરળ નથી હોતું. આ કળા દેશના કોઈ રાજ્યના નાનકડા ગામ કે શેરીમાં સંતાયેલી હોય છે, જેમના પર ભાગ્યે જ કોઈની નજર પડે. પણ સોશિયલ મીડિયા મારફતે હવે આવા લોકોને પણ પોતાની પ્રતિભા લોકો સુધી પહોંચાડવાનો મોકો મળે છે. આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિ છે અરમાન રાઠોર.

image source

પોતાના શાનદાર ડાન્સ સ્ટેપના કારણે અરમાન બહુ થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. એમના ડાન્સ સ્ટેપના દીવાના ફક્ત ભારતમાં જ નહીં વિદેશોમાં પણ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના બેટ્સ મેન ડેવિડ વોર્નર પણ અરમાન રાઠોરનો ડાન્સ જોઈ એમના ફેન બની ગયા છે.

image source

અરમાન રાઠોર નામના આ ટિકટોક યુઝર ઋત્વિક રોશનની ફિલ્મ કભી ખુશી કભી ગમના ગીત યુ આર માય સોનિયા પર ડાન્સ કરી રાતો રાત સ્ટાર બની ગયા. અરમાનના ડાન્સ સ્ટેપ લોકોને એટલા ગમ્યા કે લોકો એ અરમાનનો વિડીયો શેર કર્યો અને ઋત્વિક રોશન, પ્રભુદેવા અને વરુણ ધવન જેવા બૉલીવુડ એક્ટરને ટેગ કર્યા. ઘણા બધા લોકોએ તો ઋત્વિક રોશનને એકવાર અરમાનનો વિડીયો જોવાની આજીજી પણ કરી.

કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ, રેમો ડિસોઝા અને બીજા ઘણા કલાકારોએ પણ અરમાનનો ડાન્સ વિડીયો શેર કર્યો છે. લોકડાઉન દરમિયાન ટિકટોક પર ડેબ્યુ કરીને થોડા જ સમયમાં સેન્સેશન બનનાર ડેવિડ વોર્નર પણ અરમાનના ડાન્સના દીવાના થઈ ગયા છે. વોર્નરે પોતાના ઓફિસયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અરમાનના ડાન્સનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. અરમાનનો ડાન્સ જોઈ વોર્નર ખૂબ જ ખુશ છે અને આ ખુશી એમના ચહેરા પર પણ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Arman Rathod (@armanrathod) on

તમને જણાવી દઈએ કે ડેવિડ વોર્નર પણ પોતાની પત્ની કેન્ડીસ અને દીકરીઓ સાથે મળીને ટિકટોક પર મજેદાર વિડીયો બનાવે છે. કદાચ એવો કોઈ દિવસ વીતતો હશે કે ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પર પોતાનો કોઈ વિડીયો ના શેર કર્યો હોય. આમ વિડીયો દ્વારા વોર્નર પોતાના ચાહકોનું મનોરંજન કરતા રહે છે. કોરોના વાયરસના કારણે બધી જ ક્રિકેટ ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે. એવામાં ક્રિકેટરો પણ પોતપોતાના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arman Rathod (@armanrathod) on

લોકડાઉનના આ સમયમાં ડેવિડ વોર્નરે ટિકટોક પર ડેબ્યુ કર્યું છે અને થોડા જ સમયમાં એ સેન્સેશન બની ગયા છે. એમના ફેન્સ પણ એમના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ભારતમાં ઓન વોર્નરના ઘણા ચાહકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.