જ્યારે ઐશ્વર્યા રાયને કેન્સના રેડ કાર્પેટ પર હાઇ હીલ્સને બદલે પહેરવી પડી હતી…આ વાત જાણીને તમે પણ બોલી ઉઠશો હેં!

ઐશ્વર્યા રાય કેન્સ રેડ કાર્પેટનો જાણીતો ચહેરો છે. દર વર્ષે તે તેના લૂકથી ચાહકોની પ્રશંસા મેળવે છે. જો કે, કેટલીક વખત તેને તેની ફેશન સેન્સ માટે ટીકાકારોની આલોચનાનો પણ સામનો કરવો પડે છે. પરંતુ લાગે છે કે ઐશ્વર્યા રાય આ ટીકાઓથી બમણી ઉત્સાહિત છે અને આવતા વર્ષે તેના દેખાવ સાથે બોલતા બધાને રોકી દે છે. લોકો શું કહે છે તે મહત્વનું નથી,

image source

પરંતુ દરેક વખતે ઐશ્વર્યાએ પોતાના દેખાવથી કેન્સમાં જાદુ ફેલાવ્યો છે. જોકે, એકવાર ઐશ્વર્યાએ હાઇ હીલ્સને બદલે ફ્લેટ સ્લીપર પહેરવી પડી હતી. ફેશન જગતની આટલી મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ફ્લેટ ચંપલ પહેરવી એ મોટી વસ્તુ છે કારણ કે તે દેખાવને બગાડે છે. ઐશ્વર્યા રાયને પણ કેન્સમાં ફ્લેટ ચપ્પલ પહેરીને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ઐશ્વર્યાએ પણ આ ફ્લેટ પહેરવાનું કારણ બતાવ્યુ હતું.

image source

ખરેખર, ઐશ્વર્યા રાય ફિલ્મ ‘ખાકી’ ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. તે એક કાર સાથે ભટકાઇ હતી. જેના કારણે તેના પગમાં ટાંકા હતા અને તેને બેડ રેસ્ટ કહેવામાં આવ્યો હતો. પગમાં ઈજા હોવા છતાં ઐશ્વર્યા રેડ કાર્પેટમાં હાજર રહી હતી. પરંતુ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૦૩ના કેન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ લીલી સાડી પહેરી હતી.

image source

જેને નીતા લુલાએ ડિઝાઇન કરી હતી. જેની સાથે સ્ટ્રેપી લાંબુ બ્લાઉઝ પણ હતું. મેકઅપની અને એક્સેસરીઝની વાત કરો, તો સોનાનો ગળાનો હાર અને ઉંચા બન સાથે, શિમરી પિંક લિપ્સ તેના દેખાવને બિલકુલ આકર્ષક બનાવી રહી નહોતી. તે જ સમયે, આ આઉટફીટ્સ સાથે ફ્લેટ્સને મેચ કર્યા હતા. આ જોઈને ચાહકો અને વિવેચકોએ તેની ટીકા કરી હતી.

image source

જોકે, બીજા જ વર્ષ ૨૦૦૪માં, ઐશ્વર્યા રાયે કેન્સના રેડ કાર્પેટ પર અદભૂત એન્ટ્રી લીધી અને તેના ગ્લેમરસ કટઆઉટ ગાઉનથી બધાને આશ્ચર્યચકિત કર્યા. ઐશ્વર્યા બીચ વેવી હેઅર અને તેની સાથે ગાઉનના સ્ટોલ સાથે અતિશય ખૂબસૂરત લાગી રહી હતી.

image source

ઐશ્વર્યા 9 વર્ષની પુત્રી આરાધ્યાની માતા છે. પરંતુ તેમની ફિટનેશ અને ખૂબસૂરતીને જોઇને કોઇ ન કહી શકે કે તેની ૪૬ વર્ષની ઉંમર હશે. અત્યારે તેઓ આરાધ્યાની દેખરેખ ઉપર વધારે ધ્યાન આપે છે. તે ફિલ્મોની દુનિયાથી થોડી દૂર રહે છે. પરંતુ પોતાની હેલ્થને લઇને બિલકુલ પણ લાપરવાહ નથી. ઐશ્વર્યા રાય બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં પોતાની ફિટનેસના સિક્રેટ વિશે વાત કરી હતી. આરાધ્યના જન્મ બાદ વજન ઓછું કરવું એ તેના માટે ભારે મુશ્કેલી ભર્યું રહ્યું હતું. તેને વધારે સમય જીમમાં રહેવું પસંદ નથી. આવી સ્થિતિમાં વજન માટે કામ કરવું મુશ્કેલ રહે છે.

image source

ઐશ્વર્યાએ કહ્યું હતું કે, તેઓ વર્કઆઉટને લઇને ખુબ જ ગંભીર નથી. તેઓ જીમ કરતા વધારે યોગમાં વિશ્વાસ કરે છે. એશ્વર્યા રાય બચ્ચન પ્રમાણે યોગ એક એવો રસ્તો છે કે તમારા શરીરને ફ્લેક્સિબલ અને પાવરફૂલ રાખે છે. આ સાથે તેઓ રોજ સવારે જોગિંગ અને બ્રિક બોક કરે છે.

image source

બ્રિકવૉકમાં એક મિનિટમાં ૧૦૦ પગલા ચાલવાનું હોય છે. આ ઉપરાંત તેઓ ૪૫ મિનિટનો પાવર યોગ કરે છે. જીમની વાત કરીએ તો ઐશ્વર્યા વીકમાં એક કે બે વખત જીમ જાય છે અને જેમાં તેઓ ફૂલ કાર્ડિઓ વર્કઆઉટ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.