આ સ્ત્રીને છે 19 વર્ષનો છોકરો, બોલિવૂડ એક્ટ્રેર્સને પણ ટક્કર મારે તેવી છે સુપર સ્માર્ટ
તમેં માની પણ નહી શકો કે આ સ્ત્રી 19 વર્ષના દીકરાની માતા છે, તસ્વીર જોઇને ચોકી જશો

પોતાની ઉમર કરતા વધુ ઉમરલાયક દેખાતી અનેક સ્ત્રીઓ આપણે અવારનવાર જોઈ હશે, જે પોતાને યુવાન દેખાડવામાં મેક્પનો સહારો લે છે. પણ પોતાની ઉમર કરતા અડધી જ ઉમરની દેખાય એવી કેટલી સ્ત્રીઓને તમે ઓળખો છો ? સુંદર સ્ત્રી અને એક બાળકની માતા હોય પણ લાગે જ નહી.
હા, સંતુર સાબુની એડમાં આપણે આવું બધું જોઈ જ ચુક્યા છીએ. પણ આજે અમે એવી જ એક વાસ્તવિક વ્યક્તિ વિષે આપને જણાવી રહ્યા છીએ. એક એવી જ વ્યક્તિ કે જે એક સ્ત્રી પણ છે, એક પત્ની પણ છે અને એક દીકરાની માતા પણ છે.
૧૯ વર્ષના દીકરાની માતા છે આ સ્ત્રી, પણ એના રૂપને જોઇને કોઈ પણ ન કહી શકે કે આ સ્ત્રી એક ૧૯ વર્ષના યુવાન દીકરાની માતા હોઈ શકે.

આજે વાત કરીએ એવી સ્ત્રીની જે પોતાની ઉમર કરતા ઘણી નાની દેખાય છે. એ સ્ત્રી છે અરુણીમા દત્તા.
અરુણીમા દત્તાની ઉમર 39 વર્ષની છે, પણ એમને જોઇને તમે જરા પણ કલ્પના ન કરી શકો કે એવું હશે. તમને તો એ જોઇને જ 20 વર્ષ આસપાસના હોય એવું લાગશે.
વર્ષ 2004માં મીસીસ ઇન્ડિયા વર્લ્ડમાં ભાગ લઈ ખિતાબ જીતવાથી સહેજ ચુકી ગયેલ અને પ્રથમ રનરઅપ રહી ચુકીલી અરુણીમા દત્તા ખુબ જ લાવણ્યમયી પ્રતિભા ધરાવે છે. એમનો જન્મ ગુવાહાટીમાં થયેલ છે.

નવાઈની વાત એ છે કે આ રૂપાંગના સ્ત્રીના લગ્ન 19 વર્ષની વયે દીપાંકર દત્તા સાથે થયેલા અને હાલ અરુણીમાને એક ૧૯ વર્ષનો યુવાન દીકરો પણ છે.
મળતી માહિતી મુજબ લગ્નના પહેલા જ વર્ષે એણે દીકરાને જન્મ આપ્યો હતો. અરુણીમા દત્તા લેખન, સાહિત્ય તેમ જ સોશિયલ મીડિયામાં પણ રસ ધરાવે છે. અભ્યાસમાં એમણે અંગ્રેજી લીટરેચર સાથે ડીગ્રી લીધેલ છે.
અરુણીમા દત્તાને સંગીત પસંદ છે પણ હોરર ફિલ્મો એને જરાય નથી ગમતી. તે પોતાના બ્લોગ્સ પણ લખતી રહે છે અને પોતાનો યોગા સ્ટુડિયો પણ ચલાવે છે.

ટેનીસ એ અરુણીમા દત્તા માટે જીવન જેવું છે. રોજર ફેડરર અને રફેલ નડાલ એના સૌથી મનગમતા ટેનીસ ખેલાડીઓ છે.
અરુણીમાના પતી અને પરિવાર હમેશા તેમને પોતાના સપના પુરા કરવા માટેની પ્રેરણા આપે છે તેમજ આગળ વધવા માટે તેઓ હમેશા એને સપોર્ટ પણ કરે છે.
અરુણીમા દત્તાના માતાપિતાના ગુજરી ગયા પછી તેણે એ દુઃખમાંથી બહાર આવવા યોગનો સહારો લીધો. અને એટલું મન એમાં લાગ્યું કે હવે તેઓ પોતાનો યોગ સ્ટુડિયો ચલાવે છે.

પોતાની આ આશ્ચર્ય જનક ફિટનેસનું રહસ્ય પણ એ યોગાને જ ગણાવે છે. હમણાં થોડા સમય પહેલા જ એણે ગુવાહટીમાં યોગા સ્ટુડિયો શરુ કર્યો છે.
સોશિયલ મીડિયામાં અરુણીમા દત્તાના ફેન્સ વારંવાર એમને પૂછ્યા કરે છે કે શું એમની ઉમર ખરેખર ૨૦ આસપાસ નથી ? શું ખરેખર તે એક યુવાન દીકરાની માતા છે ? ત્યારે હસીને અરુણીમા દત્તા બધાયને આ જ જવાબ આપે છે કે હા આ જ સત્ય છે.