પહેલી ફિલ્મ ફ્લોપ થયા પછી જ બેરોજગાર થઈ ગયા હતા અરશદ વારસી, પત્નીની સૈલરીથી ચાલતું હતું ઘર.

પહેલી ફિલ્મ ફ્લોપ થયા પછી જ બેરોજગાર થઈ ગયા હતા અરશદ વારસી, પત્નીની સૈલરીથી ચાલતું હતું ઘર.

કહેવાય છે કે, દરેક વ્યક્તિના જીવનમાં ખરાબ સમય એકવાર તો આવે જ છે. આવો જ ખરાબ સમય બોલીવુડના અભિનેતા અરશદ વારસીના જીવનમાં પણ આવ્યો હતો. તેના વિષે આજે અમે આપને જણાવીશું. અરશદ વારસીનો જન્મ વર્ષ ૧૯૬૮માં મુંબઈમાં થયો હતો. તેમજ અરશદ વારસીના ફિલ્મોમાં આવ્યા તેની પહેલા પણ તેમના પરિવારની આર્થિક સ્થિતી યોગ્ય હતી નહી, જેના લીધે અરશદ વારસીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

image source

અરશદ વારસીની પહેલી ફિલ્મ વર્ષ ૧૯૯૬માં રીલીઝ થયેલ ‘તેરે મેરે સપને’થી કરિયરની શરુઆત કરી હતી. ત્યાર પછી અરશદ વારસીએ એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા.

પોતાના આટલા લાંબા સફરમાં અરશદ વારસી બોલીવુડ અને પોતાના સંઘર્ષ વિષે ઘણી વાર ખુલાસા કરતા રહે છે. એકવાર તેમણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, પોતાની પહેલી ફિલ્મ પછી તેમને કેટલી તકલીફો માંથી પસાર થવું પડ્યું હતું.

અરશદ વારસીની પહેલી ફિલ્મ ‘તેરે મેરે સપને’ને અભિનેતા અમિતાભ બચ્ચનના પ્રોડક્શન હાઉસ એબીસીએલના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નહી.

ફિલ્મ ‘તેરે મેરે સપને’ના ફ્લોપ થયા પછી ઘણા સમય સુધી અરશદ વારસીને કોઈ કામ મળ્યું નહી. અરશદ વારસીને આશરે ત્રણ વર્ષ સુધી કામની શોધમાં ભટકવું પડ્યું હતું. આ મુશ્કેલ સમયમાં અરશદ વારસીનો સાથ તેમની પત્ની મારિયા ગોરેટીએ આપ્યો. આ વાતનો ખુલાસો અરશદ વારસીએ પોતાની ફિલ્મ ‘ઈરાદા’ના પ્રમોશન દરમિયાન કરી હતી.

image source

અરશદ વારસી જણાવે છે કે, સંઘર્ષના દિવસોમાં પત્ની મારિયા નોકરી કરતી હતી. આ દરમિયાન તેમનું ઘર પત્નીની સેલેરીથી ચાલતું હતું. એટલા માટે તેઓ હંમેશા પોતાની પત્નીને ધન્યવાદ કરતા રહે છે. અરશદ વારસીએ પોતાના કરિયરમાં ઘણી બધી ફિલ્મો કરી, પરંતુ તેમને અસલી સફળતા વર્ષ ૨૦૦૩માં રીલીઝ થયેલ ફિલ્મ મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’થી મળી. આ ફિલ્મમાં તેમનુ સર્કીટનું પાત્ર આજે પણ દર્શકોની પહેલી પસંદ છે.

રાજકુમાર હીરાની દ્વારા નિર્દેશિત ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’માં સંજય દત્ત સિવાય અરશદ વારસીના અભિનયના પણ ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી અરશદ વારસીએ એકથી એક ચઢિયાતી કરી. તેમની શાનદાર ફિલ્મોમાં ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ સિવાય ‘ગોલમાલ સીરીઝ’, ‘ધમાલ’, ‘જોલી એલએલબી’, ‘ઈશ્કિયા’ અને ‘ડેઢ ઈશ્કિયા’નો સમાવેશ થાય છે.